SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ લેસ્ટરમાં અડધી રાતે ૩ તેવું લાગે. એક મિત્રને પૂછેલું કે બ્રિટનનાં બીજાં શહેરો છોડીને ગુજરાતીઓએ લેસ્ટર કેમ પસંદ કર્યું ? એનાં ઘણાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ એ હતું કે ત્યારે ઘરોની કિંમત અને ભાડાં બંને લેસ્ટરમાં ઓછાં હતાં. એટલે જેમને લંડન ન પોસાય તે લેસ્ટર જાય. વળી સગાંસંબંધીઓની પાસે પાસે રહેવાની ભાવનાને લીધે પણ એકની પાછળ બીજા ખેંચાતા ગયા. આરંભમાં તો ત્યાં મુખ્યત્વે મધ્યમ વર્ગના સાધારણ સ્થિતિના ગુજરાતીઓનું પ્રમાણ વધ્યું હતું, પણ પછી આપબળે તેઓ આગળ વધતા ગયા અને એની સાથે લેસ્ટરની રોનક વધતી ગઈ. દેવળથી થોડે છેટે આવેલા એક વિશાળ સંફલનાં એકસરખાં મકાનોમાંના એક મકાનમાં બીજે માળે એક ફ્લેટમાં અમને સંસ્થા તરફથી ઉતારો આપવામાં આવ્યો હતો. દરેક માળે સામસામે બે ફ્લૅટ હતા. અમારી સામેનો ફ્લૅટ સંસ્થાએ પોતાની ઑફિસ માટે રાખ્યો હતો. અમારા ખાલી ફ્લૅટમાં ફર્નિચર વસાવવાનું હતું અને રસોડું ચાલુ કરવાનું હતું. પહેલે દિવસે જ ફ્લૅટમાં દાખલ થઈ અમે અમારો સામાન ગોઠવતાં હતાં ત્યાં બારણે ટકોરા થયા (સંકુલમાં કોઈ ઘરે ઇલેક્ટ્રિક ઘંટડી આપવામાં આવી નહોતી). સંસ્થાના કોઈ કાર્યકર્તા આવ્યા હશે એમ માની બારણું ખોલ્યું તો એક વયોવૃદ્ધ અંગ્રેજ સજ્જનને જોયા. કડક અવાજે તેઓ બોલ્યા, ‘તમે અહીં રહેવા આવ્યા છો ?' ‘હા, જ.' ‘અમે તમારી નીચે રહીએ છીએ. તમે ઘરમાં ચાલો છો એનો નીચે ધબ ધબ અવાજ આવે છે. અમારાથી એ સહન થતો નથી.' ‘એ માટે અમે ખરેખર દિલગીર છીએ. અમને ખબર નહિ કે નીચે અવાજ આવતો હશે.’ ‘ઓહ, તમારા ફ્લેટમાં કારપેટ દેખાતી નથી. તરત કારપેટ નખાવો કે જેથી અવાજ આવે નહિ.' ‘અમે હજુ આજે જ આવ્યાં છીએ. ફ્લૅટમાં કશું જ નથી..ફ્રિજ, ફોન, ફર્નિચર, કારપેટ...અમે તરત બધું વસાવી લઈશું. તમને તક્લીફ પડી છે એ માટે ક્ષમા માગીએ છીએ.’ મિજાજી ચહેરે તેઓ નીચે ચાલ્યા ગયા. અમે સંસ્થાના મુખ્ય કાર્યકર્તાને વાત કરી. એક પછી એક વસ્તુઓના ઑર્ડર દેવાતા જશે એની ખાતરી તેમણે આપી. બીજે દિવસે ઘરમાં પલંગ, સોફા, ફ્રિજ અને ટી.વી. આવી ગયાં. રસોડું પણ ચાલુ થઈ ગયું. સાંજે જમીને અમે ટી.વી જોતાં બેઠાં હતાં ત્યાં બારણે ટકોરા પડ્યા. નીચેવાળા કાકા જ આવ્યા હતા. એમની આંખોમાં રોષ હતો. અમારા ફ્લેટમાં કારપેટ નહોતી આવી એ સાચું, પણ અમે સાચવીને ચાલતાં હતાં અને અડધા કલાકથી અમે કોઈ ચાલ્યાં નહોતાં. ટી.વી. જોતાં બેઠાં હતાં. કાકાએ કડક શબ્દોમાં કહ્યું, 'તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy