SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન પાછી બેઠી થઈ ગઈ હતી. ઈ.સ. ૧૮૦૧માં જ્યોર્જિયાએ પડોશી રાજ્ય રશિયા સાથે મૈત્રી કરી લીધી હતી. ૧૯૧૭માં રશિયામાં ક્રાન્તિ થયા પછી સોવિયેટ યુનિયનની રચના થઈ અને એનો વિસ્તાર થયો, ત્યાર પછી ૧૯૩૬માં જ્યોર્જિયા સોવિયેટ યુનિયનમાં જોડાઈ ગયું હતું. સોવિયેટ યુનિયનનું વિસર્જન થતાં હવે જ્યોર્જિયા ફરી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે. તિબિલિસીનું જૂનું નામ તિફલિસ (Titlis) હતું. તિફલિસનો એક અર્થ થાય છે હૂંફાળું'. આ શહેરની આબોહવા પરથી એ નામ પડ્યું છે. અહીં ન સખત ઠંડી પડે અને ન સખત ગરમી પડે. કુરા નદીના કાંઠે વસેલું અને કોકેસસ પર્વતની ખીણમાં આવેલું આ શહેર નૈસર્ગિક રીતે પણ સંરક્ષણ પામેલું છે. આમ તો માત્ર તિબિલિસી જ નહિ, સમગ્ર જ્યોર્જિયાની આબોહવા ઘણી સરસ છે. એથી લોકોનું આરોગ્ય એકંદરે કુદરતી રીતે જ સારું રહે એવું છે. આ આરોગ્યસંવર્ધક આબોહવાને કારણે જ દુનિયામાં શતાયુ ભોગવતા સૌથી વધુ માણસો જ્યોર્જિયામાં જોવા મળે છે. એમ કહેવાય છે કે જ્યોર્જિયામાં દર એક લાખ માણસે પ૩ જેટલા માણસો ૧૦૦ વર્ષથી વધુ ઉમરના હોય છે. પંદર લાખની વસ્તી ધરાવતા તિબિલિસીમાં અમારો ઉતારો શહેરના મધ્ય ભાગમાં આવેલી હોટેલ આદયારા(Adjara)માં હતો. એ બહુમાળી હોટેલમાં પ્રવેશતાં જ એના કર્મચારીઓએ ઉમળકાથી અમારું સ્વાગત કર્યું. અમે સૌ પોતપોતાની રૂમમાં પહોંચી ગયાં. દરેક રૂમમાં એક બાજુની આખી દીવાલ કાચની હતી. ત્યાંથી સાવ નીચેનું દશ્ય પણ દેખાય અને દૂર દૂરનું દશ્ય પણ જોવા મળે, પરંતુ નવાઈ લાગે એવું દશ્ય તો એ હતું કે સમડી જેવાં સેંકડો કાળાં પક્ષીઓ સતત ઊડાઊડ કરતાં હતાં. અમને જાણવા મળ્યું કે એ સ્થળાંતર કરનારાં (Migrating) પક્ષીઓ હતાં. કેટલાક દિવસ પહેલાં એ આવ્યાં છે અને થોડા દિવસમાં ચાલ્યાં જશે. સ્થળાંતર કરનારાં પક્ષીઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ આખો દિવસ ઊડવાનો મહાવરો રાખતાં હોય છે. હોટેલમાં થોડો આરામ કરી અમે બસમાં નગરદર્શન માટે નીકળ્યા. અમારી ગાઈડ જ્યોર્જિયન યુવતી હતી. તે ઇંગ્લિશ સારું બોલતી હતી. એનું નામ હતું કેલિના. કેલિના અમને જ્યોર્જિયાનો ઈતિહાસ સમજાવતી ગઈ. નગરદર્શનના કાર્યક્રમમાં અમે યુનિવર્સિટી જોઈ, જ્યોર્જિયન સાયન્સ એકેડેમી જોઈ, મ્યુઝિયમ જોયું અને સ્ટેલિન પાર્ક જોયો. બપોરના ભોજન પછી અમને દારૂ બનાવનારા કારખાનામાં લઈ જવામાં આવ્યા. અમે ત્યાં પહોંચવા આવ્યા ત્યાં જ દારૂની તીવ્ર વાસ આવવા લાગી. કેલિનાએ કહ્યું કે ‘જ્યોર્જિયાની વિશિષ્ટતા એ છે કે દુનિયામાં જુદે જુદે સ્થળે મળીને હજારેક જાતની દ્રાક્ષ થાય છે એમાંની લગભગ પાંચસો જાતની દ્રાક્ષ ફક્ત અમારા જ્યોર્જિયામાં થાય છે. આટલી બધી જાતની દ્રાક્ષ દુનિયાના કોઈ પણ એક જ દેશમાં થતી નથી. દ્રાક્ષના ક્ષેત્રમાં પડેલા અમારા માણસો નવી નવી જાતની દ્રાક્ષ ઉગાડવાના પ્રયત્નો સતત કરતા જ રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy