________________
લેસ્ટરમાં અડધી રાતે કે આ અઠવાડિયામાં બે વખત કોઈ ભંડાર ખોલીને રકમ ચોરી ગયું છે. હવેથી રોજેરોજ ભંડાર ખાલી કરી લેવાશે.'
આ જાહેરાત થતાં માંહોમાંહે વાતો થવા લાગી. હમણાં આ વિસ્તારમાં ચોરીના બનાવો વધતા જાય છે. કોઈકે પોતાના ઘરમાં આવેલા ચોરની વાત કરી. તો કોઈક લંડનમાં પોતાના સગાને ત્યાં થયેલી ચોરીની કહાણી માંડી. કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ તેની વાતો થઈ. રાતના બહાર ગયા હોઈએ તો ફોનનું રિસીવર નીચે મૂકી દેવું જોઈએ કે જેથી આપણા ઘરમાં કોઈ છે કે નહિ તે જાણવા ચોર આપણો નંબર મેળવીને ફોન કરે તે ‘એગજ' આવે અથવા ઘરમાં ટી.વી. કે ટેપરેકૉર્ડર મોટા અવાજે ચાલુ રાખીને બહાર જવું જોઈએ. નવા પ્રકારની ચોરીની પદ્ધતિઓ અને નવા પ્રકારના ઉપાયોનો વિચાર દરેક જમાનામાં થવાનો, કારણ કે ચોરીનું દૂષણ તો આદિકાળથી ચાલ્યું આવે છે. અહીં કેટલાંક ઘરોમાં ફોન ઉપરાંત એવું બટન નખાવવામાં આવે છે કે જે દબાવતાં પોલીસસ્ટેશનમાં સીધી ઘંટડી વાગે.
મારી પત્નીએ કહ્યું, “અમારા ફ્લેટમાં ફોન પણ નથી અને જુદું બટન પણ નથી, પણ અમને એની ચિંતા નથી, કારણ કે અમારી પાસે હોય શું તે લઈ જાય ?'
એવું ન માનશો, તારાબહેન ! અહીંના ચોર જાણે છે કે ઇન્ડિયનોના ઘરમાં કશું ન હોય તો પણ સ્ત્રીના શરીર પર થોડાં ઘરેણાં તો હોય જ.' એક બહેને સલાહ આપી.
આ વિસ્તારમાં દારૂની દુકાનો પણ છે અને ચોરીનું દૂષણ છે એ વાતે અમને થોડાં સાવધાન બનાવી દીધાં.
ચારેક દિવસ પછી અમે સાંજના એક કાર્યક્રમ માટે લંડન ગયાં હતાં. પાછા આવતાં રાતના સાડાબાર વાગી ગયા. એક કાર્યકર્તા અમને ફલૅટ પર મૂકી ગયા. અમે સૂવાની તૈયારી કરતાં હતાં ત્યાં બારણે ટકોરા પડ્યા. કોણ હશે અત્યારે અડધી રાતે ? બારણું ખોલ્યું તે નીચેવાળા કાકા જ હતા. આંખો ચોળતા ગુસ્સામાં કહેવા લાગ્યા, 'હજુ તમ કારપેટ નથી નખાવી ? અમારી ઊંઘ બગાડી. તમે તરત કારપેટ નહિ નખાવો તો મારે પોલીસને ફરિયાદ કરવી પડશે.'
અમે કાકાની માફી માગી બારણું બંધ કર્યું. વિચાર કર્યો કે આપણે કોઈ ધડ ધડ ચાલ્યાં નથી તો અવાજ નીચે ગયો કેવી રીતે? કદાચ કાકાને માનસિક ભ્રમ તો નહિ થયો હોય? પણ પછી યાદ આવ્યું કે એ અવાજ અમારાં પગલાંને નહોતો, પણ મૂકવા આવેલા કાર્યકર્તાનાં પગલાંનો હતો.
‘આ કાકા તો બહુ જબરા અને ચીકણા છે, પણ આપણે તકરાર નથી કરવી.' મારાં સાસુએ કહ્યું.
મેં એમને કહ્યું, 'હવે કાલે શાને માટે ફરિયાદ કરશે, તે ખબર છે ?' ના.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org