SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન ઈ.સ. પૂર્વે ૮૮ ની સાલમાં પોન્ટસ રાજ્યના રાજાએ મોટા સૈન્ય સાથે ડેલોસ પર ચડાઈ કરી. મંદિર ખંડિત થયું. સમૃદ્ધિ લૂંટાઈ. હજારો નાગરિકોની કતલ થઈ. ડેલોસ ટાપુ લોહીથી ખરડાયો. એની પવિત્રતા નષ્ટ થઈ ગઈ. ટાપુ ઉજ્જડ અને કંગાળ બની ગયો. ફરી ડેલોસ પોતાની અસલ સમૃદ્ધિ અને તેજ કયારેય પ્રાપ્ત ન કરી શક્યો.' ચડતી પડતીની વાત બીજા એક ટાપુ વિશે પણ કહેવામાં આવી. એનું નામ સિફનોસ (Sifnos). પ્રાચીન કાળમાં ત્યાં પ્રજા બહુ ગરીબ હતી. એવામાં એ બેટમાં કેટલીક સોનાની ખાણો મળી આવી. સોનું નીકળતાં લોકો જોતજોતામાં શ્રીમંત બની ગયા. તેઓ ધર્મશ્રદ્ધાળુ હતા. તેમણે નક્કી કર્યું કે ગ્રીસના તળપ્રદેશમાં ડેલ્ફીમાં આવેલા મંદિરમાં સોનાની કોઈ આકર્ષક વસ્તુ બનાવીને ભેટ ધરાવવી. એથી તેઓની સમૃદ્ધિ વધતી ગઈ. એક વખત તેઓ ડેલ્ફીના મંદિરમાં ભેટ ધરાવી સ્તુતિ કરતા હતા ત્યાં દેવવાણી થઈ, 'હે સિફનોસવાસીઓ ! આવતે વર્ષે તમે શાહમૃગના ઈંડા જેટલી મોટી અને સાવ સોનાની આકૃતિ મને ભેટ તરીકે ધરાવજો !” આ દેવવાણી સાંભળી સિફનોસવાસીઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને થયું કે દેવને પણ હવે સોનાનો લોભ લાગ્યો છે. બીજી બાજુ તેઓ પણ જાય તેવા નહોતા. તેઓએ માંહોમાંહે મળીને ખાનગી યુક્તિ કરી. તેઓએ ઈંડાના આકારનો આરસના પથ્થર ઘડાવ્યો. એના ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો. બીજે વર્ષે પર્વના દિવસે તેઓએ દેવને સોનાનું ઈંડું ભેટ ધરાવ્યું. એ વખતે ફરી દેવવાણી થઈ, હે સિફનોસવાસીઓ ! તમને લોભ વળગ્યો છે. તમે મારી સાથે છેતરપિંડી કરી છે. તમે પથ્થર પર સોનાનો ગિલેટ કરીને લાવ્યા છો એ હું જાણું છું. તમે મારી કસોટીમાંથી પાર ન પડી શક્યા. હું તમને શાપ આપું છું કે હવેથી તમારી સોનાની ખાણો ખલાસ થઈ જશે.' આથી સિફનોસવાસીઓ ગભરાઈ ગયા. બધા ભકતો વચ્ચે તેમની ઇજ્જત ગઈ. પછીથી બન્યું પણ બરાબર શાપ પ્રમાણે. સોનું નીકળતું બંધ થઈ ગયું. થોડા વખતમાં જ તેમની શ્રીમંતાઈ ઘટી ગઈ અને સિફનોસ ટાપુ કાયમને માટે ઝાંખો પડી ગયો. આ ટાપુઓની ભાતભાતની લાક્ષણિકતા હોય છે. અહીં એક ટાપુ એવો છે કે ત્યાંનાં મકાનોમાં દાખલ થવાનો દરવાજો નીચે નહિ પણ બે માળ જેટલે ઊંચે છે. મકાનની ભીંતો નક્કર, મજબૂત છે. મકાનમાં જવા માટે લાકડાની છૂટી નિસરણી રાખવામાં આવે છે. કોઈકને પ્રશ્ન થાય કે ઘરમાં જવા માટે આટલી ઊંચી નિસરણી શા માટે ? રોજેરોજ બહાર જવા-આવવામાં કેટલી બધી તકલીફ પડે ? વળી ઘરમાં દાખલ થવાનો દરવાજો પણ એટલો નાનો કે વાંકા વળ્યા વગર દાખલ ન થઈ શકાય. પણ ઘર બાંધનારાઓને લાગ્યું હશે કે આટલી તકલીફ ઉઠાવવી સારી. જૂના વખતમાં દરિયાઈ ચાંચિયાઓ જેમ મધ દરિયે વહાણો લૂંટી લેતા તેમ નાના ટાપુઓ પર જઈ લોકોને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy