SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન કરું છું. અલબત્ત, હું હિંદી શબ્દો સાંભળીને કંઠસ્થ કરી લઉં છું, પણ એના અર્થની મને બહુ ખબર નથી હોતી.’ રાતના લગભગ એક વાગ્યા સુધી મહેફિલ જામી. કેટલાક વેઇટરો હોટેલમાં જ રહેવાના હતા અને કેટલાક ઘરે જવાના હતા. જેવી જેની ફરજ તેવી તેની વ્યવસ્થા હતી. પ્રસન્ન વાતાવરણમાં ખિલખિલાટ સાથે અમે છૂટા પડ્યા. પ્રવાસીઓ વેઇટરો સાથે આટલા બધા ભળે અને વેઇટરોને પ્રવાસીઓ સાથે આટલી બધી આત્મીયતા થાય એવી ઘટના પ્રમાણમાં ઓછી બને છે. બીજે દિવસે સવારે અમારે નાસ્તો કરી તિબિલિસીની વિદાય લેવાની હતી. પોતપોતાનો સામાન તૈયાર કરી, તે બસમાં ગોઠવવા માટે અમે નોકરોને બોલાવ્યા, પણ તેમના ચહેરા પર પ્રસન્નતા નહોતી. જાણે પરાણે તેઓને કામ કરવું પડે છે એવું તેઓના હાવભાવ પરથી લાગ્યું. કાં તો રાતનો થાક હશે, કાં તો ઉપરીનો ઠપકો હશે, કાં તો કોઈની સાથે બોલાચાલી થઈ હશે કે ટિપની રકમ ઓછી પડી હશે એમ જુદા જુદા તર્ક અમારા મનમાં દોડ્યા. માણસનું મન કેટલું જલદી બદલાઈ જાય છે ! અમે નાસ્તો કરવા રેસ્ટોરાંમાં ગયા, પણ ત્યાં અમિરાંન જાણે અમને ઓળખતો ન હોય એવું એનું વર્તન લાગ્યું. અમે હસીને બોલાવવા પ્રયત્ન કરતા હતા, પણ સામે ઠંડો પ્રતિસાદ પડતો હતો. વેઇટ્રેસો પણ એટલી જ ગંભીર હતી. નાસ્તાની વાનગીઓ ટેબલ પર કશા પણ હાવભાવ વગર મૂકી જતી. અમારામાંથી કોઈક બોલ્યું, ‘આ લોકોને કંઈક વાંકું પડ્યું લાગે છે. આપણી શી ભૂલ થઈ છે તેની ખબર પડતી નથી.' ‘કોઈએ કોઈ યુવતીની છેડતી તો નથી કરી ને ?' બીજા એકે પ્રશ્ન કર્યો. ‘ના, નાચગાન વખતે એવું કશું જ બન્યું નથી. એવું થયું હોય તો તે જ વખતે એમના ચહેરાના રંગ બદલાઈ ગયા હોત,' બીજા કોઈકે ખુલાસો કર્યો. અમે હોટેલના કાઉન્ટર પર ગયા. ત્યાં ફરજ બજાવી રહેલાં યુવકયુવતીઓએ કશો જ આવકાર અમને આપ્યો નહિ. અમારાથી પુછાઈ ગયું, ‘તમે લોકો આટલાં બધાં ગંભીર કેમ છો ?’ પરંતુ એનો પણ કોઈએ જવાબ ન આપ્યો. નીચું મોઢું રાખીને બસ પોતપોતાનું કામ કરતાં રહ્યાં. જ્યારે એક વ્યક્તિનો ચહેરો ગંભીર કે અપ્રસન્ન હોય ત્યારે વ્યક્તિગત કારણ હોઈ શકે, પરંતુ જ્યારે ઘણાબધાનું વર્તન આવું હોય ત્યારે સામુદાયિક કારણ હોવું જોઈએ. અમને વહેમ પડ્યો કે કદાચ કોઈ શોકનો પ્રસંગ પણ હોઈ શકે, કારણ કે કેટલાકે કાળી ટાઈ પહેરી હતી, પરંતુ ખરું કારણ શું છે તે વિશે કોઈ બોલતું નહોતું. તિબિલિસીમાં અમારું આગમન ઉમળકાભર્યું હતું અને હવે અમારી વિદાય વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું. અમે હોટેલ છોડી બસમાં બેસવા જતા હતા ત્યાં અમિરાંન આવી પહોંચ્યો. એણે ધીમા સાદે કહ્યું, ‘માફ કરજો, આજે કોઈ તમારી સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy