SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ નાઈલમાં નૌકાવિહાર ૨૧૧ એ છે કે તે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ વહે છે. વિશ્વની ઘણીખરી મોટી મોટી નદીઓ પૂર્વમાંથી પશ્ચિમમાં કે પશ્ચિમમાંથી પૂર્વમાં કે ઉત્તરમાંથી દક્ષિણમાં વહે છે. આફ્રિકામાં નાઈલ એક જ એવી મોટી નદી છે કે જે ઉત્તરાભિમુખ છે.” ગાઈડે વચ્ચે પ્રશ્ન કર્યો, ‘તમે હેરોડોટસનું નામ સાંભળ્યું છે ?' ‘હા, ગ્રીક ઈતિહાસકાર, અઢી હજાર વર્ષ પહેલાં જે થઈ ગયા તે ?' મેં કહ્યું. ‘બરાબર છે; એમણે કહ્યું છે કે મિસરની સંસ્કૃતિ એ તો નાઈલ નદીની દૈવી ભેટ છે. નાઈલ નદી ન હોય તો મિસરની સંસ્કૃતિ ન હોય. ભૂમધ્ય સમુદ્રમાં અમારા સામા કિનારે ગ્રીસ આવ્યું. જે સમયે ગ્રીસની સંસ્કૃતિ નાના બચ્ચા જેવડી હતી તે સમયે ઇજિપ્તની સંસ્કૃતિ પુખ્ત વયના માણસ જેવડી હતી, પરંતુ મહત્ત્વનો તફાવત એ છે કે લગભગ ચાર લાખ ચોરસ માઈલના ઈજિપ્તના વિસ્તારમાં માત્ર લગભગ પાંચ ટકા જેટલી જમીનમાં લોકો વસેલા છે અને બાકીના પંચાણું ટકા જમીન તે સહરાનું રણ છે. ઈજિમની લગભગ સાડાત્રણ કરોડ જેટલી જે વસ્તી છે તે મુખ્યત્વે આ નાઈલ નદીની આસપાસ વસેલી છે. ટાન્ઝાનિયા, યુગાન્ડા, ઇથિયોપિયા અને સુદાનમાં થઈને વહેતી આવતી નાઈલનો સૌથી વધુ લાભ ઈજિમને મળે છે. નાઈલને “નૂ (Blue) નાઈલ” કહેવામાં આવે છે પણ અહીં કેરોમાં તો તે ક્યાંય નૂ દેખાતી નથી ?' કોઈકે પ્રશ્ન કર્યો. ગાઈડે કહ્યું, ‘અહીં અમે એને નૂ કહેતા નથી. વસ્તુત: નૂ નાઈલ' અને “વ્હાઈટ નાઈલ’ એવાં બે નામ છે. વિકટોરિયા સરોવરમાંથી બહાર નીકળ્યા પછી નાઈલ બે પ્રવાહમાં વહેચાઈ જાય છે. આ બે જુદી જુદી નદીઓને ઓળખવા માટે જૂના વખતમાં લોકોએ એમનાં પાણીના રંગ પ્રમાણે નામ પાડ્યાં : “બ્યુનાઈલ’ અને ‘હાઈટ નાઈલ'. અમારી ભાષામાં બ્લ નાઈલને “બહાર-અલ-અઝરક' અને ‘વ્હાઈટ નાઈલને ‘બાર-અલ-બિયાબ' કહે છે. સુદાનમાં ખાર્તુન પછી બંને નદીઓનો સંગમ થાય છે અને પછી એક પ્રવાહરૂપે ઈજિપ્તમાં દાખલ થાય છે. વળી ‘આતબારા' નામની નદીનો એની સાથે સંગમ થયા પછી એનું કદ મોટું થાય છે. કુદરતની રચના કેવી છે તે જુઓ ! ઇજિમમાં ખાસ કંઈ વરસાદ પડતો નથી. વરસાદ પડે છે એબિસિનિયામાં, પણ એનો લાભ મળે છે ઈજિપ્તને, કારણ કે ઈજિત પાસે ઊંડી લાંબી ખીણ છે. એટલે આગળથી વહેતી નદી ખીણના નીચાણવાળા ભાગમાં વસે છે અને વૃદ્ધિ પામીને ભૂમધ્ય સમુદ્રને મળે છે.' ‘તમારી આ નદીનું મૂળ કયાં આવ્યું ?' ‘ચાર હજાર માઈલ કરતાં વધારે લાંબી નદી છે એટલે એનું મૂળ લગભગ એટલે દૂર તો હોવું જાઈએ. ઓગણીસમા સૈકા સુધી તો એ વિશે કોઈને કશી ખબર નહોતી. સ્પેક, લિવિંગ્ટન, મોર્ટન વગેરે યુરોપીય બહાદુર સાહસિક શોધફરીઓએ આ વિસ્તારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy