SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન વિદેશના પ્રવાસે તેઓ પહેલી વાર નીકળ્યા હતા. તેઓ પ્રકૃતિએ સ્વાર્થી હતા અને પૈસાની ગણતરીવાળા હતા. એટલે એમની સાથે ભળવા કોઈ રાજીખુશીથી તૈયાર થતું નહિ. મિસ્ટર સુંદરમ એમનું નામ હતું, પણ કેટલાક એમને બોલાવતી વખતે મજાકમાં ‘મિસ્ટર અસુંદર એવી રીતે બોલતા કે એમને ખબર ન પડે, પણ સમજનાર સમજી જાય. મિ. સુંદરમ્ બસમાં છેલ્લી બેઠક પર બેઠા હતા. સૂકા મેવાના બજારમાંથી તેઓ કશું ખરીદવા ઈચ્છતા નહોતા એટલે બસમાં જ બેસી રહ્યા હતા. પણ જેવી ખબર પડી કે એક ડૉલરના આઠને બદલે દસ રૂબલ મળે છે કે તરત એમણે દસ ડૉલરની નોટ રોશનને આપી રૂબલ મંગાવ્યા. રોશને બસમાંથી ઊતરી એ નોટ પેલા માણસને આપી. એ સો રૂબલની નોટો ગણતો હતો ત્યાં તો અચાનક ડૉલરની નોટ જમીન પર ફેંકી દઈને એ ભાગ્યો. એનો સાથીદાર પણ દોડી ગયો. રોશને ડૉલરની નોટ ઉપાડી લઈને બસમાં આવી સુંદરને પાછી આપી દીધી. રોશન બસમાંથી પાછી ઊતરવા જાય ત્યાં બે પોલીસે એને પકડી. બસના ડ્રાઈવરે ઉઝબેક ભાષામાં પોલીસે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. રોશને સુંદરનું નામ આપ્યું. સુંદરમ્ નામકર ગયા. રોશને એમના પર ગુસ્સો કર્યો, પણ હવે જવાબદારી રોશન પર આવી. અમે માર્કેટમાં જઈને પાછા આવ્યા ત્યારે બસની આસપાસ ટોળું જામી ગયું હતું. શી ઘટના બની છે તે તરત સમજાયું નહિ. ભાષાનો પ્રશ્ન પણ ખરો. બસમાં બેઠા પછી થોડોક ખ્યાલ આવ્યો. ગાઈડ મોમિને પોલીસોને એમની ઉઝબેક ભાષામાં સમજાવ્યા અને છેવટે અમારી બસ આગળના કાર્યક્રમો માટે ઊપડી. તે દિવસે રાત્રે નવ વાગે બે સોવિયેટ ગુપ્તચરો દુભાષિયાને લઈને અમારી હોટેલ પર આવ્યા હતા. રોશનને બોલાવવામાં આવી. નીચે લૉન્જમાં એક પારદર્શક કાચવાળી કેબિનમાં રોશનની પૂછપરછ થઈ રહી હતી. ઘીમે ઘીમે બધા પ્રવાસીઓમાં વાત પ્રસરી ગઈ. કોઈ કોઈ લૉન્જમાં આંટો મારી ચૂપચાપ જોઈ આવ્યા. દોઢેક કલાક પૂછપરછ ચાલી હશે. રોશન જોરજોરથી બોલતી હોય એમ લાગ્યું. ગુચરો નિવેદન લઈ વિદાય થયા. અમે કેટલાક મિત્રો શું થાય છે એની ઉત્સુકતાથી રાહ જોઈ લૉન્જના એક ખૂણામાં બેઠા હતા. રોશન ત્યાં આવી. એણે કહ્યું, “મેં ગુપ્તચરોને સ્પષ્ટ કહી દીધું કે અમે ટૂરિસ્ટ છીએ. તમારા દેશના કાયદાની અમને ખબર નથી. તમે તમારા માણસોને ખોટું કરતાં કેમ અટકાવતા નથી ? તમારી ફરજ છે એમને અટકાવવાની. અમને પરદેશીઓને શી ખબર પડે ?' કોઈ મોટો વિજય મેળવ્યો હોય એવો રુઆબ રોશનના ચહેરા પર જણાતો હતો. એણે કહ્યું, “મેં એ લોકોને એવા દબડાવ્યા કે બિચારા બોલી શું શકે ?' ડૉલર-રૂબલનું પ્રકરણ પતી ગયું એટલે અમે બધા નિશ્ચિત થઈને સૂતા. સવારે અમે સોવિયેટ યુનિયનના અન્ય નગરોના પ્રવાસે ઊપડી ગયા. દસેક દિવસનો પ્રવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy