________________
'
પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન હાથ-મોં ધોઈ અમે તૈયાર થયા. સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ, આ નાના ગામમાં તમને શાકાહારી વાનગી મળવાની થોડીક મુશ્કેલી તો રહેશે જ.' મેં કહ્યું, ‘મને બહુ વાંધો નહિ આવે. જો ચા-દૂધ, બ્રેડ, ભાત અને ફળ વગેરેમાંથી જે કંઈ મળે તો એટલાથી મારે ચાલી રહેશે.' અમે હોટેલની રેસ્ટોરાંમાં ગયા. ચા મળતી હતી, પરંતુ તે દૂધવાળી નહોતી. દૂધ વગરની કાળી ચા (પાનમાં એવી ચા વધારે પિવાય છે અને એને કો ચા કહે છે) લીંબુ સાથે હતી. વેઇટરને પૂછતાં જાણવા મળ્યું કે રેસ્ટોરામાં બ્રેડ નથી, કોઈ ફળ નથી અને જે ભાત છે તે મને ખપે એવા નથી, કારણ કે તેમાં ઝીણી ઝીણી માછલી નાખેલી છે. સાકાયોરીએ મને કહ્યું, ‘આ રેસ્ટોરાંમાં તો તમારે લાયક કશું મળતું નથી. પરંતુ આપણે બહાર જઈને બીજે કયાંક તપાસ કરીએ.' અમે બજારમાં નીકળ્યા. દુકાનોવાળી મુખ્ય સ્ટ્રીટની અંદર ઘણે દૂર સુધી અમે આંટો માર્યો. કેટલીક દુકાનોમાં અને નાની રેસ્ટોરામાં પૂછપરછ કરી, પરંતુ કોઈ પણ ઠેકાણે બ્રેડ, ફળ કે બીજું કશું મારે લાયક ખાવાનું મળતું ન હતું. સાકાયોરીએ જાપાની પદ્ધતિની બીજી હોટેલોમાં ફોન કરીને પૂછ્યું, પરંતુ કોઈ પણ ઠેકાણે દૂધ સુધ્ધાં મળતું ન હતું. એકંદરે જાપાની લોકો ६६ લેવાને બહુ ટેવાયેલા નથી. દુધાળાં ઢોર પણ જાપાનમાં ખાસ નથી. એવી એક માન્યતા છે કે દૂધ પીનારી પ્રજાને હાથેપગે રુવાંટી થાય છે. જાપાની લોકોને એકંદરે હાથેપગે રુવાંટી હોતી નથી.
૧૦૦
અમે ઘણુબધે ઠેકાણે રખડીને આવ્યા, પણ મારે લાયક કશું ખાવાનું મળ્યું નહિ. કંઈ જરૂર નહિ પડે એમ સમજીને ઑસાકાથી કશું લીધું પણ નહોતું. રેસ્ટોરાંમાં સાકાયોરીએ પોતાનું ભોજન લીધું. મેં ફકત લીંબુવાળી ચા પીધી. સાકાયોરીને ઘણો અફ્સોસ થયો. મેં કહ્યું, ‘તમે મારી ફિકર કરશો નહિ. હું ભૂખ્યો રહેવાને ટેવાયેલો છું.’ સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ, ભૂખ્યા પેટે તમને ઊંધ કેમ આવશે ?’ મેં કહ્યું, ‘મને ભૂખ્યા પેટે પણ સારી ઊંઘ આવી જશે. અમે જૈન લોકો એનાથી ટેવાયેલા હોઇએ છીએ.’
સાકાયોરીએ જમી લીધું એટલે અમે અમારી રૂમમાં ગયા. આખા દિવસના પ્રવાસથી થાકેલા હતા. વળી બજારમાં અમે ખૂબ રખડ્યા હતા. એટલે પથારીમાં પડશું એવા ઊંઘી જઈશું એમ લાગતું હતું. સાકાયોરીએ કહ્યું, ‘ડૉ. શાહ જુદી રૂમ રાખવા માટેનો મારો આગ્રહ શા માટે છે તે તમે જાણો છો ?’ મેં કહ્યું, ‘નહાવા-ધોવામાં સગવડ રહે એટલા માટે જ હોય ને ?' સાકાયોરીએ કહ્યું, “એ તો ખરું, પણ ખાસ તો એ માટે કે મારે લીધે તમને અગવડ ન પડે એવી મારી ઇચ્છા હતી.’ મેં કહ્યું, ‘તમારા લીધે મને કશી જ અગવડ રહેવાની નથી. તમે સિગરેટ ધણી પીઓ છો એ હું જાણું છું અને એનો ધુમાડો મને ગમતો નથી એ તમે જાણો છો, પરંતુ રાત્રે સિગરેટ પીવાનો પ્રશ્ન જ ક્યાં છે ?' સાકાયોરીએ કહ્યું, ‘એટલે જ મારે ખુલાસો કરવો છે. રાતના પણ હું ત્રણચાર વખત ઊઠીને સિગરેટ પીઉં છું.' મેં કહ્યું, 'તેનો વાંધો નહિ. એક રાતનો સવાલ છે ને ? પંખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org