SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ તિબિલિસી છે. દારૂના વ્યવસાયને કારણે જ દ્રાક્ષના પ્રકાર અને ગુણવત્તાનો અહીં વિકાસ થયો છે. અમારા દેશમાં જાતજાતના દારૂ થાય છે. કેટલીક જાતના દારૂ ફક્ત જ્યોર્જિયામાં જ બને છે. મધપાનનો શોખ અમારા લોકોને ઘણો જ છે, પણ શરાબ પીને, વધુ પડતો નશો કરીને રસ્તામાં લથડિયાં ખાતા કે પીધેલી હાલતમાં પડેલા માણસો તમને જોવા નહિ મળે. અમારા લોકોની માન્યતા એવી છે કે જેમ બીજાને સિગારેટ આપવાથી દોસ્તી બંધાય છે, તેમ બીજાને દારૂ પિવડાવવાથી કે દારૂની બાટલી ભેટ આપવાથી મૈત્રી સ્થપાય છે. ત્યાર પછી અમને દારૂની જંગી વખારમાં લઈ જવાયા. ત્યાં વિવિધ પ્રકારના દારૂનાં મોટાં મોટાં પીપ જોવા મળ્યાં. અહીંથી ઘણો દારૂ વિદેશોમાં પણ જાય છે. જ્યોર્જિયાની આ એક મોટી લાક્ષણિક્તા અમને જોવા મળી. દારૂનું કેન્દ્ર જોઈ અમે આગળ ચાલ્યા. રસ્તામાં એક પૂતળું બતાવી ગાઈડે કહ્યું, આ જ્યોર્જિયન માતાનું પૂતળું છે. એના એક હાથમાં તલવાર છે અને બીજા હાથમાં દારૂનું પાત્ર છે. તલવાર દુમનો માટે છે અને દારૂ મિત્રો માટે છે. તલવાર યુદ્ધનું પ્રતીક છે અને દારૂ મૈત્રીનું પ્રતીક છે. અમારી જ્યોર્જિયન માતા પડોશી રાજ્યોને કહે છે કે જે તમે અમારી સાથે શત્રુતા રાખશો તો તમે અમારા ખગનો સ્વાદ ચાખશો અને જો તમે અમારી સાથે પ્રેમભરી મૈત્રી રાખશો તો તમને અમારી ઉત્તમ પ્રકારની કીમતી મદિરાનું પાન કરવા મળશે. - આ પૂતળું જોઈને દુનિયાની દરેક પ્રજા પોતાના વિશિષ્ટ પ્રાકૃતિક સંયોગો અને દિલની ભાવના અનુસાર કેવાં કેવાં પ્રતીકોની રચના કરે છે તેનો ખ્યાલ આવ્યો. પાછા ફરતાં અમારી બસ પ્રાણીબાગ પાસે ઊભી રહી, કેલિનાએ કહ્યું, ‘તિબિલિસીના આ પ્રાણીબાગમાં પહેલાં તો સાડાત્રણસો જેટલાં જુદાં જુદાં પ્રાણીઓ હતાં. હવે તો માંડ પચાસ જેટલાં પ્રાણીઓ પણ રહ્યાં નથી. એના નિભાવ માટે સરકાર પાસે એટલાં નાણાં હાલ નથી. તમારામાંથી જેઓને પ્રાણીબાગ જેવો હોય તે ઊતરી શકે છે. પોતપોતાની અનુકૂળતા પ્રમાણે જોઈને તેઓ હોટેલ પર આવી શકે છે. અહીંથી ચાલીને જઈ શકાય એટલા અંતરે હોટેલ આવી છે. જેઓને પ્રાણીબાગ ન જોવો હોય તેઓ બસમાં બેસી રહે. અમે તેઓને હોટેલ પર ઉતારી દઈશું.” અમે કેટલાક પ્રાણીબાગ જોવા ઊતર્યા. અત્યંત વિશાળ જગ્યામાં આવેલો પ્રાણીબાગ એના પ્રવેશદ્વાર આગળ જ નિસ્તેજ અને ઉજ્જડ લાગતો હતો. જ્યાં જ્યાં પ્રાણીઓ હતાં એવા થોડા વિસ્તારમાં અમે ફરી વળ્યા. એની ખાસ કોઈ વિશિષ્ટતા અમને જણાઈ નહિ. સ્થાનિક લોકો પણ આ પ્રાણીબાગ જેવા આવતા નથી એવી છાપ અમારા મન પર પડી. જે થોડા આવ્યા હતા તે પ્રાણીઓને જોવા માટે નહોતા આવ્યા. આ વિશાળ ઉધાનમાં સંતાઈને બેસવા માટે યુવયુવતીઓને સારી અનુકૂળતા મળતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy