SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ તાચલના પ્રદેશમાં ૨૪૭ અમને થયું કે અમિતાભે આ બીજું ઘર ક્યારે વસાવ્યું હશે ? આપણને કશી વાત પણ કરી નથી અને એવું બીજું ઘર વસાવવાની જરૂર પણ શી ? પણ અમેરિકાની વાત જુદી છે. આપણા ભારતમાં જો સંપન્ન લોકો હવા ખાવાના સ્થળે બીજું ઘર વસાવતા હોય તે અમેરિકામાં તો એથી પણ વધુ સહેલું છે. ત્યાં તો મનમાં વિચાર થતાં જ ઘર લેવા, વેચવા, બદલવાની બહુ સરળતા છે. એ માટે તરત લોન આપવા બેંક્વાળા જ વધુ ઉતાવળ કરતા હોય છે. કેટલાંક વર્ષ પહેલાં મારા એક વિદ્યાર્થીએ અમેરિકા જઈને વસવાટ ર્યો ત્યારે દિવાળી પ્રસંગે લખેલા કાર્ડની સાથે પોતાના નવા ઘરનો ફોટો મોકલાવ્યો હતો. ઘર બહુ જ સુંદર હતું. એની પ્રગતિ જોઈને હું પ્રસન્ન થયો હતો, પણ ઘરની કિંમત રૂપિયા પંદર લાખ લખેલી એથી મને આશ્ચર્ય થયું હતું કે એક વર્ષમાં પતિપત્નીનો પગાર બે લાખ જેટલો પણ નથી તો પંદર લાખના ઘરના માલિક કેવી રીતે થઈ ગયાં ? જરૂર કંઈક લૉટરી લાગી હરો. પછી મારા કૌતુકભર્યા પ્રશ્નના જવાબમાં એમણે લખેલું કે ઘર તો બેંકના પૈસે લીધેલું છે. વીસ વર્ષે હમ ભરાઈ જતાં તે પોતાની માલિકીનું થઈ જશે. અમેરિકામાં અનેક લોકોનાં ઘર આ રીતે બેંકના પૈસે વસતાં હોય છે. ત્યાં કાયદા એવા સરળ છે અને વ્યવહાર એટલો સીધો અને ઝડપી છે કે બેંકને કે ઘરધણીને બહુ ચિંતા હોતી નથી. માત્ર ઘર જ નહિ, બીજી અનેક વસ્તુઓ હસેથી મળી શકતી હોય છે. અમેરિકામાં રહેતા એક વડીલ કહેતા કે “અમેરિકાની કેટલીક રોનક તો આ ઉધારી પર છે. એના અર્થતંત્રમાં ઉધારીનું યોગદાન મોટું છે.” અલબત્ત, ત્યાં પરસ્પર વિશ્વાસ મોટો હોય છે અને કાયદાઓ એવા સીધા છે કે વિવાદ થાય તો તરત નિકાલ આવે. વ્હાઈટ માઉન્ટનનું ઘર આ રીતે જ લેવાયું હશે એમ અમે માન્યું. એકટનથી વ્હાઈટ માઉન્ટન લગભગ દોઢસો માઈલ દૂર છે. ત્યાં પહોંચતાં લગભગ સાડાત્રણ-ચાર કલાક થાય. બે રાત રોકાવાનું હતું એટલે એ પ્રમાણે કપડાં અમે લીધાં, પણ અમિતાભે કહ્યું, “ત્યાં વૉશિંગ મશીન પણ છે, એટલે વધારે પડતાં કપડાં લેશો નહિ. જરૂર પડે તો ધોઈ શકાશે.” શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે બે ગાડીમાં અમે નવ સભ્યોએ ઘરેથી નીકળી ઉત્તર દિશા તરફ જતો ૯૩ નંબરનો હાઈવે પકડ્યો. વચ્ચે આવતાં શહેરો કોન્કોર્ડ, પ્લીમથ, કેપ્ટન, ગુડસ્ટોક વગેરેને અડીને અમે આગળ વધ્યા. હાઈવેની ખાસિયત એ હોય છે કે શહેરોનાં નામ વાંચવા મળે, પણ શહેરો જોવા ન મળે. એ જેવાં હોય તો હાઈવે છોડવો પડે. ડુંગરાળ પ્રદેશમાં કરેલો સમથળ રસ્તો વળાંકો લેતો આગળ વધતો હતો. બંને બાજુ શિયાળામાં થીજેલાં વૃક્ષો હવે પ્રફુલ્લિત બની ગયાં હતાં. થોડે થોડે અંતરે ખળખળ વહેતાં ઝરણાં રસ્તાની આમન્યા રાખીને બાજુમાંથી આગળ વધતાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy