SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં ૨૬૧ લૂંટી લેતા. ઘરવખરી પણ ઉપાડી જતા. સ્ત્રીઓ પર બળાત્કાર કરતા. આનો ઉપાય શો કરવો ? લોકોએ સ્વરક્ષણનો રસ્તો શોધી કાઢ્યો. દરિયામાં ચાંચિયાનું વહાણ આવતું દેખાય એટલે નિયત કરેલો નિરીક્ષક જોરથી ઘંટ વગાડે. ખેતરોમાં અને અન્યત્ર કામ કરતા બધા માણસો તરત પોતપોતાના ઘરમાં ચડી જાય અને નિસરણીઓ ઘરની અંદર ખસેડી લેવાય. ચાંચિયાઓ આવે, આટલી ઊંચી દીવાલ ચડી ન શકે. તેઓ ફાવે નહિ એટલે નિરાશ થઈ ચાલ્યા જાય, કદાચ કોઈ તોફાન મચાવે તો ઉપરથી ધગધગતી વસ્તુઓ ફેંકાય. આ વાત સાંભળતાં લાગ્યું કે દરેક પ્રજામાં સ્વરક્ષણ માટે પોતાના વૈયક્તિક ઉપાયો શોધી કાઢવાની કુનેહ રહેલી છે. અમારી સ્ટીમર પોરોસ બંદરે પહોંચી. અમને એક કલાકનો સમય અપાયો. પોરોસ ટાપુની લાક્ષણિકતા એ છે કે તે તળ ભૂમિની સાવ નજીક આવેલો છે. દરિયાની સાવ સાંકડી પટ્ટી વચ્ચેથી પસાર થાય છે. આપણે સ્ટીમરમાં બેઠાં હોઈએ, બેધ્યાન હોઈએ અને કોઈએ કહ્યું ન હોય કે અહીં સાંકડી સામુદ્રધુની છે તો એવો ભ્રમ થાય કે આપણી સ્ટીમર રસ્તા પર તો નથી ચાલતી ને ? સામુદ્રધુનીની બંને બાજુ બે નાની નાની ટેકરીઓ પર નગર વસ્યાં છે. એકનું નામ પોરોસ અને બીજાનું નામ મેલાટા. ખેતી અને ઢોરઉછેર તેમનો મુખ્ય વ્યવસાય છે. લીંબુ, ઓલિવ વગેરેનાં વૃક્ષો અહીં સારાં થાય છે. અહીં મોટરકાર જેવાં વાહનો નથી. પગે ચાલીને જ બધે જવાનું.' કિનારા પરના રસ્તા પર લટાર મારી અમે પાછા સ્ટીમરમાં પહોંચી ગયા. હવે અમારી સ્ટીમરે એજિના ટાપુ તરફ પ્રયાણ કર્યું. ભોજનનો સમય થયો એટલે એ માટે સૂચના અપાઈ. જુદા જુદા જૂથના જુદા જુદા નંબર પ્રમાણે દરેકે ભોજન માટે જવાનું હતું. બધું એવું વ્યવસ્થિત કે વિલંબ થાય નહિ અને સર્વને સંતોષ થાય. ભોજન પછી જેઓને ઝોકું ખાવું હોય તેમને માટે એક ખંડમાં સોફા અને આરામખુરશીની સગવડ હતી. કેટલાકે એનો લાભ લેવો ચાલુ કર્યો. બીજાં કેટલાંક આમતેમ, ઉપરનીચે ફરતાં હતાં. ફોટોગ્રાફર જાગતાં અને ઊંઘતાં એવા ઘણાંને કેમેરામાં ઝડપી લેતો હતો. ભોજનના વિરામ પછી લોકસંગીત અને લોકનૃત્યનો કાર્યક્રમ શરૂ થયો. ઉપરની કેબિનમાં હોલની જેમ ખુરશીઓ ગોઠવાઈ ગઈ. તેમ છતાં કેટલાંકને ઊભા રહેવું પડ્યું. અમારામાંના કેટલાંકે અંદર જગ્યા મેળવી લીધી. મેં ઊભાં ઊભાં એમનાં સંગીતનૃત્યની લાક્ષણિકતાનો પરિચય કરી લીધો. બે ગીત સાંભળ્યા પછી હું બહાર આવ્યો. મારે માટે સમુદ્રદર્શન પણ એટલું જ આહલાદક હતું. એજિયન સમુદ્રની તડકાવાળી આબોહવા મને તો ભારતની આબોહવાને મળતી લાગી. પ્રાચીન સમયમાં આવી અનુકૂળ હવામાં જ જીવન સારી રીતે પાંગરી શકતું અને પ્રજાનો સાંસ્કૃતિક વિકાસ થતો. બહાર ડેક પર મારી જેમ બીજાં પણ કેટલાંક પ્રવાસીઓ બેઠાં હતાં. પાસે બેઠેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy