SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ તારકંદમાં ૧૦૭ તાન્કંદના નગરદર્શનના કાર્યક્રમમાં અમે પ્રાચીન કલાકૃતિઓનું સંગ્રહસ્થાન જોયું, ગ્રંથાલયો જોયાં, લેનિન સ્ફટ્વેરમાં અને ફ્રેન્ડશિપ સ્ફટ્વેરમાં કેટલાંક ઐતિહાસિક સ્થળો તથા સ્મારકો જોયાં, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમા જોઈ. સાંજે અમે એક રશિયન બેલે પણ જોઈ આવ્યા. કેટલાક ભૂગર્ભ રેલવેમાં પણ ફરી આવ્યા. જમીને અમે અમારી રૂમમાં બેઠા હતા. આખા દિવસનો થાક લાગ્યો હતો એટલે સૂવાની તૈયારી કરતા હતા. ત્યાં બારણા ઉપર ટકોરો પડ્યો. એક ભાઈ આવ્યા હતા. સાથે એક ભારતીય યુવાન પણ હતો. એ ભાઈએ કહ્યું, ‘આ ભાઈનો નીચે લોન્જમાં જ પરિચય થયો. તેઓ અહીં જ રહે છે. ઇન્ડિયાથી અહીં ભણવા આવ્યા છે. તેઓ મદદ કરી શકે એમ છે. અહીં બૅન્કમાં એક ડૉલરનો પૂરો એક રૂબલ (રશિયન ચલણ) પણ મળતો નથી. તેઓ આપણને એક ડૉલરના આઠ રૂબલ અપાવી શકે તેમ છે. બધી જવાબદારી એમની.' મેં કહ્યું, “મારો નિયમ છે કે આ રીતે ગેરકાયદે વિદેશી ચલણ ક્યારેય લેવું નહિ. એમાં પણ વિદેશમાં આવું સાહસ કરવાની સલાહ હું કોઈને ન આપું. પછી તો જેવી જેની મરજી.' અમે ના પાડી એટલે એ ભાઈ પેલા યુવાનને લઈને બીજા પ્રવાસીઓની રૂમમાં ગયા. કેટલાકે ડૉલર એ રીતે વટાવ્યા પણ ખરા. જ્યાંથી વધુ ધન મળતું હોય તે તરફ ખેંચાવાની વૃત્તિ મનુષ્યમાં સહજ રીતે પડેલી છે. બે દિવસ તાકંદ અને એની આસપાસના પ્રદેશ જોયા પછી ત્રીજે દિવસે સવારે અમને સૂકા મેવાની મારકેટમાં લઈ જવાનો કાર્યક્રમ હતો. આ બાજુના સૂકા પ્રદેશમાં સૂકો મેવો જાતજાતને થાય છે. મારકેટમાં વેપારીઓ જમીન પર મોટા મોટા ઢગલા પાથરીને બેઠા હોય. છાપાંના કાગળમાં પડીકાં બાંધીને આપે. ભાવ પણ બહુ સસ્તો. ગિરદીનો પાર નહિ. જોવા જેવું ગામઠી દશ્ય લાગે. અમારી બસ માર્કેટના નાકા પાસે ઊભી રહી. મોમિન અમને બધાને દોરી જવાનો હતો. અમે ઊતરતા હતા ત્યાં બે ઉઝબેકી માણસોએ ઈશારો કર્યો. એક ડૉલરના દસ રબલ તેઓ આપતા હતા. અમારા ગ્રુપમાંથી બે જણે ઝડપથી રૂબલ લીધા અને માર્કેટ તરફ ચાલ્યા. સોવિયેટ યુનિયન જેવા કડક રાષ્ટ્રમાં પણ માણસો વિદેશી ચલણનો ગેરકાયદે વેપાર કરે એ જોઈને અમને આશ્ચર્ય થયું. ધન મેળવવાની અદમ્ય વૃત્તિ માણસ પાસે કયારે ખોટું કામ કરાવશે તે કહી શકાય નહિ. જેમ જેમ આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધતો ગયો છે તેમ તેમ વિદેશી મુદ્રાનો સત્તાવાર અને બેકાનૂન વેપાર પણ વધતો ચાલ્યો છે. અમારા પ્રવાસી ગ્રુપમાં એક દક્ષિણ ભારતીય સજજન પણ હતા. તેઓ ખોટું અંગ્રેજી બોલતા અને તે બોલવાની એમની લઢણ પણ દક્ષિણ ભારતીય પ્રકારની હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy