SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ર - પાસપૉર્ટની પાંખે – ઉત્તરાલેખન તોપણ કાયદાનો આશ્રય લેવાય અને ન કરવું હોય તોપણ. કેટલાંય સરકારી તંત્રમાં કામ થાય એ મહત્ત્વનું નથી; કાયદો જળવાય એ વધારે મહત્ત્વનું હોય છે. કેટલીક માથાકૂટ પછી બે નોકરો રૂમ સાફ કરી ગયા. ગાદલાંની ચાદર બદલી ગયા. પીવાનું પાણી ભરી ગયા. પણ બધું મન વગરનું. આપણે જેમની ગરજ ભોગવવાની ‘ હોય એ માણસનું મોઢું ચઢેલું હોય ત્યારે જુદી જ મૂંઝવણ અનુભવાય. ઘડીક આડા પડ્યા પછી બહાર જવા માટે અમે હાથમોઢું ધોવા ગયા, પણ નળમાં પાણી આવતું નહોતું. તરત મૅનેજરને ફરિયાદ કરી. એણે કહ્યું, ‘તમારી ટાંકીમાં ઉપર પાણી ખલાસ થઈ ગયું હશે ! તમને બાલદી ભરીને નોકર પાણી આપી જશે.' ‘ટાંકીમાં પાણી કયારે આવશે ?' ‘અમે સાંજે છ વાગે પાણી ચડાવવા માટે મશીન ચાલુ કરીએ છીએ.’ ‘અત્યારે પોણા છ થવા આવ્યા છે. થોડું વહેલું ચાલુ ન કરી શકો ? અમારે તરત બહાર જવું છે.' ‘માફ કરજો, વહેલું ચાલુ નહિ થાય. અહીંનો એ નિયમ છે.' કાયદા અને નિયમોની ગૂંગળામણ અનુભવતા અમે, એક બાલદી પાણી મગાવી હાથમો ધોઈ સમુદ્રકિનારે જવા નીકળ્યા, કારણ કે ત્યાં મોડા પડીએ તો બોટમાં જળવિહાર કરવા ન મળે. અમે સમુદ્રકિનારા તરફ ગાડી હંકારી, સૂર્યાસ્તની વેળા થવા આવી હતી. દિવસ ઢળવા આવ્યો હતો. અમે સમુદ્રકિનારે બંદર પર પહોંચ્યા. ત્યાં પ્રવાસીઓને દરિયાની સહેલગાહ કરાવવામાં આવતી હતી. ગાડી પાર્ક કરીને અમે ધક્કા પર પહોંચ્યા. તપાસ કરી તો બુકિંગ ક્લાર્કે કહ્યું, ‘અમારો સમય થઈ ગયો છે. છ વાગી ગયા છે, છેલ્લી બોટ રવાના થઈ ગઈ છે. થોડી વારમાં એ પાછી ફરશે એટલે બધું બંધ થશે.' અમે નિરાશ થયા, ત્યાં ઊભા ઊભા સમુદ્રને નિહાળી રહ્યા હતા. બુકિંગ કલાર્ક પોતાની કૅબિનમાં હિસાબ કરી રહ્યો હતો. છેલ્લા ફેરાની બોટ આવી પહોંચી અને મુસાફરો ઊતરીને ચાલ્યા જવા લાગ્યા હતા. અમને વિચાર આવ્યો કે હોટેલના મૅનેજર જેવો આ બુકિંગ ક્લાર્ક નથી. એણે પોતાની દિલગીરી બતાવી તેમાં પણ કેટલી બધી નરમાશ હતી ! કેટલો બધો વિવેક હતો ! એટલે અમને થયું કે ચાલો એક પ્રયાસ કરી જોઈએ. દુનિયામાં જેમ માઠા અનુભવો થાય છે તેમ સારા અનુભવો પણ થાય છે. કાયદાઓ અને નિયમો વ્યવસ્થા માટે હોય છે. એમાં જડતા આવે એ સ્વાભાવિક છે. ક્યારેક તકરારી વર્તુળોમાં કાયદાની જડતા આવશ્યક કે અનિવાર્ય પણ બને છે. બીજી બાજુ પરિસ્થિતિ અનુસાર, સ્થળ પર ફરજ બજાવતી વ્યક્તિને વિશિષ્ટ સત્તા પણ હોય છે. એટલે બુકિંગ ક્લાર્કને જો પ્રેમભાવથી વિનંતી કરીએ તો કદાચ એ સફળ પણ થાય. અમે એની પાસે જઈને કહ્યું, ‘અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy