SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન સિંગાપુર ઉપર કબજો મેળવ્યો એ પછી આ મહાસાગરમાં એનાં લડાયક જહાજોની અવરજવર વધી ગઈ હતી. એ વખતે જાપાની જહાજ જ્યારે પાસે આવે ત્યારે બ્રિટિશ જહાજ બહાર નીકળી અચાનક એના ઉપર તોપમારો કરતાં. બ્રિટને એ રીતે ત્યારે શ્રીલંકાના કોલંબો બંદર કરતાં પણ ટ્રિકોમાલીનો વધુ ઉપયોગ કર્યો હતો.' નૌકાવિહાર કરી અમે પાછા ફર્યા. અમને ખરેખર જળવિહારના આનંદ ઉપરાંત સારી જાણકારી મળી. અમે ક્લાર્ક તથા બોટચાલકોને બક્ષિસ આપવા માટે પૈસા કાઢતા હતા ત્યાં એ લોકોએ જ અમને અટકાવીને કહ્યું, “ના સાહેબ ! આ તો અમારી ફરજ છે. તમને આનંદ અને સંતોષ થયો એ જ અમારી બક્ષિસ છે.' અમારા અતિશય આગ્રહ છતાં તેઓ જ યા. તેમની વિદાય લઈ અમે હોટેલ પર પાછા ક્ય. હોટલમાં દાખલ થઈ અમે અમારી રૂમ તરફ વળ્યા. રૂમ આગળ ઘણું ભીનું હતું. કોઈએ પાણી ઢોળ્યું હોય એવું લાગ્યું. હોટેલવાળા બરાબર સ્વચ્છતા જાળવતા નથી એ વિચારે અમને ચીડ ચડી. પણ જ્યાં રૂમનું બાર ખોલ્યું ત્યાં આખી રૂમ પાણીથી ભરેલી જોઈ. જે પાણી બહાર હતું તે અમારી રૂમમાંથી જ બહાર આવ્યું હતું. અમે વિચારમાં પડી ગયા. ત્યાં તો બંધ બાથરૂમમાંથી જોરથી નળનું પાણી વહી જવાનો અવાજ આવ્યો. બાથરૂમ ખોલી અમે તરત નળ બંધ કર્યો. અમને અમારી ભૂલ સમજાઈ. બહાર જતી વખતે નળ બંધ કરવાનું અમે ભૂલી ગયા હતા. અમારી ગેરહાજરીમાં નળ ચાલુ થયો અને રૂમમાં પાણી ભરાઈ ગયું. અમારી બૅગો પાણીમાં તરતી હતી. હું મજાકમાં બોલ્યો, “આપણને જળવિહાર કરવા મળ્યો, તો બિચારી બૅગોને પણ જળવિહારની તક મળવી જોઈએ ને ?' બેંગો બહારથી ખાસ્સી ભીની થઈ ગઈ હતી, પણ સદભાગ્યે અંદરનાં કપડાં ભીનાં થયાં નહોતાં. કાઉન્ટર ઉપર જઈને અમે ફરિયાદ કરી. બે નોકરોએ આવીને રૂમનું પાણી સાફ કરી નાખ્યું. અમે મેનેજરને કહ્યું, ‘રૂમમાં આટલું બધું પાણી ભરાઈ ગયું, તો તમારે ધ્યાન આપવું જોઈએ ને ?' ‘પણ રૂમની ચાવી તો તમે સાથે લઈ ગયા હતા. એમાં અમે શું કરીએ ?' “તમારી પાસે ડુપ્લિકેટ ચાવી તો હોય ને ? એ વડે રૂમ ખોલીને પાણી બંધ કરવું જોઈએ ને ?' ડુપ્લિકેટ ચાવી વડે રૂમ ખોલવાની અમને સત્તા નથી. એ માટે ઉપરી અધિકારીની રજા જોઈએ. આવી નાની બાબત માટે ઉપરી અધિકારી અમને રજા ન આપે.” જે બાબત અમારે માટે મહત્ત્વની હતી એ બાબત મેનેજર માટે નજીવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy