SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં ૨૫૯ પગથિયાં કરવામાં આવ્યાં હોય. પથ્થરમાંથી ચૂનો મળે એટલે મકાનોને, દેવળોને ચૂનાથી રંગી શ્વેત રાખવાનું તેઓને વધુ ગમે છે. સમૃદ્ધિ વધે એટલે સ્પર્ધા, ઇર્ષ્યા, સંઘર્ષ વધે. આ ટાપુઓ પર વર્ચસ્વ મેળવવા, તેમની સમૃદ્ધિ લૂંટી લેવા ગ્રીસ, ઇટલી, તુર્કસ્તાન વગેરે વચ્ચે વખતોવખત યુદ્ધો થતાં રહ્યાં છે અને ઘણા લોકોનો સંહાર થયો છે. ટાપુઓનો ઇતિહાસ જેમ સુખદ છે તેમ કરુણ પણ છે. અમારી સ્ટીમર હવે હાઇડ્રા બંદરે પહોંચવા આવી. સૂચનાઓ અપાઈ. ઘડિયાળના ટકોરે બંદર પર સ્ટીમરને લાંગરવામાં આવી. પાંચ મિનિટ પણ આઘુંપાછું નહિ. ટાપુ પર ફરવા માટે એક કલાકનો સમય અપાયો. બે વિશાળ દરવાજા ખોલવામાં આવ્યા. કોણે કયા દરવાજામાંથી બહાર નીકળવાનું તે પણ સ્પષ્ટ. નીકળતી વખતે દરેકને પાસ અપાયા કે જેથી કોઈ ફાલતુ માણસો ઇરાદાપૂર્વક કે અજાણતાં ભૂલથી સ્ટીમરમાં ઘૂસી ન જાય. હાઇડ્રા માટે એક કલાકનો સમય ઓછો લાગ્યો. પરંતુ કિનારે એક જ મુખ્ય રસ્તા પર ફરવાનું હતું. સ્ટીમર આવે ત્યારે ભારે અવરજવર, પછી સૂમસામ. દુકાનોમાં શોખની, યાગીરીની ચીજવસ્તુઓ મળે. હાઇડ્રા ટાપુ ક્લાકારના ટાપુ તરીકે ઓળખાય છે. ટેકરીઓથી શોભતો આ રળિયામણો ટાપુ ચિત્રકારોને ગમી જાય એવો છે. કેટલાક ચિત્રકારો અહીં આવીને રહે છે. જૂના વખતમાં અહીં ઓછા લોકો વસતા, કારણ કે કયારેક દરિયાઈ પવન જોરદાર બની જાય છે; કોઈક વાર વાવાઝોડું પણ થાય છે. પરંતુ કેટલાક શ્રીમંત માણસોએ અહીં પાકાં મજબૂત મકાનો બાંધ્યાં છે, જેથી વાવાઝોડાંની બહુ ચિન્તા હવે રહી નથી. હવા ખાવાના એક સુંદર ટાપુ તરીકે તે વિખ્યાત છે. બધાં પ્રવાસીઓ સમય કરતાં વહેલા પાછા આવી ગયાં હતાં. ફરવાનું એટલું નહોતું અને સ્ટીમર ચૂકી જવાનું કોને પોસાય ? નિશ્ચિત સમયે સ્ટીમર ઊપડી પોરોસ ટાપુ તરફ. ફરી સૂચનાઓ ચાલુ થઇ. ફોટોગ્રાફર વ્યકિતગત અને સમૂહગત લાક્ષણિક મુદ્રાવાળા ફોટા પાડતો જતો હતો. એપોલોના ડેલોસ ટાપુ વિશે માહિતી આપતાં ગાઇડે કહ્યું, ‘એક કાળે ડેલોસમાં એપોલોનું ભવ્ય મંદિર હતું. એમાં એપોલોની વિશાળ મૂર્તિ હતી. ડેલોસ બહુ સમૃદ્ધ હતું, એની પવિત્રતા જાળવવા માટે આપણા માન્યામાં ન આવે એવો કાયદો પ્રાચીન કાળમાં થયો હતો. એ કાયદા પ્રમાણે ડેલોસને પ્રસૂતિ અને મૃત્યુ જેવી અશુચિમય ઘટનાથી અભડાવી શકાય નહિ. એટલે એ બે ઉપર ત્યાં પ્રતિબંધ હતો. સગર્ભા સ્ત્રીઓને અને મરણપથારીએ પડેલા વૃદ્ધોને વેળાસર ત્યાંથી ખસેડી બાજુના ટાપુ પર મોકલવામાં આવતાં. આવો વિચિત્ર કાયદો લોકો શ્રદ્ધાપૂર્વક પાળતા. અનેક શ્રીમંત માણસો મોંધી મોઘી ભેટ એપોલોને ધરાવવા માટે દૂર દૂરથી આવતા. એથી ડેલોસ ટાપુ બહુ શ્રીમંત બની ગયો હતો. પરંતુ એક પ્રદેશની સમૃદ્ધિ બીજાથી ખમાય નહિ. દાનત બગડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy