SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ટી.વી.નો અવાજ નીચે આવે છે. કાં તો તમે બારી બંધ કરો અને કાં તો ટી.વી. ઘીમું કરો, સમજ્યા ?' અમે બારી પણ બંધ કરી અને ટી.વી. પણ બંધ કર્યું. વૃદ્ધ અંગ્રેજના અસહિષ્ણુ સ્વભાવનો પરિચય થઈ ગયો. પાશ્ચાત્ય દેશોમાં કેટલાક લોકો મોટો અવાજ સાંભળવાને ટેવાયેલા નથી હોતા. એમની શ્રવણેન્દ્રિય પછી તો અત્યંત તીવ્ર અને સંવેદનશીલ બની જાય છે. એને લીધે સ્વભાવ પણ અસહિષ્ણુ થઈ જાય છે. તરત બીજાને ટોકવાની ટેવ પડી જાય છે. પોતાને કોઈની ગરજ પડશે નહિ અને કોઈને જરા પણ સાંખી લેવું નહિ એવી વૃત્તિ પ્રબળ થઈ જાય છે. આવાં કારણોથી જ એકલતાવાદી, અહંકેન્દ્રી જીવનશૈલી ઘડાય છે. દસબાર વર્ષથી બાજુબાજુમાં રહેતા હોય અને છતાં કોઈ એકબીજાના ઘરમાં ગયા ન હોય, અરે, નામ સુધ્ધાં જાણતા ન હોય એવી સ્થિતિ પણ ત્યાં જોવા મળશે. અમે ‘નીચેવાળા કાકા તરીકે જેમને ઓળખવાનું ચાલુ કર્યું હતું એમની આવી વર્તણૂકથી જૂની પેઢીનાં, ભારતીય જીવનપદ્ધતિથી ટેવાયેલાં મારાં સાસુને બહુ આશ્ચર્ય થયું. એમણે કહ્યું, વિદેશમાં રહેવા આવવું અને શરૂઆતમાં જ પડોશી સાથે અણબનાવ થાય એ કેમ પોસાય ? સાજેદ કે કંઈ મુલ્લી હોય તો પડોશી જ પહેલાં કામમાં આવે.” એ વાત સાચી, પણ અહીંના લોકોની પ્રકૃતિ જ જુદી, સરકાર એમને સાચવે. એટલે કોઈની ગરજ ન રહે. પહેલાં તો કાળા-ગોરાનો ભેદ પણ બહુ રહેતો. હવે એ ઘણો ઓછો થઈ ગયો છે એટલું સારું છે. નહિ તો આ ગોરા અંગ્રેજ લોકોની વચ્ચે આપણે રહી પણ ન શકીએ.” મેં કહ્યું. બીજે દિવસે ભકિત અને સત્સંગના કાર્યક્રમમાં અમે ગયાં નીચેવાળા કાકાની વાત કરી. કોઈક વૃદ્ધ લોકોના ચીડિયા સ્વભાવનો બચાવ કર્યો, તો કોઈકે કહ્યું, હું હોઉ તો આવા કચકચિયા માણસને બરાબર પાઠ ભણાવું. બીજે દિવસે ખાલી કરીને બીજે રહેવા ચાલ્યા જાય.' યુનિવર્સિટીમાં ભણતી એક યુવતીએ કહ્યું, ‘રમણભાઈ, એમ સાંભળી નહિ લેવાનું ! કાકાને કહી દો કે અવાજ સહન ન થતો હોય તો સ્વતંત્ર ઘરમાં રહેવા જાય, ફ્લેટમાં ન રહેવાય. તમે મને જે રજા આપો તો હું ડાન્સની મારી પ્રેક્ટિસ તમારા ફલૅટમાં આવીને કરું. કાકાને હું પહોંચી વળું અવી છું. કાકાને કાયદા આવડે છે તો મનેય કાયદા આવડે છે.” મેં મનોમન કહ્યું, “આપણે થોડા દિવસ રહેવું ત્યાં આવી વાતને ક્યાં વધારવી ? સાચવી લેવું.' ભક્તિ અને સત્સંગનો કાર્યક્રમ પૂરો થયો. એક કાર્યકર્તાએ જાહેરાત કરી : બધા હોદ્દેદારો રોકાય. આપણે ભંડાર ખોલી અંદરની રકમ ગણીને ઘરે લઈ જવાની છે, કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy