SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ તાકામત્સુ અને રિસુરિન પાર્ક ૧ ચાલુ રાખીશું. ધુમાડો તરત નીકળી જશે.' સાકાયોરીએ કહ્યું, 'સિગરેટની તો હું તમને બહુ તકલીફ નહિ આપું, પરંતુ જ્યારે હવે એક જ રૂમમાં સાથે રાત રહેવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે મારે મારી અંગત ખાસિયતનો ખુલાસો કરી દેવો જોઈએ. હું ઊંઘમાં મોટેથી ઘણો બડબડાટ કરું છું. એથી તમારી ઊંઘમાં ખલેલ તો પડશે જ.’ મેં વાતને હળવી બનાવવા કહ્યું, ‘તમે ભલે ઊંધમાં બોલો, પણ તમે જે જાપાની ભાષામાં બોલશો તે હું સમજી નહિ શકું. એટલે તમે જે કંઈ બોલ્યા હશો તે હું તમારી પત્નીને જણાવી દઇશ એવી કોઇ બીક રાખવાનો પ્રશ્ન રહેતો નથી.' સાકાયોરીએ કહ્યું, ‘એની મને ચિંતા નથી, કારણ કે હું જે બોલું છું તે મારી પત્ની પણ સમજી શકતી નથી. મારું બબડવાનું અસ્પષ્ટ હોય છે.’ મેં કહ્યું, ‘તમારી પત્નીને તમારું બોલેલું ન સમજાય એ તો જાણે સમજ્યા, પણ ઊંઘમાં બોલવાને કારણે તમારી પત્નીની ઊંઘમાં ખલેલ નથી પહોંચતી ?’ ‘પહોંચે જ છે’, સાકાયોરીએ કહ્યું, ‘જોકે હવે ઘણી ટેવાઈ ગઈ છે, પરંતુ કોઇ કોઇ વખત હું જ્યારે બહુ મોટેથી બડબડાટ કરતો હોઉ ત્યારે તે બીજી રૂમમાં જઈને સૂઈ જાય છે.' આખા દિવસના પ્રવાસથી અમે થાકેલા હતા. એટલે ઊંઘવાની તૈયારી કરી. રૂમમાં બે પલંગ બાજુબાજુમાં હતા. સૂતાં પહેલાં સાકાયોરીએ પોતાની વિચિત્ર આદત માટે ફરી એક વખત મારી ક્ષમા માગી. મેં કહ્યું, ‘આખી રાત મારે જાગવું પડે તોપણ મને વાંધો નથી. આખી રાત સતત જાગીને સળંગ ડ્યૂટી કરવાનો મને લશ્કરી કૅમ્પનો અનુભવ છે. વળી હું કોઈક વખત રાત્રે ઝેન(ધ્યાન)માં પણ બેસું છું. એટલે તમે મારી બિલકુલ ફિકર કરશો નહિ.’ સાકાયોરી થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. હું પણ પ્રાર્થના કરીને સૂઈ ગયો. ભૂખ્યા પેટે પણ મને તરત ઊંઘ આવી ગઈ. પરંતુ મારી એ ઊંધ વધારે સમય ટકી નહિ. રાતના અગિયારેક વાગ્યા હશે, ત્યાં તો સાકાયોરીએ ઊંઘમાં મોટેથી બડબડાટ ચાલુ કર્યો. એમનો અવાજ એટલો મોટો હતો કે બાજુમાં સૂનારની ઊંઘમાં અવશ્ય ખલેલ પડે. આ વાતની પહેલેથી જો ખબર ન હોય તો રૂમની અંદર અચાનક કોણ ઘૂસી ગયું છે અને શી ધમાલ થઈ રહી છે તે સમજાય નહિ. થોડી વારના બડબડાટ પછી સાકાયોરી શાંત થઈ ગયા. એમનાં નસકોરાં જોરથી બોલવા લાગ્યાં. મેં પથારીમાં પડ્યા પડ્યા ઊંઘ આણવાનો પ્રયત્ન કર્યો. રાત્રે ઊંઘ ન આવતી હોય તો ઘેટાં ગણવાની પદ્ધતિ જાણીતી છે, પણ મને તો ઘેટાં ગણવાને બદલે નવકારમંત્ર ગણવાની ટેવ છે. થોડો વખત એ રીતે નવકાર ગણ્યા ત્યાં ચિત્ત નિદ્રાધીન થયું. પણ ત્યાં તો સાકાયોરીનો બડબડાટ ફરી ચાલુ થયો. કોઈ કોઈ શબ્દો તો તારસ્વરે બોલાતા હતા. આવા સંજોગોમાં ઊંઘ આવવાની શકયતા હવે જણાતી નહોતી. મને થયું કે પથારીમાં જાગતા પડ્યા રહેવું એના કરતાં તો સ્તુતિ, જાપ, ધ્યાન વગેરે કરવાં તે વધુ યોગ્ય થશે. મેં ઊઠીને મારું આસન લઈને એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy