SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪ પાસપોર્ટની પાંખે -- ઉત્તરાલેખન પાણીમાં એક કિનારાથી બીજા કિનારા સુધી અમેરિકા અને કેનેડાની સરહદ પડે છે. અહીં પ્રવાસીઓ, માછીમારો વગેરે કોઈ પણ પ્રકારની રોકટોક વગર સરહદ ઓળંગી શકે છે. એટલા માટે જ સરહદી પુલનો રંગ સફેદ રાખ્યો છે, જે રંગ સુલેહ અને શાંતિના પ્રતીક જેવો છે. બીજો એક ટાપુ બતાવી ગાઈડ કહ્યું, “આ ટાપુનું નામ છે હાર્ટ આઈલેન્ડ. એમાં આવેલા વિશાળ કિલ્લા જેવી રચનાને બોલ્ટ કેસલ કહેવામાં આવે છે.' પછી અમને બધાને એ બોલ્ટ કેસલની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા. માણસ ધારે છે શું અને કુદરત કરે છે શું તેનો વિચાર આ બોલ્ટ કેસલનો ઈતિહાસ સાંભળીને આવ્યા વગર રહે નહિ. જ્યોર્જ બોલ્ટ નામનો એક કોયાધિપતિ પોતાની પત્ની લૂઈઝે(Louise)ને લઈને આ ટાપુઓ જોવા આવેલો. તેઓને આ રમણીય પ્રદેશનું એટલું બધું આકર્ષણ થયું કે પત્નીએ ઈચ્છા બતાવી કે અહીં એક સરસ ઘર કરાવી આપો કે જેથી વારંવાર આવીને અહીં રહી શકાય. બોલ્ટ પોતાની પત્નીને બહુ જ ચાહતો હતો અને એનો પડ્યો બોલ ઝીલવા હંમેશાં તત્પર રહેતો. પત્નીએ જેવી ઈચ્છા દર્શાવી કે તરત બોલ્ટે સારામાં સારો આર્કિટકટ રોકી, સારામાં સારો ટાપુ ખરીદી લઈને ત્યાં રાજમહેલ જેવો વિશાળ બંગલો બંધાવવાનું ચાલુ કર્યું. ૧૨૦ સુશોભિત ઓરડાવાળું સાત માળનું પોતાનું રહેવા માટેનું મકાન, થોડે દૂર મહેમાનો માટેનાં મકાનો, નોકરચાકર માટે મકાનો, પોતાની બોટના ખલાસીઓ માટે જુદું મકાન એવાં બીજાં અગિયાર મકાનો તથા વીજળી માટે પાવરહાઉસ જેવું જુદું તથા એક ટાવર જેવું મકાન, તરવાનો હોજ, ટેનિસ કોર્ટ, જુદા જુદા બગીચા કરાવ્યા તથા આથી જાગીરને ફરતે કિલ્લા જેવો ઊંચો કોટ કરાવ્યો. બોલ્ટને પોતાનાં પત્ની પ્રત્યેના પ્રેમના પ્રતીક તરીકે હૃદયની આકૃતિ બહુ ગમતી હતી. એણે બંગલામાં, દીવાલોમાં, છતમાં ઠેરઠેર હૃદયની આકૃતિ કોતરાવી તથા એવી ચિત્રાકૃતિઓ અને શિલ્પાકૃતિઓ પણ ખરીદીને જુદા જુદા ઓરડામાં ગોઠવાવી. બસોથી વધુ એવી હાર્ટની આકૃતિઓથી સભર એવી આ જગ્યા માટે એણે ટાપુનું નામ પણ હાર્ટ આઈલેન્ડ' (હૃદયદ્વીપ) રાખ્યું. ઈ.સ. ૧૯૦૦માં એણે આ બાંધકામ શરૂ કરાવ્યું. અઢી કરોડ ડૉલર જેવી જંગી રકમ તો ખર્ચાઈ ગઈ. બાંધકામને ત્રણ વર્ષ પૂરાં થઈ ગયાં. હવે થોડા મહિનાનું બાંધકામ બાકી હતું ત્યાં ૧૦૮ના જાન્યુઆરીમાં એની પત્ની લૂઈઝનું અવસાન થયું. બસ, ખેલ ખતમ ! બોલ્ટને ભારે આઘાત લાગ્યો. પત્નીની ચિરવિદાયથી એ ભગ્નહૃદય બની ગયો. બોલ્ટ કેસલનું એનું સ્વપ્ન જરાક માટે અધૂરું રહ્યું. હવે એનું કામ પૂરું કરાવવામાંથી એનો રસ ઊડી ગયો, તે એટલી હદ સુધી કે પછી એણે ક્યારેય ત્યાં પગ મૂક્યો નહિ. એટલું જ નહિ પણ એ જાગીરના માલિકીપણામાં પણ એને રસ રહ્યો નહિ. જાગીર એમ ને એમ ધણીધોરી વગરની પડી રહી અને દિવસે દિવસે બગડતી ગઈ. પત્નીના વિરહમાં થોડાં વર્ષે બોલ્ટનું પણ અવસાન થયું. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy