SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ નાઈલમાં નૌકાવિહાર નાઈલ નદીના બંને કાંઠે વસેલા ઈજિયના પાટનગર કેરો (સ્થાનિક લોકો કાહિરા' ઉચ્ચારે છે)માં રાતને વખતે ફરતા હોઈએ તો નદીમાં લાઈટનાં મોટાં મોટાં તોરણોથી શણગારેલી નૌકાઓને આમતેમ ફરતી અને પાણીમાં સુરેખ પ્રતિબિંબ પાડતી જોવાનો જુદો જ આનંદ છે. એથીય વિશેષ આનંદ તો છે એ નૌકામાં જાતે ફરવાને. ઈજિયનો પ્રવાસ જેમ પિરામિડ જોયા વગરનો અધૂરો ગણાય તેમ નાઈલના નૌકાવિહાર વિનાનો પણ અધૂરો જ ગણાય. કેટલાંક સ્થળોનો અદ્વિતીય અનુભવ જીવ્યા કરતાં જોયું ભલું જેવી કહેવતને યથાર્થ ઠરાવતો હોય છે. નાઈલ નદીનું સૌન્દર્ય પણ એવું જ છે. અમે કેટલાક મિત્રો ઈજિસના પ્રવાસે ગયા હતા ત્યારે કેરોમાં નાઈલમાં નૌકાવિહારનો કાર્યક્રમ પણ અમારે માટે ગોઠવાયો હતો. જેવું સ્થાન ભારતમાં ગંગામૈયાનું છે તેવું સ્થાન ઈજિમમાં (મિસરમાં) નાઈલમૈયાનું છે. ગંગા કરતાં નાઈલ લાંબી ઘણી, પણ પહોળાઈમાં અને પાણીના પ્રવાહમાં ગંગા ચડે. ભારતીય સંસ્કૃતિના પોષણ-સંવર્ધનમાં ગંગાનો ફાળો ઘણો મોટો છે, પણ ગંગા ઉપરાંત બીજી નદીઓનો હિસ્સો પણ છે, ત્યારે આફ્રિકામાં મિસરની સંસ્કૃતિના જન્મ અને વિકાસમાં એક માત્ર નાઈલને જ યશ મળે છે. નૌકાવિહારના કાર્યક્રમ માટે સાંજે હોટેલ પર તેડવા આવનાર ગાઈડે સવારે જ અમને સૂચના આપતાં ભારપૂર્વક કહ્યું હતું, “સાંજે પાંચ વાગ્યે બધાએ સમયસર લોન્જમાં તૈયાર રહેવું. બધાની ટિકિટ આવી ગઈ છે. આપણે જો વહેલા પહોંચીશું તો બેસવાની સારી જગ્યા મળશે. મોડું થશે તો પાછળ બેસવું પડશે. બહુ મોડું થશે અને નૌકા ઊપડી જશે તો આપણા પૈસા પાણીમાં જશે.' - પોતાને વાંકે બીજાનો કાર્યક્રમ ન બગડે એવી તકેદારી રાખી સૌ સમય કરતાં વહેલા લૉન્જમાં આવી ગયા હતા. ગાઈડ આવ્યો એટલે એની સાથે અમે સૌ બહાર નીકળ્યા. અલ ગેઝિરાહ- અલ વાસ્તા નામના વિસ્તારમાં ઊભે રાખેલી બસમાં અમે ગોઠવાયા. ગાઈડે કહ્યું, “આપણે સ્ટીમરના મથકે પહોંચીએ ત્યાં સુધીમાં હું તમને અમારી પવિત્ર નાઈલ નદી વિશે થોડીક માહિતી આપીશ. નાઈલ દેખાવે થોડી નાની લાગશે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આખી દુનિયાની તે લાંબામાં લાંબી નદી છે. તે આશરે ૪૧૬૦ માઈલ જેટલી લાંબી છે. લંબાઈ ઉપરાંત એની બીજી મહત્ત્વની ખાસિયત ૨૫o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy