SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રિકોમાલી ૧૧૩ ભારતથી આવીએ છીએ. તમારા ટાઈમની અમને ખબર નહિ. અમે થોડા મોડા જરૂર પડ્યા છીએ. એટલે તમે અમને ના કહી તે બરાબર જ છે. પરંતુ દુનિયામાં ઘણે ઠેકાણે ફરજ પરના માણસને થોડી છૂટ હોય છે. અમે જિંદગીમાં બીજી વાર ટ્રિકોમાલી આવીશું કે કેમ તેની ખબર નથી, પણ તમે તમારી સત્તા વાપરીને બોટમાં સહેલગાહ કરાવો તો ઘણી મહેરબાની થશે.” કલાકે તરત ઈન્કાર ન કર્યો. વિચારવા લાગ્યો. પછી એણે કહ્યું, ‘બે મિનિટ થોભો ! હું બોટ ચલાવનારને પૂછી લઉં.' એણે બહાર નીકળી સિંહાલી ભાષામાં ખલાસીઓ સાથે વાત કરી. ખલાસીઓએ અમારી સામે જોયું અને તરત અમને ઈશારો ક્યો. અમે આનંદિત થઈ ગયા. પૈસા ભરી ટિકિટ લઈ અમે બોટમાં બેઠા. બોટ ચાલી. બોટચાલકે અમને સમજાવ્યું કે દુનિયામાં ટ્રિકોમાલીને જેવો સમુદ્ર છે એવો બીજે ક્યાંય જોવા નહિ મળે. તમે ડાબી બાજુ જુઓ. ઊંચો કિનારો અને ઝાડપાન છે. એ કિનારો લગભગ વર્તુળાકારે વધતો વધતો દૂર એક છેડે આવી પૂરો થાય છે. હવે જમણી બાજુ જુઓ ! એમાં પણ એ જ પ્રમાણે છે, છતાં આ બંને કિનારા દૂર દૂર સામે ભેગા થતા નથી. એ બેની વચ્ચે થોડી જગ્યા છે. એમાંથી બહારના મહાસાગરમાં જવાય છે. આ ટ્રિકોમાલીનો દરિયો છે. એને બહાર બંગાળનો ઉપસાગર અને હિંદી મહાસાગર મળે છે.' અમારી નૌકા ડાબી બાજુના કિનારા તરફ તેઓ લઈ ગયા, ત્યાંથી મહાસાગર ધ્યાનથી જોઈએ તો જ દેખાય, નહિ તો નજરમાં પણ ન આવે. જાણે વર્તુળાકાર સરોવર જેવા સમુદ્રમાં આપણે હોઈએ એવું લાગે. અમારી બોટ આગળ વધતી વધતી બે કિનારાની વચ્ચે આવી પહોંચી. અહીંથી હવે એ મહાસાગરમાં દાખલ થઈ. બોટચાલકો બોટને એક બાજુ દૂર લઈ ગયા. ત્યાંથી બતાવીને કહ્યું, 'હવે આ મહાસાગરમાંથી તમે જુઓ તો જાણે સીધો સળંગ કિનારો છે એવો ભ્રમ થાય. કોઈ જાણકાર હોય તો જ ખબર પડે કે આ બહારના કિનારાની અંદર મોટા સરોવર જેવડો ટ્રિકોમાલીનો દરિયો છે.' ટ્રિકોમાલીના બંદરની ખાસિયત કોઈ જુદી જ જાતની હતી. બોટચાલકોએ એની મહત્તા સમજાવી ત્યારે જ સમજ પડી. સારું થયું કે નૌકાવિહારની તક મળી. નહિ તો એની આ ખૂબીની ખબર જાતે જોવા મળત નહિ. બોટચાલકે કહ્યું, ટ્રિકોમાલી બંદરની અંદર કોઈ સ્ટીમર ઊભી હોય તો મહાસાગરમાંથી પસાર થતી સ્ટીમરને એ દેખાશે નહિ. એનો અર્થ એ થયો કે ટ્રિકોમાલી બંદર એ સ્ટીમરોને સંતાઈ જવા માટેનું સરસ બંદર છે. એની આ ખાસિયતનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ નૌકાસેનાએ ઘણો સારો કર્યો હતો. બ્રિટિશ લડાયક જહાજે ટ્રિકોમાલીના આ દરિયામાં સંતાઈ રહેતાં. જાપાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy