SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તાકામસુ અને રિસુરિન પાર્ક ૧૦૩ હતો. નીચે ઊંડું પાણી હતું. એમાં ઘણી માછલીઓ દેખાતી હતી. કેટલાક છોકરાઓ પુલ ઉપરથી નીચે પાણીમાં માછલીઓ માટે ખાવાનું ફેંકતા હતા. એ જોવામાં અમે તલ્લીન થયા. એવામાં સાકાયોરીએ કહ્યું, 'ડૉ. શાહ, તમે અહીં ઊભા રહેજો, હું તરત જ આવું છું.' પાણીમાં ખાવાનો નાનો સરખો ટુકડો પડતાં ચારે બાજુથી એકસાથે ચાલીસ-પચાસ માછલીઓ કેવી ધસે છે અને કોઈ એક નસીબદાર માછલી એ ટુકડો પોતાના મોઢામાં લઈ લે છે અને આથી ભાગી જાય છે, એ દશ્ય જોવા જેવું હોય છે. ખાવાનું મેળવનાર માછલી પાસેથી પડાવી લેવા કોઈ માછલી પાછળ પડતી નથી. માછલીઓમાં અંદર અંદર કોઈ મારામારી થતી નથી. નિષ્ફળ થયેલી માછલીઓ ફરી પાછી આમતેમ ઘૂમવા લાગે છે. આ દશ્ય જોવામાં હું મશગૂલ બની ગયો હતો. મને વિચાર આવ્યો કે ખાવાનો એક ટુકડો પાણીમાં પડતાં પચાસ કે સોમાંથી એકાદ માછલ્લીને જ ખાવાનું મળે છે. પણ બીજી બાજુ આ માછલીઓને આખો દિવસ જ રોજેરોજ કેટલાય પ્રવાસીઓ ખવરાવતા હોય છે, એટલે માછલીઓને ભૂખે મરવાનો પ્રશ્ન તો રહેતો જ નથી. જ્યાં આવું ખાવાનું ન મળતું હોય ત્યાં પણ માથ્થીઓ પાણીમાંથી પોતાનો આહાર મેળવી લે છે. વસ્તુત: અહીં તો વધુ પડતું ખાવાથી માછલીઓ હૃષ્ટપુષ્ટ બનેલી દેખાતી હતી. ભારતમાં ગંગા અને બીજી નદીઓમાં કે સરોવરોમાં એવાં કેટલાંય પવિત્ર સ્થળો છે કે જ્યાં માછલીઓને ખવડાવવાનો રિવાજ છે. ત્યાં આવી જ હૃષ્ટપુષ્ટ માછલીઓ જોવા મળશે.) એવામાં સાકાયોરી એક કાગળની કોથળીમાં કશુંક લાવ્યા. તેમના ચહેરા ઉપર પ્રસન્નતા હતી. મારા હાથમાં તે પડીકું મૂક્યું અને કહ્યું, “ડૉ. શાહ, આ તમારા માટે છે.' મેં કોથળીમાં જોઈને કહ્યું, 'ઓહ! માછલીઓ માટેનાં આ બિસ્કિટ છે. ચાલો, આપણે ખવડાવીએ' એમ કહીને આંગળી જેટલા જાડા અને વેત જેટલા લાંબા સ્ટિકના પ્રકારનાં એ બિસ્કિટના ટુકડા કરીને મેં માછલીઓને માટે નાખવા માંડ્યા. સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ, તમે મારી વાત સમજ્યા નહિ. આ બિસ્કિટ હું માછલીઓ માટે નથી લાવ્યો, તમારા માટે લાવ્યો છું. માછલીઓ માટેનાં આ ચોખાનાં બિસ્કિટ છે, શુદ્ધ શાકાહારી છે. એટલે તમે ખાઈ શકશો. તમે ગઈ કાલ સાંજથી કશું ખાધું નથી, એટલે મને તમારી બહુ ચિંતા થતી હતી, પણ સદ્ભાગ્યે આ ચોખાનાં બિસ્કિટ મળી ગયાં એટલે હું રાજી થઈ ગયો.' મેં સાકાયોરીને કહ્યું, “મને શાકાહારી ખાવાનું નથી મળ્યું અને હું ભૂખ્યો છું એ સાચું, પરંતુ આ બિસ્કિટ વેચનારા ફેરિયાઓ તો માછલીઓ માટે તે વેચે છે. એટલે તે બિસ્કિટ ખાવાનું મને ગમશે નહિ. મારા ખાવાથી માછલીઓનો ખોરાક ઓછો થઈ જશે અને તેઓ ભૂખે ટળવળશે એવું નથી. પરંતુ આ બિસ્કિટ માછલીઓ માટે જ બનાવાય છે અને તેમને જ ખવડાવાય છે. એટલે હું એ ખાઉ એમાં મને ઔચિત્યભંગ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy