________________
સહસ દ્વીપના પ્રદેશમાં
પ
આવડી મોટી જાગીર નધણિયાતી પડી રહી. કોઈ એનો વારસદાર પણ નહોતો. ઠેઠ ૧૯૭૭માં રાજ્યના સત્તાવાળાઓએ આ નદી ઉપર અમેરિકા અને કૅનેડાને જોડતો પુલ બાંધવાનો નિર્ણય કર્યો ત્યારે હાર્ટ આઇલૅન્ડ અને એની જાગીરની માલિકી પોતાને હસ્તક લઈ લીધી. અને એની મરામત કરાવી પ્રવાસીઓને નિહાળવા માટેનું એક સુંદર કેન્દ્ર બનાવ્યું.
કુદરતની લીલા કેવી અકળ છે !
અમારી સ્ટીમર આગળ ચાલતી હતી. ગાઇડ યુવતીએ કહ્યું, ‘હવે જમણી બાજુ નજર કરો. તમને લોરેન્સ નદીના કિનારે એક અત્યંત વિશાળ મનોહર બંગલો દેખાશે. વૃક્ષોની ઘટામાં એ કેવો સરસ શોભી રહ્યો છે ! તમને એમાં રહેવાનું ગમે ખરું ? સૌ કોઈએ એકી અવાજે કહ્યું, ‘આવા સરસ બંગલામાં રહેવાનું કોને ન ગમે ?'
ગાઇડે કહ્યું, ‘આ તો દૂરથી જોતાં ગમી જાય એવો મઝાનો બંગલો છે. પણ તમે અંદર જઇને જુઓ તો તમને ત્યાંથી ખસવાનું મન ન થાય એવો એ બંગલો છે. એ કોનો બંગલો છે તે હું પછી તમને કહું છું. પણ તે દરમિયાન ડાબી બાજુ દૂર એક નાના ટાપુ ઉપર એક મકાન જુઓ ! દેખાયું ?'
‘હા..’
‘એક શ્રીમંત પતિપત્નીએ પોતાને રહેવા માટે આ ઘર બંધાવેલાં. તમે મને કહેશો કે આમાં પહેલું ઘર કયું બંધાયું અને પછી કયું બંધાયું ?' ‘દેખીતું જ છે કે આ મદ્ભૂલી જેવું ઘર પહેલાં બંધાયું હશે અને પછી આ આલીશાન બંગલો બંધાયો હશે !'
‘ના, એમ નથી. પહેલાં આલીશાન બંગલો બંધાયો અને પછી મહૂલી બંધાઈ !' 'એમ ? એવું કરવાનું કંઈ કારણ ?'
ગાઇડે કહ્યું, ‘એની રસિક કથા છે. એમ કહેવાય છે કે ગયા સૈકામાં કોઈ એક અત્યંત ધનાઢ્ય વેપારી પોતાની પત્નીને લઈને હજાર ટાપુના આ વિસ્તારમાં ફરવા આવ્યો હતો. આ રમણીય પ્રદેશ જોઈને એની પત્ની તો ગાંડીઘેલી થઈ ગઈ. એને એવા ભાવ જાગ્યા કે બસ, હવે શેષ જીવન આ નદીની વચ્ચે કોઈ મઝાના ટાપુ ઉપર સરસ ઘર બંધાવીને તેમાં પસાર કરવું. ધનની તેઓને કોઈ કમી નહોતી. એણે તો હઠ લીધી કે, ‘બસ, આપણે હવે અહીં જ રહેવા આવીએ. સારામાં સારો ટાપુ ખરીદીને ત્યાં સારામાં સારું ઘર બંધાવી આપો.'
શ્રીમંત વેપારીએ સારામાં સારા નિષ્ણાત માણસો સાથે આવીને લોરેન્સ નદીના ૧૮૭૨ જેટલા બધા જ ટાપુઓનું બંગલો બાંધવાની દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું. પરંતુ એક પણ ટાપુ એને પસંદ પડ્યો નહિ. છેવટે એણે નિષ્ણાતોની સલાહ અનુસાર નદીના કિનારે એક ખડકાળ જગ્યામાં વિશાળ બંગલો બંધાવવાનું ચાલુ કર્યું. બંગલામાં જુદા જુદા ખંડો અને તેમાં કીમતી રાચરચીલું કરાવ્યું. બહાર તરવા માટેનો હોજ, ઘાસનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org