SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સમરકંદ ઉઝબેકિસ્તાનનો પ્રવાસ કરીએ અને સમરકંદ ન જોઈએ તો આગ્રા જઈને તાજમહાલ જોયા વગર પાછા ફર્યા જેવું ગણાય. તાન્કંદ, સમરકંદ અને બુખારા (અથવા બોખોરો) એ ઉઝબેકિસ્તાનની ત્રણ પ્રાચીન નગરીઓ છે. એ ત્રણેમાં સમરકંદ સૌથી વધુ પ્રાચીન અને ઇતિહાસસભર છે. આ નગરીઓએ કાળના પ્રવાહમાં સુખ સમૃદ્ધિની છોળો ઊડતી જોઈ છે અને લોહીની નદીઓ પણ વહેતી જોઈ છે. સોવિયેટ યુનિયનમાં જ્યારે પ્રમુખ ગોબચેવ સત્તાસ્થાન પર હતા ત્યારે અમે સમરકંદના પ્રવાસે ગયા હતા. તાશ્કેદથી લગભગ પોણાત્રણસો કિલોમીટર દૂર આવેલી, આશરે ચાર લાખની વસ્તી ધરાવતી નગરી સમરકંદમાં ‘સમરકંદ' નામની હોટેલમાં અમે ઊતર્યા હતા. સમરકંદમાં નગરદર્શનના કાર્યક્રમ માટે અમે જોડાયા. બસમાં બેસી અમે ઊપડ્યા. અમારા ગાઈડનું નામ હતું શાખોબ. બસ ચાલી અને શાખોબે સમરકંદનો પરિચય આપ્યો. ઇતિહાસ ન જાણતા હોઈએ તો માની ન શકીએ કે સમરકંદ ત્રણ હજાર વર્ષથી વધુ પ્રાચીન નગરી છે. કેટલાંક વર્ષ પહેલાં આ જગ્યાએ ઉઝબેક પુરાતત્વ વિભાગ તરફથી જમીનમાં પંદરથી વીસ ફૂટ ઊંડે ખોદકામ કરવામાં આવતાં માનવહાડકાં, માટીનાં ઠીકરાં, ધાતુની ચીજવસ્તુઓ, ઘરેણાં અને તેમાં જડેલાં કીમતી નંગ, પથ્થરને ધારદાર બનાવી તેમાંથી બનાવેલાં ઓજારો વગેરે જે મળ્યાં તેમની વૈજ્ઞાનિક પદ્ધતિથી કાલગણના કરવામાં આવી છે. એ ઉપરથી જણાય છે કે સમરકંદ બારેક હજાર વર્ષ પહેલાંની પથ્થરયુગની નગરી હોવી જોઈએ. મધ્ય એશિયામાં રણવિસ્તારમાં આ જગ્યાએ નગર વસવાનું મુખ્ય કારણ તે એની ફળદ્રુપ જમીન છે. ઝારાવશા નદીના ખીણપ્રદેશમાં આવેલું આ સ્થળ વૃક્ષો અને ગીચ વનરાજિથી હરિયાળું છે. અહીં પાણીની છૂટ છે. ખેતીની અનુકૂળતા છે. ઘેટાં, હરણ, ઊંટ, ઘોડા વગેરે પશુઓ અને જાતજાતનાં પક્ષીઓથી આ પ્રદેશ સભર છે. પરંતુ એ બધાં ઉપરાંત ચારે બાજુ ટેકરીઓ આવેલી હોવાથી કુદરતે જ જાણે એને વિશાળ કિલ્લા જેવી રચના કરી આપી છે. એટલે પ્રાચીન કાળની લશ્કરી દષ્ટિએ પણ આ સુરક્ષિત સ્થળ છે. ભૂમધ્ય સમુદ્રથી ઠેઠ ચીન સુધી જતા કાચા ધોરી માર્ગને જોડતું સમરકંદ મધ્ય એશિયાનું સંગમસ્થાન મનાતું હતું. સમરકંદનો એક અર્થ થાય છે મિલનસ્થાન. એનું ૧૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy