SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ તિબિલિસી ૧૪૧ તિબિલિસીના પ્રવાસ દરમિયાન જ્યોર્જિયાના લોકોની એક સારી વિશિષ્ટ છાપ અમારા મનમાં અંકિત થઈ. એકંદરે લોકો મળતાવડા અને પ્રેમાળ લાગ્યા. રશિયા, આર્મેનિયા, તુર્કસ્તાન, અઝરબૈજાન વગેરે સરહદી રાજ્યો સાથે વખતોવખત થતા સંઘર્ષોમાં તેઓ પોતાનું ખમીર બતાવતા રહેતા હતા, પરંતુ સોવિયેટ યુનિયન થયા પછી કયારેક તેમના પર લરકરી દમન વધી જતું અને અત્યાચારો પણ થતા. તિબિલિસીમાં હવે અમારો છેલ્લો દિવસ હતો. સાંજે અમે ભોજન લેતા હતા ત્યારે વેઈટરોએ પ્રસ્તાવ મૂક્યો કે દસ વાગ્યે રેસ્ટોરાં બંધ થઈ જાય અને તેઓની વેઈટર તરીકેની ફરજ પૂરી થઈ જાય તે પછી એ જ જગ્યાએ બધાએ એકત્ર થઈ ગીતો ગાવાં. વેઈટરોની દરખારત અમે સહર્ષ સ્વીકારી લીધી, ત્રણ દિવસના રોકાણ દરમિયાન વેઈટરો સાથે અમારે સારું હળવાભળવાનું થયું હતું. વેઈટરો અમારામાંના કેટલાકનાં નામ જાણતા હતા અને અમે પણ વેઈટરોને નામથી ઓળખતા થઈ ગયા હતા. એમાં મુખ્ય બે વેઈટરો તે અમિરાન અને મિતાવા હતા. રાત્રે દસ વાગે અમે રેસ્ટોરાંમાં પહોંચી ગયા. વેઈટરો અને વેઈટ્રેસોએ યુનિફોર્મ બદલીને પોતાનો ચાલુ પહેરવેશ ધારણ કરી લીધો હતો. ઉલ્લાસમય વાતાવરણમાં સંગીતના સૂરો વહેવા લાગ્યા. એકે વાયોલિન, એકે ગિટાર, એકે ડ્રમ – એમ વાજિંત્રો વગાડવા સાથે ગીતો ગાવાનું ચાલુ કર્યું. વગર ટિકિટની આ મહેફિલ ધાર્યા કરતાં વધુ જામી. અડધા કલાકમાં તો સંગીતની સાથે નાચવાનું પણ ચાલુ થઈ ગયું. એનો રંગ અમારામાંનાં કેટલાંક યુવકયુવતીઓને લાગ્યો. આમાં પોતપોતાની આવડત પ્રમાણે હાથપગ ઉછાળી નાચવાનું હતું. આ કોઈ શાસ્ત્રીય નૃત્ય નહોતું. એમાં બિનઆવડત કે અપૂર્ણતા તરફ કોઈનું ધ્યાન જાય જ નહિ. ઉમંગ, ઉલ્લાસ વગેરે જ મહત્ત્વનાં હતાં. વચ્ચે વિરામ આવ્યો. બધાને ઠંડાં પીણાં અપાયાં. દરમિયાન અમિરાંને એક સ્પર્ધા માટે દરખાસ્ત મૂકી. પોતે એક જ્યોર્જિયન ગીત ગાય અને અમારે એક ભારતીય ગીત ગાવું, પરંતુ એમાં છેવટે જ્યોર્જિયનો ફાવી ગયા. તેઓને તો રોજનો મહાવરો હોય. હવે અમિરાંને બીજી દરખાસ્ત મૂકી કે પોતે ભારતીય ચલચિત્રોનાં ગીત ગાય અને અમારે કોઈ પણ બિનભારતીય ભાષાનું ગીત ગાવું. એમાં અમિરાંને એક પછી એક હિંદી ગીતો ગાયાં. એથી અમે તો આશ્ચર્યચકિત થઈ ગયાં. અમિરાનના હિંદી ઉચ્ચારો પણ સારા હતા. આ બીજ સ્પર્ધામાં પણ અમિરાનનો પક્ષ જીતી ગયો. અમે એને પૂછ્યું કે આટલાં બધાં હિંદી ગીતો કેવી રીતે આવડ્યાં ?' એણે કહ્યું કે જ્યારે હિંદી ફિલ્મઅભિનેતા રાજ કપૂરે સોવિયેટ યુનિયનની મુલાકાત લીધી અને એનું 'આવારા'નું ગીત અમારામાં અત્યંત લોકપ્રિય થઈ ગયું ત્યારથી મારી જેમ ઘણાંને હિંદી ગીતોનો નાદ લાગ્યો છે. મને ભારત માટે ઘણું માન છે. હું હિંદી ગીતોની કેસેટો મેળવીને સાંભળ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy