SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ક્વાઈ નદીના કિનારે વર્ષ ૧૯૭૭નું હતું. અમે કેટલાક મિત્રો થાઇલૅન્ડના પ્રવાસે ગયા હતા. ત્યારે એ દેશનો એટલો વિકાસ થયો નહોતો. થાઇલૅન્ડનું મૂળ પ્રાચીન નામ તે સિયામ. એક જમાનામાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રભાવ ઠેઠ સિયામથી પણ આગળ પહોંચ્યો હતો. સિયામનાં બૌદ્ધ મંદિરો જોતાં આ વાતની ખાતરી થયા વગર રહે નહિ. થાઈલૅન્ડના પાટનગર બેંગકોકમાં અમે હોટેલ ઇન્ટર-કોન્ટિનેન્ટલમાં ઊતર્યા હતા. અમે શહેરનાં જોવાલાયક સ્થળો ઉપરાંત પ્રાચીન નગરી અયુથ્યા (અયોધ્યા), પત્તયા, તરતી બજાર વગેરે જુદે જુદે સ્થળે ફરી લીધું હતું. હવે કયાં ફરવા જવું એનો વિચાર કરતા હતા ત્યાં અમારા ટૅકસી ડ્રાઇવરે પ્રસ્તાવ મૂક્યો કે ‘સર, ક્વાઈ નદીનો પુલ જોવો છે ?' અમારો ટૅકસી ડ્રાઇવર જ અમારો ભોમિયો હતો. તે મોટી ઉમરનો, ભલો અને ઘણી વાતોનો જાણકાર હતો. તે ઇંગ્લિશ બોલતો હતો, પણ ભાંગ્યુંતૂટ્યું. એના ઉચ્ચારો લાક્ષણિક થાઈ ઉચ્ચારો જેવા હતા. એની સાથે ઇંગ્લિશમાં થતી વાતચીતમાં વ્યાકરણની ભૂલો તરફ નજર ન કરીએ તો એના વક્તવ્યનું હાર્દ સમજાય એવું હતું. હાથમોઢાના ઇશારા પણ એમાં મદદરૂપ થતા. ક્વાઈ નદીનું નામ સાંભળતાં જ મેં પૂછ્યું, 'કઈ કવાઈ નદી ? પેલું બહુ સરસ ચલચિત્ર આવ્યું હતું - The Bridge on the River Kwai એ ક્યાઈ નદી ?' - ‘હા, એ જ ક્વાઈ નદી. એનું આખું નામ ‘કવાઈ યાઈ' છે. એ ચલચિત્રે અમારી ક્વાઈ નદી અને એના પર આવેલા રેલવે પુલને ખ્યાતનામ કરી દીધાં છે. નહિ તો આ નાની કવાઈ ની દુનિયાના કયા ખૂણામાં આવી છે તે કોણ જાણતું હોય ?' ‘ઓહ, તો તો એ સ્થળ જરૂર જોવું છે. એ પ્રખ્યાત ચલચિત્ર અમે જોયું હતું અને અમને તે બહુ જ ગમ્યું હતું.' ડ્રાઇવરની સાથે બધું ઠરાવી અમે બીજે દિવસે સવારે ક્વાઈ નદીના કિનારે જવા નીકળ્યા. ઈ.સ. ૧૯૫૫થી ૧૯૬૦ના ગાળામાં The Bridge on the River Kwai નામનું ચલચિત્ર મુંબઇમાં આવ્યું હતું. એની પટકથા, એનાં પાત્રો, એ પાત્રોનો પ્રભાવશાળી અભિનય, પ્રકૃતિનાં મનોહર દશ્યો, રોમાંચ ખડા કરે એવી તંગદિલીભરી ઘટનાઓ, સરસ ફોટોગ્રાફી એ બધાંને લીધે પંકાયેલું અને પારિતોષિકો મેળવનારું એ ચલચિત્ર બહુ ચાલ્યું ૧૮૮ Jain Education International For Private & Personal Use Only == www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy