SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન ખૂણામાં બેસીને સ્તુતિ, જાપ વગેરે ચાલુ કર્યા. મને ઊંઘવા નથી મળતું એવો મને કોઈ સંતાપ કે થાક નહોતો. મારા મનમાં સાકાયોરી પ્રત્યે કોઈ ચીડ પણ નહોતી, બલકે સહાનુભૂતિ હતી. મારા માટે તો આ એક પ્રકારનો નવો જ અનુભવ હતો અને તે પણ એક રાતને માટે. સાકાયોરીને માટે તો આ જીવનભરનો રોગ હતો. અને એમનાં પત્નીને માટે તો આ કાયમનો ત્રાસ હતો. એમનો વિચાર કરતાં મને મારી તકલીફ કશી જ ન લાગી. પ્રસન્નતાપૂર્વક હું મારા ધ્યાનમાં અને જાપમાં લીન બની ગયો. રાત્રિ દરમિયાન સાત-આઠ વખત સાકાયોરીએ આ રીતે ઊંઘમાં બડબડાટ કર્યો હશે. વચ્ચે એકાદ વખત પથારીમાં બેઠા થઈને એમણે સિગરેટ પણ સળગાવી. એમણે જોયું કે હું એક ખૂણામાં ધ્યાનમાં બેઠો છું અને હું કશું બોલવાનો નથી. એટલે તેઓ તરત પાછા ઓઢીને સૂઈ ગયા. આમ કરતાં સવારના પાંચેક વાગવા આવ્યા હશે. હવે જો હું અડધો કલાક સૂઈ જઈશ તો તરત ઊંઘ આવી જશે એમ માનીને હું પથારીમાં પડ્યો અને થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. સાડા છ વાગે મારી આંખ ઊઘડી. તે દરમિયાન સાકાયોરીએ કંઈક બડબડાટ કર્યો હતો કે નહિ તેની મને ખબર પડી નહિ. તે વિશે સાકાયોરીને પુછાય પણ નહિ. પૂછીએ તો સાકાયોરી કેવી રીતે સાચો જવાબ આપી શકે ? પોતે ઊંઘમાં બડબડે છે એવું ભાન કયા માણસને બડબડતી વખતે હોઈ શકે ? સવાર થતાં જ સ્નાન વગેરેથી પરવારીને અમે રેસ્ટોરાંમાં ગયા. સાકાયોરીએ નાસ્તો કર્યો. મારા માટે તો લીંબુવાળી કાળી ચા સિવાય બીજું કશું ખપે તેવું ન હતું. મને એ જાતની ચા ભાવે છે એટલે તકલીફ નહોતી. પછી અમે ટેકસીમાં બેસી રિત્સુરિન પાર્કમાં પહોંચ્યા. રિત્સુરિન પાર્ક જાપાનનો એક ઘણો વિશાળ અને સુપ્રસિદ્ધ પાર્ક છે. જૂના વખતમાં એ વિસ્તારમાં રહેતા કોઈ એક મોટા ઉમરાવની ૧૩૪ એકર જેટલી જગ્યામાં મોટી વસાહત હતી. વખત જતાં આ વિશાળ જગ્યા સરકાર હસ્તક આવી અને સરકારે ત્યાં એક સરસ પાર્કનું આયોજન કર્યું. રિત્સુરિન પાર્ક એટલો મોટો અને સુંદર છે કે એ જોતાં ધરાઈએ નહિ. આખો પાર્ક બરાબર જોવા જઇએ તો થાકયા વગર રહીએ નહિ. આ પાર્કમાં જે મહત્ત્વની જુદી જુદી રચનાઓ કરવામાં આવી છે તે અમે નિહાળી. પાર્કમાં કેટલાંક વૃક્ષો તો બહુ ઊંચા, ઘટાદાર અને સૈકાઓ જૂનાં છે. ઠેકઠેકાણે રંગબેરંગી પુષ્પો ખીલેલાં હતાં. કેટલેક ઠેકાણે નાનાં તળાવ જેવી રચનાઓ પણ કરવામાં આવી હતી. ક્યાંક ક્યાંક પાણીમાં આડાઅવળા પથ્થરો ગોઠવીને કરેલી ઊંચી-નીચી અને વાંકી-ચૂંકી પગથી કલાત્મક છતાં નૈસર્ગિક લાગે એવી હતી. જાપાનીઓની ઉદ્યાનકલાની આ એક વિશિષ્ટતા છે. પાર્કમાં પણ કેટલેક સ્થળે પક્ષીઓનો કલરવ થતો હતો. નાનાં નાનાં હરણો છૂટાં ફરતાં હતાં. પાર્કમાં ફરતાં ફરતાં અમે એક સ્થળે આવ્યા. ત્યાં એક નાનોસરખો પુલ બનાવવામાં આવ્યો Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy