SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન | તિબિલિસીમાં અમે જુદે જુદે સ્થળે ફર્યા. ત્યાર પછી બીજા દિવસે અમને વીસેક કિલોમીટર દૂર જૂની રાજધાની જોવા લઈ જવામાં આવ્યા. ડુંગરોમાંથી પસાર થતા એ રસ્તાની બંને બાજુનાં હરિયાળાં દશ્યો નયનને ભરી દે એવાં હતાં. આ રસ્તો જૂના વખતમાં કોકેસસ પર્વતમાળામાં લશ્કરની દષ્ટિએ બનાવવામાં આવ્યો હતો. એટલે આજે પણ એનું નામ ‘મિલિટરી હાઈવે' જ રહ્યું છે. જૂના તિબિલિસીમાં રાજમહેલ અને બીજા આવાસો અમને જોવા મળ્યા. ભૂતકાળની ભવ્યતાનો ખ્યાલ એ ભગ્નાવશેષો આપતા હતા. કેટલીક ઈમારતો હજુ અખંડિત હતી. તિબિલિસી પ્રાચીન સમયમાં એનાં દેવળો માટે પણ જાણીતું હતું. અહીં પંદરસો વર્ષ જૂના 'ઝિયોન' નામના દેવળના અવશેષો છે અને ચૌદસો વર્ષ જૂના સેટ ડેવિડ નામના દેવળના અવશેષો પણ છે. અહીં એક દેવળ ક્રૉસચર્ચ(Cross-Church)ના નામથી પણ ઓળખાય છે. એની કિંવદંતી એવી છે કે જ્યારે જ્યોર્જિયા બાજુ હજુ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર નહોતો થયો ત્યારે જ્યોર્જિયામાં ફકત એક જ મહિલા ઈશુ ખ્રિસ્તમાં દઢ શ્રદ્ધા ધરાવતી હતી. એ મહિલાના અવસાન પછી એના શબને જે જગ્યાએ દફનાવવામાં આવ્યું ત્યાં વખત જતાં એક વૃક્ષ ઊગ્યું હતું. એ વૃક્ષ ચમત્કારિક મનાવા લાગ્યું. પછી તો લોકોમાં એવી માન્યતા વહેતી થઈ કે એ વૃક્ષનો સ્પર્શ કરવાથી નવી શક્તિ મળે છે; રોગ થયો હોય તો તે પણ મટી જાય છે. આ રોગશામક વૃક્ષનો સ્પર્શ કરવા માટે ઘણા લોકો આવવા લાગ્યા. ઘણે દૂરથી જે લોકો આવી શકતા નહોતા તેઓ વૃક્ષની નાની ડાળખી મગાવતા. એમ કરતાં કરતાં કેટલાક લોકો ડાળખીને બદલે એમાંથી નાનો ક્રૉસ બનાવીને લઈ જવા લાગ્યા. આ રીતે એ વૃક્ષનું નામ ક્રૉસ વૃક્ષ (CrossTree) પડી ગયું. ત્યાં આવનારા લોકો માટે પછી એક દેવળ બંધાવવામાં આવ્યું. એ દેવળનું નામ પણ ‘Cross-Church પડી ગયું. વખત જતાં ત્યાં વૃક્ષ ન રહ્યું, પણ દેવળ તો રહ્યું. - આ બધા અવશેષોની મુલાકાત લીધા પછી અમે થોડે દૂર આવેલી એક ટેકરી પરના પ્રાચીન દેવળમાં ગયા. બહારથી જૂના લાગતા એ દેવળમાં અંદરની બધી રચના વ્યવસ્થિત રીતે સચવાયેલી હતી. અમે ગયા ત્યારે કેટલાક પાદરીઓ ત્યાં ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. દેવળમાં વીજળીના દીવા નહોતા, પણ મીણબત્તીઓની જ્યોતનો પ્રકાશ પથરાયેલો હતો. એથી વાતાવરણ પવિત્ર અને પ્રસન્નતાસભર બની ગયું હતું. વિધિ કરાવનાર ચારેક વૃદ્ધ પાદરીઓ સાથે વસબાવીસ વર્ષના યુવાન એવા બે પાદરીઓ પણ હતા. સોવિયેટ યુનિયનમાં દેવળ જીવંત હોય, તેમાં પાદરીઓ ધાર્મિક વિધિ કરતા હોય અને તેમાં યુવાનો પાદરી તરીકે જોડાયા હોય એ બધું આશ્ચર્ય પમાડે એવું ત્યારે લાગતું હતું, પરંતુ ધર્મના પુનરુત્થાનની એ નિશાની હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy