SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન આ તમે રસોઈ વખતે વઘાર કરો છો એ સહન થતો નથી એવી ફરિયાદ લઈને આવશે.' મેં મજાકમાં કહ્યું, સિવાય કે કાકા મારી મજાકને સાચી પાડે. “માણસ ગમે તેટલો જબરો હોય તો પણ એનામાં ભલાઈનો થોડો અંશ તો હોય જ. હું તો એમ કહું છું કે ભારતની જેમ કાકાના ઘર સાથે આપણે વાટકી. વ્યવહાર ચાલુ કરીએ તો ?' “એવું અહીં થાય નહિ. અહીંના લોકોને એ ગમે નહિ. આપણે ચાલુ કરીએ તોપણ એ વ્યવહાર એકતરફી જ રહે.' છતાં કરી જોવામાં શો વાંધો છે ? આપણું અપમાન કરશે, મારશે તો નહિને ?' ચર્ચાને અતિ નક્કી થયું કે આપણે એવો વ્યવહાર ચાલુ કરવો. અવળાને બદલે સવળા વિચારોમાં ચિત્ત પરોવાયું એટલે ઊંઘ પણ જલ્દી આવી ગઈ. બીજે દિવસે સવારે કાકાને બારણે મેં ટકોરો માર્યો. બારણું ખૂલ્યું. એ જ કડક લખી મુખાકૃતિ, ભાવવિહીન સ્વરે તેઓ બોલ્યા, કેમ, શું છે ?' હું આપને નિમંત્રણ આપવા આવ્યો છું. આજે સાંજે આપ બંને અમારા ઘરે જમવા પધારો.' 'જમવા ? પણ શા માટે ?' “બસ એમ જ, અમારી ઈચ્છા છે કે આપ અમારા ઘરે પધારો અને આપને જે અનુકૂળ લાગે તે અમારી ભારતીય વાનગીઓ ચાખો.' માફ કરજો. અમે એ રીતે કયાંય જતા નથી.” ‘તમે આવશો તો અમને આનંદ થશે. પ્રેમથી આપને નિમંત્રણ આપીએ છીએ.' ઘણી આનાકાની પછી, કાકીને પૂછીને કાકાએ છેવટે સંમતિ આપી. સમય નક્કી થયો. અમે નોતરા પછી તેડાની પ્રથા પણ અપનાવી. કાકાકાકીને આગ્રહ કરીને હું અમારા ફ્લેટમાં લઈ આવ્યો. જમવા બેઠાં. એમને લાપસી, ભજિયાં, પાપડ વગેરે વાનગીઓ ભાવી. બાફેલી શિંગ પણ બહુ ભાવી. અમે ભોજન પછી પાપડ વગેરેનું ભાથું પણ બંધાવ્યું. એમ કહેવાય છે કે ગમે તેવા જબરા માણસને પણ પેટથી જીતી શકાય છે. પેટમાં પડેલો અન્નનો દાણો કામ કર્યા વગર રહેતો નથી. કાકા સાથેની વાતચીત પરથી એટલું જાણવા મળ્યું કે તેઓ નિવૃત્ત સરકારી અમલદાર છે. ઘેરબેઠાં પાન આવે છે એટલે આજીવિકાની કોઈ ચિંતા નથી. બે દીકરાઓ છે. પરંતુ તેઓ જુદાં જુદાં શહેરોમાં પોતાના કુટુંબ સાથે રહે છે. એમની સાથે ખાસ સંપર્ક રહ્યો નથી; જરૂર પણ નથી. કામ હોય તો ન આવે એવું પણ નથી. કોઈને કોઈની જરૂર નથી એ અહીંની જીવનશૈલી છે. કાકા કાકી સાથે જરાક ઘરોબો થતાં એમની ફરિયાદો મટી ગઈ. હવે તો દાદરમાં મળે તો સામેથી સ્મિત ફરકાવે અને વાત કરવાની ઉત્સુકતા બતાવે. હજુ અમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy