SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વાઇકિંગના વારસદારો ૧e આશ્ચર્ય થશે, કારણ કે હું પંચોતેર વર્ષની વૃદ્ધ મહિલા છું. દુનિયામાં બધે તમને ગાઈડ તરીકે યુવક કે યુવતી જોવા મળશે. પરંતુ રક્ષાવિકની પરિસ્થિતિ જુદી છે. અહીં સાતઆઠ મહિના ખાસ કોઈ પ્રવાસી હોતા નથી, કારણ કે આ હિમપ્રદેશમાં અસહ્ય ઠંડીમાં ફરવા કોણ આવે? એટલે ગાઈડ તરીકેનું મારું કામ ત્રણચાર મહિના જ ચાલે, પણ પછી રજા. આટલા વખતમાં જ કમાણી કરી લેવાની, પછી ફરવાની મજા. મને સાહિત્ય, ઈતિહાસ વગેરેનો શોખ છે અને ઈગ્લિશ ભાષા આવડે છે. એટલે જ કામ કરું છું. મને એ ગમે પણ છે. અહીં સાત-આઠ મહિના તો ચારે બાજુ બરફના ઢગલા હોય. ત્રણેક મહિના તો સતત અંધારી રાતની સતુ. ઘડિયાળમાં જોઈને દિવસ-રાત ગણવાનાં, કામ વગર કોઈ બહાર ન નીકળે. ઘણા લોકો તો ઘરમાં જ બેસી ટી.વી. જુએ, પુસ્તક વાંચે, પાનાં રમે, ભરત-ગૂંથણ કે એવી કોઈક પ્રવૃત્તિ કરે. મને પંચોતેર વર્ષ થયાં છે, પણ હજુ હું સશક્ત છું. તમે જોશો કે તમારામાંનાં કેટલાંક કરતાં વધારે ઝડપથી ચાલી શકું છું. જરૂર પડે તો હું દોડી પણ શકું છું. અહીં આઈસલેન્ડમાં અમારા લોકોની નસોમાં વાઈકિંગ પ્રજાનું લોહી વહે છે. અમે ખડતલ છીએ. ગમે તેવી મુશ્કેલીમાંથી પણ અમે રસ્તો કાઢી લઈએ. અહીંના ભયંકર હવામાનથી અમે ટેવાઈ ગયાં છીએ. આઈસલેન્ડમાં રહેવું અને કુદરતથી ડરવું એ બે સાથે ન હોઈ શકે.' ગાઈડ જોનાએ ત્યાર પછી અમને આઈલસૅન્ડની ભાષાના કેટલાક શબ્દો કહ્યા : હું એટલે એગ; તમે એટલે પુ; અમે એટલે વિડ; તે એટલે હન્ન; હા એટલે લા; ઇંગ્લિશ એટલે એકુ આ બધામાં અમારા માટે મહત્ત્વનો શબ્દ હતો આભારનો. આભાર એટલે તાક' અથવા 'તા ફાયરિર'. કેન્ડિનેવિયાના વાઈકિંગ લોકોની ભાષા તથા ઈગ્લેન્ડ અને આયરલેન્ડની ભાષાના સંમિશ્રણ જેવી, સ્થાનિક અસરવાળી ભાષા તે આઈસલેન્ડની ભાષા. અમારી બસ હવે રેકયાવિક નગર છોડી બહાર આવી ગઈ હતી. જોનાએ કહ્યું, હવે બંને બાજ એકસરખો ખુલ્લો પ્રદેશ તમને જોવા મળશે. તે દરમિયાન હું તમને અમારા આઈસલેન્ડ વિશે થોડીક વાત કરું. યુરોપના દેશોમાં વસવાટની દષ્ટિએ આઈસલેન્ડ છેલ્લો વસેલો દેશ છે, કારણ કે યુરોપની વાયવ્ય દિશામાં ઘણે દૂર, ઉત્તર ધ્રુવના વર્તુળમાં આવેલો આ દેશ છે. યુરોપમાં ગ્રીક સંસ્કૃતિ અઢી હજાર વર્ષ કરતાં વધુ પ્રાચીન છે, પરંતુ આઈસલેન્ડનો ઈતિહાસ હજાર-બારસો વર્ષથી વધુ જૂનો નથી. તેમાં પણ આરંભના સૈકાનો ઇતિહાસ તો નહિ જેવો છે.' બારીની બહાર ખાસ કશું જોવાનું ન હતું. સાવ સપાટ ધરતી હતી. ચારે બાજુ એક વૃક્ષ કે વલી જોવા ન મળે. જ્યાં ઊભા હોઈએ ત્યાંથી ક્ષિતિજનું આખું વર્તુળ જેવા મળે. આઈસલેન્ડની ધરતી એટલે ઠરી ગયેલા જ્વાળામુખીઓની ધરતી. એની કાળી, ચોકલેટી કે ઘેરી પીળી માટી એટલે મહેસૂલની જેમ કાણાંવાળાં ચોસલાં જેવી કઠણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy