________________
વહેલ-દર્શન
૨૦૯ ત્યાં સ્ટીમરે ગતિ ધીમી કરી નાખી. કેબિનમાં બેઠેલા, ઝોકાં ખાનારાઓને થયું કે ગ્લાઉસ્ટર આવ્યું કે શું ? ત્યાં કેપ્ટને બૂમ મારી, “હેલ ! વ્હેલ !'
બધાં ઊભાં થઈ ગયાં. કેબિનવાળા બહાર દોડી આવ્યા. કૅપ્ટને બતાવેલી દિશામાં દૂર બધાં તાકી રહ્યાં, પણ હેલ ક્યાંય દેખાતી નહોતી. હેલના ફુવારા સતત ઊડતા નથી. થોડી થોડી વારે તે ઊડે છે એટલે ધીરજ રાખવી રહી. ત્યાં એક વારો દેખાયો અને બધાંએ હર્ષનાદ કર્યો. પરાજય વિજયમાં પલટાઈ ગયો. કેમેરા અને દૂરબીન પાછાં સક્રિય બની ગયાં. સ્ટીમર ધીમે ધીમે એ બાજુ ખસવા લાગી. થોડી વારમાં તે વ્હેલોની નજીક આવી પહોંચી. ફુવારા અને પૂંછડી ગણતાં લાગ્યું કે અંદાજે સાત વ્હેલ હશે. મહાસાગરમાં સિસોટીભર્યા ફુવારા સાથે વહેલની ઉચ્છવાસ અને શ્વાસની ક્રિયા નજરે નિહાળવી એ પણ એક અનેરો અનુભવ છે. આ હેલો પ્રવાસીઓથી ટેવાઈ ગઈ હશે એવું લાગ્યું. એક વહેલ તો કૂદકો મારી અડધી પાણીની બહાર આવતી હતી. કંપબેક પ્રકારની, પચાસેક ફૂટની ભૂખરા કાળા રંગની આ હેલ હતી.
પ્રવાસીઓને સંતોષ થાય એટલી વાર સ્ટીમર ઊભી રહી. પછી એણે બંદર તરફ પ્રયાણ કર્યું. અમારા દિવસને એણે સફળ બનાવી દીધો.
બંદર પર ઊતર્યા પછી પ્રવાસીઓની ગાડીઓ પોતપોતાની દિશામાં ચાલવા લાગી.
સાચી હેલને મેં પહેલી વાર નજરોનજર જોઈ હતી ગુજરાતમાં મહી નદીના કિનારે મૃતાવસ્થામાં પડેલી અને આ બીજી વાર જોઈ તરતીફરતી, ફુવારા છોડતી અને ડૂબકી મારતી આ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં. બંને અનુભવો સ્મૃતિપટ પર એવા જ તાદશ રહેલા છે.
સાગરમાં તરતી વ્હેલ જોવાનું સદ્ભાગ્ય બધાને સાંપડતું નથી. વ્હેલના જળવિસ્તારમાં પહોંચવાની અનુકૂળતા, અનુકૂળ હવામાન અને અનુકૂળ સાધનો હોય તો વહેલ જોવા મળે. દુનિયામાં કરોડો માણસો વ્હેલના વિસ્તારોથી સેંકડો-હજારો માઈલ દૂર વસે છે. તેઓને તો ચિત્ર, ચલચિત્ર કે ટી.વી.માં જોવા મળતી વ્હેલથી સંતોષ માનવો રહ્યો. અનેકને તો એની ખબર પણ નહિ હોય અને રસ કે ઉત્સુક્તા પણ નહિ હોય. વાઘ, સિંહ, હાથી, ગેંડો, રીંછ, કાંગારૂ, મોર, પેંગ્વિન વગેરે કેટલાયે પશુપક્ષીઓ દુનિયાના અનેક પ્રાણીબાગોમાં અને વિવિધ માછલીઓ માછલીઘરોમાં પહોંચી ગયાં છે, પરંતુ હેલને તો જ્યાં હોય ત્યાં જઈને જોવી પડે છે. ભવિષ્યમાં અત્યંત વિશાળ બાંધેલાં સરોવરોમાં અનુકૂળ જળ, ખોરાક, હવામાન, ઉષ્ણતામાન વગેરેની તમામ વ્યવસ્થા કરીને આવતી કાલનો મનુષ્ય હેલને પણ દુનિયામાં બધે હરતીફરતી કરી દે તો નવાઈ નહિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org