SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ રિજેન્સબર્ગમાં રાતવાસો - સાંજનો સમય હતો. ઑફિસો છૂટી ગઈ હતી. દુકાનો બંધ થઈ ગઈ હતી. રસ્તા પર લોકોની અવરજવર ઘટતી જતી હતી. કોઈ કોઈ બંધ દુકાનોનાં શોકેસમાં ગોઠવેલી અવનવી ચીજવસ્તુઓનું અમે વિન્ડો શોપિંગ કરતાં કરતાં એક સાંકડી ગલીમાંથી પસાર થયાં. જૂની શૈલીનાં મકાનો એના પ્રાચીન વાતાવરણના નિર્માણમાં સહાયક બનતાં હતાં. અમારા ભારતીય ચહેરા અને પોશાકને લીધે કેટલાક રહેવાસીઓ માટે અમે તાકી રહેવાનું નિમિત્ત બનતા હતા. રિજેન્સબર્ગ જેવા નાના શહેરના મહોલ્લાઓમાં આંટા મારવાનું અમારા ભાગ્યમાં લખાયું હશે એવી સ્વપ્ન પણ કલ્પના નહોતી. ભવિષ્યમાં જિંદગીમાં અહીં બીજી વાર આવવાનું કોઈ કારણ પણ નહિ હોય એ પણ નિશ્ચિત હતું. સંધ્યા સમયે, દીવાટાણે જ્યારે સૌ પોતપોતાના ઘરમાં પહોંચી ગયાં હોય, વાળુ કરતાં હોય ત્યારે એક પરદેશી તરીકે અમે એની શેરીઓમાં મુગ્ધતાથી અવલોકન કરતા ફરતાં હતાં એ અનુભવ વિશિષ્ટ પ્રકારનો હતો. એક રેસ્ટોરાંમાં ભોજન લઈ અમે અમારી હોટેલ પર પાછાં ફર્યા. રાતના દસ વાગવા આવ્યા હતા. હોટેલમાં દાખલ થતાં જ અમે જોયું કે કાઉન્ટર પાસેની, આઠદસ માણસ બેસી શકે એવી નાની લૉન્જમાં રિસેપ્શનિસ્ટ યુવતી કોઈ બે યુવાનો સાથે શરાબની મોજ માણી રહી હતી. અમને જોઈને જ એ બોલી, “તમને વાંધો ન હોય તો તમારા રૂમની ચાવીઓ સામેના ચાવીના બોર્ડ પરથી લઈ લેશો..... આભાર તમારો.” અમે બોર્ડ પરથી ચાવીઓ લઈ દાદર ચડી અમારા પોતપોતાના રૂમમાં દાખલ થયાં. હું બેઠો કે તરત કિશોરભાઈએ કહ્યું, ‘રમણભાઈ, આમાં તમને કંઈ અવલોકન કરવા જેવું લાગ્યું ?' 'ના, મને કશું લાગ્યું નહિ. અહીં સ્ત્રીઓ શરાબ પીએ છે એ તો જાણીતું છે.' “હું તમને સમજાવું. એક તો રિસેપ્શનિસ્ટની ફરજ છે કે એણે ઊભા થઈને આપણને ચાવી આપવી જોઈએ. બીજું, હોટેલના ગ્રાહકોએ પોતપોતાના રૂમમાં બેસી દારૂ પીવો જોઈએ. લૉન્જમાં દારૂ ન પિવાય. કેટલીક સેટેલોમાં લૉન્જમાં જ બેસીને લોકો દારૂ પીતા હોય છે. ન પિવાય એવો કોઈ કાયદો નથી, પરંતુ એવી હોટેલોમાં અચાનક ક્યારે ધમાચકડી થઈ જાય તે કહેવાય નહિ. ત્રીજું, ગ્રાહકો પીતા હોય તો પણ રિસેપ્શનિસ્ટથી એમાં જોડાવાય નહિ. અત્યારે એ ફરજ પર છે. એકબીજાને આગ્રહ કરવામાં ક્યારે નશો ચડી જાય તે કહેવાય નહિ.' “તો પછી એણે કેમ આમ કર્યું હશે ?' કાં તો એના પોતાના કોઈ મહેમાનો હશે અને કાં તો ગ્રાહકો પાસેથી મફતમાં મળતા દારૂની લાલચ એ રોકી શકી નહિ હોય. જે હોય તે, એનું એ જાણે. આપણે તો સવારે ઊઠી, ચા-કોફી પીને નીકળી જવું છે, એટલે બીજી શી ચિંતા ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy