SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન | કિશોરભાઈની વાત સમજવા જેવી લાગી. વાતો કરતાં કરતાં અમે સૂઈ ગયાં. આખા દિવસના પ્રવાસથી અમે થાકેલાં હતાં એટલે તરત નિદ્રાધીન થઈ ગયાં. અડધી રાતે એકાએક કોઈ મહિલાની ચીસ સંભળાઈ. મારી આંખ ઊઘડી ગઈ. કિશોરભાઇ પણ જાગી ગયા. કોની ચીસ હશે એવો હજુ વિચાર કરીએ ત્યાં તો ફરીથી મોટી ચીસ સંભળાઈ. કંઈક ધમાધમ થતી હોય એવો નીચેથી અવાજ પણ આવ્યો. મેં કિશોરભાઈને કહ્યું, “નીચે કંઈ મારામારી થતી લાગે છે !' “એ આપણી રિસેપ્શનિસ્ટની જ રામકહાની હશે. આપણે જોયું ને કે શરાબ પીવા એ કેવી બેસી ગઈ હતી ! ‘એ કંઈ મુશ્કેલીમાં હોય તો આપણે એને બચાવવા નીચે જઈએ ?' આપણાથી એમ કોઈની વાતમાં વચ્ચે પડાય નહિ. આવી હોટેલોમાં રાતવાળી કરતી મહિલાઓ પોતાને માથે આવનારાં જોખમો વિશે જાણતી જ હોય. ચીસાચીસ કરી મૂકવી એ એમનું પહેલું શસ્ત્ર છે. આપણી રિસેપ્શનિસ્ટ મારામારીમાં પુરુષોને પહોંચી વળે એવી છે. આપણે વચ્ચે પડવા જઈએ તો રખે ને આપણે માર ખાઈ બેસીએ.' થોડી વારમાં નીચે વાતાવરણ શાન્ત થયેલું લાગ્યું. અમે પણ ઊંઘવા લાગ્યાં. કિશોરભાઈ તો ઘડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા, પણ મને ઊંધ આવતાં વાર લાગી. અડધા કલાક પછી ફરી રિસેપ્શનિસ્ટની ચીસાચીસનો અવાજ આવ્યો. ધમાધમ થઈ અને પાછો અવાજ શાન્ત થઈ ગયો. કિશોરભાઈ તો બરાબર ઊંઘતા હતા, પણ મને બરાબર ઊઘ ન આવી. સવારે છ વાગે અમે ઊઠી ગયાં. મારાં પત્ની અને શૈલજા પણ ઊઠી ગયાં. રાતની ચીસાચીસની વાત થઈ. ચા-કૉફી પીને, સામાન સાથે અમે નીચે ઊતર્યા. હોટેલનું બિલ ચૂકવવા અમે રિસેપ્શનિસ્ટ પાસે ગયાં. તે તો એવી જ સ્વસ્થ અને સસ્મિત હતી. અમારું બિલ બનાવી એણે નાણાં લીધાં. મારાથી સહજ પુછાઈ ગયું, ‘રાત્રે કોઈની ચીસો સંભળાતી હતી તે શું હતું ?' “ઓહએ તો મારી જ ચીસ હતી. માફ કરજો, તમને ઊંઘમાં ખલેલ પડી હશે, નહિ ?' 'તમારી ચીસ સાંભળી અમને થયું કે નીચે આવીને તમને મદદ કરીએ.' મદદની કંઈ જરૂર નહોતી.' એમ કહી એણે પોતાના રાતના અનુભવની વાત કરી. ‘બે ઈટાલિયન વેપારીઓ આપણી હોટેલમાં ઊતર્યા. પછી તેઓ શહેરમાં ગયા. માનું છું કે દારૂની બૉટલ લેવા માટે જ ગયા હશે. પછી આવીને લોન્જમાં બેસી તડાકા મારવા લાગ્યા. બીજું કશું કામ નહોતું એટલે એમના કહેવાથી હું પણ એમની સાથે વાતોમાં જોડાઈ. એમની ઈટાલીની વાતોમાં મને પણ રસ પડ્યો. થોડી વારે પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy