________________
૧૦૪
પાસપોર્ટની પાંખે -- ઉતરાલેખન એટલે ભલે હું ભૂખ્યો રહું, આટલા કલાક ભૂખ્યો છું તો થોડાક કલાક વધારે, પરંતુ આ બિસ્કિટ મારે ગળે ઊતરશે નહિ.”
અમે એ બિસ્કિટ માછલીઓને ખવડાવી દીધાં. બિસ્કિટના ટુકડા કરીને તે નાખવાનો અને પાણીમાં ચારે બાજુથી માછલીઓને ટુકડા તરફ ધસતી જોવાનો આનંદ અમે માણ્યો.
રિસુરિન પાર્ક જોઈને અમે હોટેલ ઉપર પાછા આવ્યા. સાકાયોરીએ પોતાનું ભોજન લીધું. મેં ચા પીધી. પછી ત્યાંથી સામાન લઈને તાકામસુના બંદરે પહોંચી અમે ઓસાકા જતી સ્ટીમર પકડી. નાના નાના ઘણાબધા ટાપુઓવાળી ખાડીમાંથી પસાર થતી સ્ટીમર ઓસાકા આવી પહોંચી. ઑસાકામાં એક હોટેલમાં અમે ઊતર્યા એટલે સાકાયોરીએ સૌથી પહેલું કામ મને એક રેસ્ટોરાંમાં લઈ જઈને શાકાહારી ભોજન કરાવવાનું કર્યું.
આમ આખી રાતના જાગરણ પછી ભૂખ્યા પેટે વિશાળ રિન્જરિન પાર્ક ધરાઈને જોવાનો મારો આનંદાનુભવ જુદા જ પ્રકારનો રહ્યો હતો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org