SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન અમને ઍરપૉર્ટ પર લેવા આવનાર ઉઝબેક ગાઈડનું નામ હતું મુમિન અથવા મોમિન. પરિચિત લાગે એવું એ નામ હતું. તે મુસ્લિમ હતો. ઉઝબેકિસ્તાનની બધી વસ્તી મુસલમાન હતી. પણ સોવિયેટ યુનિયનમાં ધર્મને લગભગ તિલાંજલિ અપાઈ હતી તે અહીં ઉઝબેકિસ્તાનમાં પણ જોવા મળી. અમે બસમાં બેઠા. ૧૯૬૬ના ભારે વિનાશક ધરતીકંપ પછી ફરી વસેલા તાશ્કેદમાં રળિયામણા રસ્તાઓ પરથી પસાર થતી અમારી બસ હોટેલ પર આવી પહોંચી. હોટેલનું નામ પણ “ઉઝબેકિસ્તાન' હતું. તાશ્કેદની સૌથી મોટી હોટેલોમાંની તે એક હતી. તાન્કંદ શહેર ભારતવાસીઓમાં જેટલું જાણીતું છે એટલું દુનિયાના બીજા ઘણા દેશોમાં નહિ હોય. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં સોવિયેટ યુનિયનની મધ્યસ્થીથી ભારતે સુલેહ કરી હતી. સુલેહમંત્રણા માટેની બેઠક તાન્કંદમાં યોજાઈ હતી. ભારતના તે સમયના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી એમાં ભાગ લેવા તાશ્કેદ ગયા હતા. મંત્રણાને અંત, ભારત પાછા આવતાં પહેલાં, આગલી રાત્રે અકળ સંજોગોમાં એમનું અચાનક અવસાન થયું. લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુનો ભેદ સત્તાવાર રીતે ક્યારેય ઉકેલાયો નહિ. માત્ર અનુમાનો થયાં ક્ય. પરંતુ એ આઘાતજનક, ઘેરો શોક જન્માવનારી ઘટનાએ તાન્કંદને દુનિયાના નકશામાં જાણીતું કરી દીધું. તાન્કંદ વગોવાયું, પણ પોતાની અપકીર્તિનું સાટું વાળવા એણે પ્રયત્ન કર્યો. તાશ્કેદમાં એક સ્થળે લાલબહાદુર શાસ્ત્રીની અર્ધપ્રતિમા મૂકવામાં આવી છે અને એક રસ્તાને લાલબહાદુર શાસ્ત્રી સ્ટ્રીટ' એવું નામ આપવામાં આવ્યું છે. લાલબહાદુર શાસ્ત્રીની આ ઘટના આપણને ભારતવાસીઓને જેટલી સ્પર્શે તેટલી તાકંદવાસીઓને ન સ્પર્શે એ દેખીતું છે. એટલે જ ખુદ તાન્કંદના ઘણા રહેવાસીઓને આ પ્રતિમા કે સ્ટ્રીટ ક્યાં આવ્યાં છે તેની ખબર પણ નથી. આશરે પચીસ લાખની વસ્તી ધરાવતું તાશ્કેદ મધ્ય (Central) એશિયાનું મોટામાં મોટું શહેર છે. રણવિસ્તારમાં ચિરચિક નામની નાની નદી પાસે આવેલા ફળદ્રુપ પ્રદેશ (Oasis – રણદ્વીપ)માં ઠેઠ સાતમા સૈકાથી વસેલું તાશ્કેદ ઐતિહાસિક શહેર છે. કપાસ અને સૂકો મેવો એ એનું મુખ્ય ઉત્પાદન રહ્યું છે. વેપારી મથક તરીકે અને સંસ્કાર કેન્દ્ર તરીકે તાશ્કેદની ખ્યાતિ જૂના વખતથી એટલી બધી રહી છે કે આઠમા સૈકામાં આરબોએ ચડાઈ કરી એના ઉપર વર્ચસ્વ જમાવ્યું હતું. તેરમા સૈકામાં મોંગોલિયાથી આવીને ચંગેઝખાને એને જીતી લીધું હતું. ચૌદમા સૈકામાં તૈમુરલેને એનો કબજો લીધો હતો. ૧૮૬પમાં રશિયાએ એને પોતાનામાં ભેળવી દીધું હતું. આમ તાકંદ ઉપર પડોશી રાજ્યોનો ડોળો રહ્યા કર્યો એ એની મહત્તા દર્શાવે છે. પ્રાચીન સમયથી ઉઝબેક સંસ્કૃતિ અને સંસ્કારના કેન્દ્ર તરીકે ખ્યાતિ પામેલું તાત્કંદ વર્તમાન સમયમાં પણ કેળવણીના ક્ષેત્રે પ્રગતિશીલ નગરી ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy