________________
૨૩૮
પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન બીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ ગ્લેશિયર પૉઈન્ટ જવાનો હતો. યોસેમિટી ખીણથી પચાસથી વધુ માઈલને તે જુદો જ રસ્તો હતો. ગ્લેશિયર પોઈન્ટ એટલે જ્યાં
ગ્લેશિયર છે તે જગ્યા નહિ, પણ જ્યાંથી સામે ગ્લેશિયર નિહાળી શકાય છે તે જગ્યા. વચ્ચે યોસેમિટીની મોટી ખીણ આવેલી છે. ગ્લેશિયર પૉઈન્ટ સાત હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. સાંકડા રસ્તે ઘાટમાંથી પસાર થતી, ઉપર ચડતી અમારી ગાડી પૉઈન્ટ પાસે પહોંચી ગઈ. અહીંથી સામેની પર્વતમાળા જોઈ શકાય છે. ખીણની ધાર પર ઊભા રહી જોવા માટે જુદા જુદા સ્થળે કરેલી વ્યવસ્થામાં પ્રવાસીઓની ભીડ સતત રહેતી હતી. ખીણ અને પર્વતમાળાનું દશ્ય ભવ્ય હતું. પર્વતમાળામાં કેટલાંક શિખર હિમાચ્છાદિત હતાં. ત્યાં સાતથી અગિયાર હજાર ફૂટની ઊંચાઈવાળાં પંદરેક શિખરો આવેલાં છે. એમાં બે શિખરો અત્યંત મશહુર છે. એક પૂર્ણ ઘુંમટ(Full Dome)ના આકારનું છે અને બીજું અર્ધ ઘુંમટ(Half Bome)ના આકારનું છે. આ અર્ધ ઘુંમટના આકારનું શિખર અત્યંત વિલક્ષણ શોભા ધારણ કરે છે. ભૂતકાળમાં કાં તો વીજળી પડવાને કારણે કે ધરતીકંપને કારણે કે અંદરથી દબાણ આવવાને કારણે કે અન્ય કોઈ કારણે ઘુમટના આકારનું શિખર વચ્ચેથી અડધું તૂટી ગયું છે. પરંતુ તૂટવાને કારણે જ એ શિખરની શોભા વધી છે. સવારના કે સાંજના રાતા સૂર્યપ્રકારોમાં જ્યારે એ શિખર રાતો રંગ ધારણ કરે છે ત્યારે તો એની અદ્વિતીય શોભા વૃદ્ધિ પામે છે. આવી લાક્ષણિક આકૃતિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. માટે તો યોસેમિટીના સત્તાવાર પ્રતીક તરીકે આ અર્ધ ઘુંમટ(Half Dome)ની આકૃતિ રાખવામાં આવી છે.
આ સ્થળેથી સામે અન્ય શિખરોમાં ટોપલી (Basket) આકારનું શિખર, પ્રતિધ્વનિ (Echo) શિખર, વાદળાંને આરામ (CLOUD REST) લેવા માટેનું શિખર વગેરે શિખરો જોવા મળે છે. તદુપરાંત યોસેમિટી ધોધ, નેવાડા ધોધ વગેરેનું ઉપરથી નીચે સુધીનું ઉમંગભર્યા ઉતરાણનું દશ્ય પ્રસન્નતાપ્રેરક બની રહે છે. યોસેમિટી ખીણનું, પાર્કિંગ વિસ્તારોમાં ઊભેલી, ઉપરથી રમકડાં જેવી લાગતી મોટરગાડીઓ સહિતનું વિહંગદર્શન, નીચે કરતાં ઉપરથી વધુ વિસ્તૃત અને સુરેખ બની રહે છે. ગ્લેશિયર પૉઈન્ટ ન જઈએ તો યોસેમિટીનો પૂરો ખ્યાલ ન આવે.
ગ્લેશિયર પૉઈન્ટ તથા અન્ય કેટલાંક સ્થળ જોઈ અમે પાછા મારિપોસાના અમારા મુકામે આવ્યા. હવે ત્રીજે દિવસે અમારો કાર્યક્રમ ટાયોગા ઘાટ જોવા જવાનો હતો. ત્યાં જવા માટે પણ હોટેલથી સોએક માઈલનું અંતર કાપવાનું હતું. નીચેથી આશરે દસ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચવાનું હતું. સાંકડો, વળાંકો લેતો સતત ચઢાણવાળો માર્ગ કાપતાં વાર લાગે જ, પણ ત્યાંની નિર્મળ, તાઝગીસભર હવા થાકને ઉતારી દે એવી હતી.
પાંચેક હજારની ઊંચાઈ પછી રસ્તાની બંને બાજુ કોઈ કોઈ સ્થળે બરફ દેખાવો ચાલુ થયો. અમને જાણવા મળ્યું હતું કે ટાયોગા ઘાટમાં રસ્તા પર જામેલો બરફ હજુ ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org