________________
30
પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન આખા દિવસની આ સફરમાં જાણવા જેવા ટાપુની પોતે માહિતી આપતી જશે અને જે જે ટાપુ ઉપર જોવા-ફરવાનું હશે ત્યાં તે લઈ જશે.
ગાઇડ યુવતી આ વિસ્તારની ભૌગોલિક અને ઐતિહાસિક માહિતી આપતી ગઈ. એક ટાપુ બતાવતાં એણે કહ્યું, ‘જમણી બાજુ હવે જે ટાપુ આવે છે તેનું નામ છે ‘મેપલ આઇલૅન્ડ.’ ત્યાં મેપલનાં ઘણાં વૃક્ષો હોવાથી એવું એનું નામ પડ્યું છે. આ ટાપુ જ્હોન પાઈન નામના ચાંચિયાની ઘટનાથી મશહૂર છે. ઈ.સ. ૧૮૬૫ની વાત છે. એક દિવસ એ ટાપુ ઉપરથી બહુ મોટો ધુમાડો નીકળવા લાગ્યો. એ જોઈને આ નદીના કિનારા ઉપર છૂટાછવાયા રહેતા કેટલાક માછીમાર લોકોને લાગ્યું કે ત્યાં મોટી આગ લાગી છે. માટે જીવ બચાવવા ત્યાં રહેતા લોકો કિનારા પર જરૂર દોડી આવશે. પરંતુ કોઈ જ આવ્યું નહિ. એથી તેઓને થયું કે કદાચ કોઈ બળી મર્યું હશે. તેઓને કુતૂહલ થયું. તેઓ ત્યાં પહોંચી ગયા. પરંતુ ત્યાં તો એક માણસનું ઘવાયેલું શબ પડ્યું હતું. અને ઘરને આગ લાગી હતી. વાતની ખબર પડતાં આસપાસના ઘણા માણસો ત્યાં એકત્ર થઈ ગયા. પોલીસ આવી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ શબ તો જાણીતા ચાંચિયા જ્હોન પાઈનનું છે. એ અહીં કેવી રીતે આવ્યો ? કોણે ખૂન કર્યું ? તપાસ કરતાં વધુ વિગતો બહાર આવી. જ્હોન પાઈન અને એના ટોળકીના સાથીદારોએ અબ્રાહમ લિંકનનું અને એના પ્રધાનમંડળના સભ્યોનું ખૂન કરવાનું કાવતરું કર્યું હતું. એ માટે કેટલાક રાજકારણીઓ તરફથી જહોન પાઈનને ઘણી મોટી રકમ આપવામાં આવી હતી. રકમ એણે પોતાના સાથીદારો સાથે વહેંચી લેવાની હતી. પરંતુ બહુ મોટી રકમ મળતાં જહોન પાઈનની દાનત બગડી. બીજી બાજુ લિંકનના ખૂનના કાવતરાની વાત ફૂટી ગઈ. પોલીસે જ્હોન પાઈનને પકડવા શોધ ચલાવી, પરંતુ એ રકમ લઈને તે ભાગીને આ વિસ્તારમાં સંતાવા માટે દોડી આવ્યો. તે આ મેપલ ટાપુની ગીચ ઝાડીમાં આવેલા એક ઘરમાં સંતાઈ ગયો. તે ભાગ્યે જ ઘરની બહાર નીકળતો. એક માછીમાર પાસેથી માછલાં લઈ પોતાનું ગુજરાન ચલાવતો. એમ કરતાં ઘણો સમય નીકળી ગયો. એના સાથીદારોએ કાવતરા માટે મળેલી રકમમાંથી પોતાનો હિસ્સો મેળવવા જ્હોન પાઈનની ઘણી શોધ કરી, પરંતુ તે મળ્યો નહિ. એમ શોધ કરતાં કરતાં તેઓ એક દિવસ આ ટાપુ પર તપાસ કરવા આવ્યા. જ્હોન પાઈનને પકડ્યો અને પોતાનો હિસ્સો માગ્યો. હોને હિસ્સો આપવાનો ઇન્કાર કર્યો એટલે ઝઘડો થયો. મારામારીમાં સાથીદારોએ એનું ખૂન કર્યું. એના ઘરમાંથી બધી રકમ મેળવી લીધી અને એ ઘરને આગ લગાડી તેઓ ભાગી ગયા. લિંકનના ખૂનના કાવતરાનું પરિણામ આવું કરુણ આવ્યું !
અમારી સ્ટીમર આગળ જતાં એક વિશાળ ટાપુ આવ્યો. એનું નામ ત્યાં ઊગેલાં ચેરીનાં વૃક્ષો ઉપરથી ‘ચેરી આઇલૅન્ડ’ પડેલું છે. આ ટાપુ ઉપર એક કોટ્યાધિપતિએ સરસ મઝાનો વિશાળ બંગલો બંધાવ્યો છે. એમાં ભાતભાતના ઘણા ઓરડા છે અને
Jain Education International
For Private & Personal Use Only
–
www.jainelibrary.org