SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ હીપના પ્રદેશમાં ૨૯ ફિજી, ન્યૂઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, જાપાન જેવા પ્રત્યેક દેશના સમુદ્રકિનારામાં સેકડો ટાપુઓ આવેલા છે. સમુદ્રની વાત તો જાણે સમજાય એવી છે, પરંતુ દુનિયાની કોઈ નદીમાં સૌથી વધુ બેટ હોય તો તે અમેરિકા અને કેનેડાને જોડતી, કેનેડાના ઓન્ટેરિયો સરોવરમાં જઈને મળતી સેન્ટ લોરેન્સ નદીમાં છે. આરંભમાં આ પ્રદેશના શોધસીઓએ સામાન્ય અંદાજ એવો મૂક્યો હતો કે ઓછામાં ઓછા એક હજાર ટાપુ તો આ નદીના આટલા વિસ્તારમાં હશે ! એથી એનું નામ થાઉઝન્ડ આઈલેન્ડસ્ પડી ગયું. ભૌગોલિક દષ્ટિએ એટલો મોટો આંકડો ત્યારે આશ્ચર્યજનક લાગે એવો હતો. કોઈને સંશય થાય કે ખરેખર શું નદીના આટલા ઓછા વિસ્તારમાં તે કંઈ હજાર જેટલા બેટ હોઈ શકે ? પરંતુ આ જલવિસ્તારનું જ્યારે અધિકૃત સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં એક હજાર નહિ, પણ કુલ ૧૮૭૨ જેટલા બેટ નોંધાયા. તેમાં પણ એવી શરત રાખવામાં આવેલી કે જે બેટ ઉપર ઓછામાં ઓછું એક વૃક્ષ ઊગ્યું હોય તેની જ બેટ તરીકે આ ગણતરીમાં ગણના કરવી. નહિ તો આ સંખ્યા બે હજારથી પણ વધી જાય. જેના ઉપર પલાંઠી વાળીને બેસી પણ ન શકાય એવા નાનકડા બેટ પણ ત્યાં કેટલા બધા છે ! શાંત વહેલી લોરેન્સ નદીની રમ્યતામાં આ બધા બેટથી અભિવૃદ્ધિ થઈ છે એ તો ખરું, પણ વિવિધ રંગ ધારણ કરતું આકાશ, નાનામોટા બેટ ઉપરની અને કિનારાની વૃક્ષવનરાજ અને નિર્મળ જળમાં પડતું એનું પ્રતિબિંબ તથા શીતલ હવા અને શાંત વાતાવરણ–એ બધાંને કારણે પણ આ સમગ્ર પ્રદેશ બહુ જ રળિયામણો લાગે છે. શિયાળામાં તો આખી નદી થીજી જાય અને હિમવર્ષાને કારણે ચારેબાજુ જે શ્વેત નીરવ વાતાવરણ સર્જાય એ દશ્યની રમણીયતા તો વળી જુદી જ ! બે-અઢી સૈકા પૂર્વે કેટલાક માછીમારો આ વિસ્તારમાં આવીને છૂટાછવાયા વસેલા. એના કેટલાય વંશજો આજે પણ ત્યાં એ જ વ્યવસાય કરે છે. આ પ્રદેશના વિકાસની સાથે જુદા જુદા વ્યવસાયના લોકો પણ આવીને વસેલા છે. ઉનાળામાં ચારેક મહિના તો પ્રદેશ બહુ ધમધમતો લાગે છે. કેટલાય સહેલાણીઓ અહીં આવે છે. રાતના અગિયારબાર વાગ્યા સુધી બજારો, રેસ્ટોરાં વગેરે ખુલ્લાં હોય. ૧૯૯૨ના જુલાઈમાં અમે બોસ્ટનથી સિક્યુસ થઈને થાઉઝન્ડ આઇલૅસમાં ફરવા ગયા હતા. જેફરસન કાઉન્ટી નામના ઇલાકામાં રોચેસ્ટરથી આશરે સો માઈલ દૂર વૉટર ટાઉન થઈને એલેકઝાન્ડ્રિયા બે (Bay) અમે પહોંચ્યા. અહીંથી લોરેન્સ નદીમાં સહેલગાહ માટે સ્ટીમર ઊપડે છે. ટિકિટ લઈ અમે સ્ટીમરમાં બેઠા. તડકો હતો, પરંતુ ઠંડક હતી. એમાં પણ નદીના પાણીમાં સ્ટીમર ચાલી એટલે તો ઠંડા પવનના સુસવાટામાં શરીર ધ્રૂજવા લાગ્યું. તરત અમે વિશાળ પારદર્શક કાચવાળી કેબિનમાં ઘૂસી ગયા. ગાઈડ યુવતીએ સર્વ પ્રવાસીઓનું મધુર અવાજે લહેકાથી સ્વાગત કર્યું અને કહ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy