________________
કવાઈ નદીના કિનારે
૧૯૫ પુલ શોધી કાઢવો જોઈએ. કવાઈ નદીના પુલ પર કંઈ છાપ મારી છે ? એવી જગ્યા શોધતાં શોધતાં શ્રીલંકામાં એ મળી આવી. એટલે જંગલ વગેરેનાં કેટલાંક દશ્યો અહીંનાં લીધાં અને નદી, પુલ, ટ્રેન વગેરેનાં દશ્યો શ્રીલંકામાં જઈને લીધાં. એ બંનેનું સંયોજન કરીને ચલચિત્ર બનાવ્યું.'
“ખરેખર ? આ તો ન માન્યામાં આવે એવી વાત છે.”
પણ એ તદ્દન સાચી વાત છે. "TheBridge on the RiverKwai ચલચિત્રમાં બતાવાતી નદી તે કવાઈ નદી નથી અને જે પુલ બતાવાય છે તે પુલ પણ કરાઈ નદી પરનો નથી. વાઈ નદીના પુલ ઉપર ચાલતાં તમને જે શંકા થઈ હતી કે પુલ ચલચિત્રમાં દેખાય છે એટલો ઊંચો અને મોટો નથી તથા નદીમાં પાણી બહુ નથી તે શંકા સાચી હતી.”
સાચે જ મહાન કલાકારો કલ્પનાને એવું વાસ્તવિકતાનું સ્વરૂપ આપી શકે છે કે તે પ્રતીતિકર લાગ્યા વગર રહે નહિ' મેં કહ્યું.
ડ્રાઈવરે કહ્યું, “સાચો ઐતિહાસિક પુલ અને કાલ્પનિક ચલચિત્ર એ બંને જેમણે જોયાં હોય તેમને જ આ વાત તરત સમજાય એવી છે. અમને લોકોને તો એની ખબર છે જ, પરંતુ પ્રવાસીઓ આગળ પહેલેથી અમે આ સ્પષ્ટતા કરતા નથી.'
અમારી ટકસી બેંગકોક પાસે આવી ત્યારે અંધારું થવા લાગ્યું હતું.
[થાઈ સરકારે આ રેલવે પુલના સ્થળને હવે પર્યટન-કેન્દ્ર તરીકે વિકસાવ્યું છે અને ત્યાં ધ્વનિ પ્રકાશના કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org