SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ તારકંદમાં ૧૦૯ પૂરો કરી અને દિલ્હી જવા ફરી તાકંદ આવી એ જ હોટેલમાં ઊતર્યા. રાત્રે આરામ કરી સવારે ઍર ઇન્ડિયાનું વિમાન અમારે પકડવાનું હતું. અમે પોતપોતાની રૂમમાં પ્રવાસના અનુભવો વાગોળતા હતા. એટલામાં અમારા રૂમમાં ફોનની ઘંટડી વાગી. એક સહપ્રવાસીએ સમાચાર આપ્યા કે સોવિયેટ ગુપ્તચરો આવ્યા છે અને રોશન તથા મિ. સુંદરમને નીચે લઈ ગયા છે. અમને ચિંતાજનક આશ્ચર્ય થયું. જે વાત અમારે મન પતી ગઈ હતી એનો કેડો ગુપ્તચરોએ મૂક્યો નહોતો. અમારા પાછા ફરવાની તેઓ રાહ જોઈ રહ્યા હતા. અમે લૉન્જમાં આંટો મારવા ગયા. દૂરથી નજર કરી. રોશન ઢીલી હતી. સુંદરમ નીચું મોઢું કરીને બેસી રહ્યા હતા. કાઉન્ટર ઉપરથી અમને જાણવા મળ્યું કે જે બે ઉઝબેક માણસોએ ડૉલર-રૂબલનો સોદો કર્યો હતો તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેઓએ પોતે લીધેલા ડૉલરની કબૂલાત કરી લીધી હતી. આથી જે બે જણે અમારામાંથી રૂબલ લીધા હતા તેમના મનમાં ગભરાટ ચાલુ થયો. તેઓ આઘાપાછા થઈ ગયા. લગભગ બે કલાક પૂછપરછ ચાલી પણ કોઈને છોડવામાં આવ્યાં નહોતાં. થોડે દૂરથી નજર કરતાં જણાયું કે રોશન હવે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. સુંદરમ્ પણ સૂનમૂન થઈ ગયા હતા. ત્યાં વળી અમને સમાચાર મળ્યા કે એર ઈન્ડિયાના મેનેજરને બોલાવવામાં આવ્યા છે. આવતી કાલની અમારી સફર કદાચ રદ થાય. અમે સૌ ચિંતાતુર બની ગયા. ત્યાં તો તાત્કંદ ખાતેના ભારતના કૉન્સલ જનરલને પણ બોલાવવામાં આવ્યા. ગેરકાયદે ડૉલર વટાવવાની નાની વાતે ઘણું મોટું રૂપ પકડ્યું. અમે અનિશ્ચિતતાના વમળમાં ફસાયા. છેવટે કોન્સલ જનરલે ગુપ્તચરોને ખાતરી આપી, એર ઇન્ડિયાના મેનેજરે ભલામણ કરી, રોશન અને સુંદરમે લેખિત માફી આપી એટલે તેઓ બંનેને છોડવામાં આવ્યાં. જે બે ઉઝબેક નાગરિકોએ ડૉલર લઈ રૂબલ આપ્યા હતા તેમને તો સજા થશે જ, પણ અમારી ચિંતા ટળી. રડી રડીને રોશનનો ચહેરો સૂજી ગયો હતો. અમારી કોઈની સાથે વાત કરવા તે ઊભી ન રહી. રૂમમાં જઈને તે સૂઈ ગઈ, પણ આખી રાત એને ઊંઘ નથી આવી એમ સવારે જાણવા મળ્યું. સવારે સમય થતાં અમે સૌ પોતપોતાના સામાન સાથે લૉન્જમાં આવી ગયા. બસ આવતાં તેમાં ગોઠવાયા. ઍરપૉર્ટ આવીને બધી વિધિ પતાવી વિમાનની રાહ જોતાં બેઠા. હવે રોશનની જીભ ઊઘડી. પોતાની હૈયાવરાળ ઠાલવતાં તે બોલી, “સોવિયેટ યુનિયનના અધિકારીઓ તદ્દન નાલાયક છે. કાગનો વાઘ કર્યો. તેઓ બુદ્ધિના બેલ જેવા છે. એટલું સમજે નહિ કે હું તો એક ગાઈડ છું. મેં કંઈ થોડા રૂબલ ખરીદ્યા છે ? મારા જેવી એક મહિલાને સતાવતાં તેઓને જરા પણ શરમ નડી નહિ. મેં તો હવે પ્રતિજ્ઞા લીધી છે કે જિંદગીમાં બીજી વાર સોવિયેટ યુનિયનમાં પગ મૂકવો નહિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy