SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન વ્હેલ વિશે ઘણી બધી વાતો સાંભળી. હવે વ્હેલ જોવાનો વખત થઈ ગયો હતો. કૅપ્ટને કહ્યું, ‘આપણને મળેલી માહિતી પ્રમાણે વ્હેલ હોવાના વિસ્તારમાં આપણે આવી પહોંચ્યા છીએ. વ્હેલ સતત ઘૂમતું પ્રાણી છે એટલે અહીં પાંચસાત માઈલના વિસ્તારમાં જ હશે. આપણી સ્ટીમર હવે મંદ ગતિએ ચાલશે. અમે અમારા શક્તિશાળી દૂરબીન વડે વ્હેલ શોધવાનો પ્રયાસ કરીશું, પરંતુ તમને પણ તમારા દૂરબીન વડે વ્હેલ દેખાય તો તરત અમારું ધ્યાન ખેંચશો. અમે બંદર સાથે રેડિયો સંપર્કમાં પણ છીએ.’ અમે વ્હેલદર્શન માટે ઉત્સુકતાથી સમુદ્રમાં દૂર દૂર સુધી નજર કરવા લાગ્યા. સ્ટીમર મોટો ચકરાવો લેવા લાગી. ફુવારો અને પૂંછડી એ બે વડે વ્હેલની ભાળ લાગવાની હતી. ગાઇડે કહ્યું, ‘ઉત્તર એટલાન્ટિક મહાસાગરના આ વિસ્તારમાં જુલાઈ-ઑગસ્ટમાં ઘણી વ્હેલ આવે છે એનું એક કારણ એ છે કે આ બે મહિના દરમિયાન સૂર્યનો તડકો પાણી ઉપર વધુ કલાક પડે છે. એથી પાણીની અંદર સેંકડો માઈલ સુધી અમુક પ્રકારની શેવાળ અને વનસ્પતિ થાય છે. એ વ્હેલને બહુ ભાવે છે. આ મિષ્ટાન્ન ભોજન માટે દર વર્ષે સેંકડો વ્હેલ આ મહાસાગરમાં ચક્કર મારી જાય છે.' ૨૦૮ સ્ટીમરે મંદ ગતિએ બીજો મોટો ચકરાવો લીધો પણ વ્હેલનાં દર્શન દુર્લભ હતાં. આંખો થાકવા લાગી, પણ ફુવારો ક્યાંય ઊડતો નહોતો. કૅપ્ટન, ગાઇડ અને ઘણાં પ્રવાસી પોતાની ડોક આમથી તેમ ફેરવતાં હતાં, પણ વ્હેલ જાણે આજે અમારાથી રિસાઈ ગઈ હોય એવું લાગ્યું. કૅપ્ટને જાહેર કર્યું, ‘આપણે કમનસીબ છીએ કે હજુ સુધી એક પણ વ્હેલ આપણને જોવા મળી નથી. હવે એક મોટું છેલ્લું ચક્કર મારીશું અને વ્હેલ જોવા નહિ મળે તો આપણે પાછા ફરવું પડશે. આનાથી વધારે સમય અમે રોકાઈ શકીએ એમ નથી. સંભવ છે કે વ્હેલે દિશા બદલી હોય.' - છેલ્લું રાઉન્ડ પૂરું થયું. બધાના ચહેરા પર નિરાશા ફરી વળી. કૅપ્ટને જાહેર કર્યું, ‘ક્ષમા કરજો, પણ હવે આપણે પાછાં ફરીએ છીએ. બે મહિનામાં જે ચારપાંચ કમનસીબ દિવસ હોય છે એમાંનો એક દિવસ તે આજનો છે. આ ઋતુનો આ પહેલો દિવસ છે. બંદર પર પહોંચીને કંપનીના નિયમ મુજબ તમારી કૂપન મેળવી લેશો.’ નિરાશ થઈને અમારી સ્ટીમર પાછી ફરવા લાગી. પ્રવાસીઓના ચહેરા ઉદાસીન થઈ ગયા. ઘરે જઈને બીજી વાર ગ્લાઉસ્ટર પાછા આવવું એના કરતાં દોઢ વાગ્યાની સફરમાં જોડાઈ જવું એવો અમે નિર્ણય કર્યો. બધાં પ્રવાસીઓ પોતપોતાના વર્તુળમાં બેસી ચાપાણી કે લંચ લેવા લાગ્યાં. સમુદ્રદર્શનમાં બીતકાઈ રસ રહ્યો નહોતો. તડકો પણ વધતો જતો હતો. ઘરેથી વહેલી સવારે નીકળેલાં કેટલાંક પ્રવાસીઓ પગ લંબાવી ખુરશીમાં બેઠાં બેઠાં ઝોકાં ખાવા લાગ્યા હતા. કોઈક કાર્યક્રમની અસફળ પૂર્ણાહુતિ પછીનું દૃશ્ય સર્જાયું હતું. કૅમેરા અને દૂરબીન નવરાં થઈ ગયાં હતાં. હારેલા સૈનિકની જેમ સ્ટીમર પીછેકૂચ કરી રહી હતી. લગભગ અડધો જલમાર્ગ કપાઈ જવા આવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy