SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ખાતાં આવડી ગયું છે. એક વખત એક મહેમાન આવ્યા હતા. અને એ વખતે લીચીની સીઝન હતી. અમે રામુની પ્લેટમાં લીચી મૂકી તો એણે ફોતરાં ઉખાડી લીચી ખાધી. ઠળિયા તથા ફોતરાં પ્લેટમાં એવી રીતે મૂકતો જાય કે જરા પણ કશું બગડે નહિ. રામુને લીચી ખાતો જોઈને મહેમાન આશ્ચર્યચકિત થઈ ગયા હતા.' ‘રોજનો એનો ખોરાક શું ?' અમે ખાઈએ તે જ, દાળ, રોટી, ચાવલ, સબજી. એને બધું જ ભાવે.' એને માંસાહાર આપવો પડે ?' “ના, બિલકુલ નહિ. આમ તો અશેશિયન કૂતરા માંસાહારી હોય છે. પણ રામ તો પહેલેથી જ શુદ્ધ શાકાહારી છે. પ્યાજ, લસણ અમે ન ખાઈએ એટલે રામુ પણ ન ખાય.” કૂતરું જ એક માત્ર એવું પ્રાણી છે કે જે સમગ્ર જગતમાં સર્વત્ર જોવા મળે છે, પછી એ હિમપ્રદેશ હોય કે રણપ્રદેશ, સૂકી ધરતી હોય કે સતત વૃષ્ટિવાળાં લીલાંછમ જંગલો હોય. પ્રાણી જગતમાંથી મનુષ્યની સૌથી વધુ નજીક હોય એવાં પ્રાણીઓમાં બિલાડી ખરી, પણ કૂતરાની તોલે એ ન આવે. કૂતરાએ માણસના માત્ર આંગણામાં જ નહિ, ફક્ત ઘરની અંદર જ નહિ, ઠેઠ એના શયનખંડ સુધી સ્થાન મેળવી લીધું છે. બિલાડી રાતને વખતે બારી-બારણાં ખુલ્લાં હોય તો ભટકવા ચાલી જાય. કૂતરું આખી રાત ચોકી ભરતું પાસે ને પાસે બેસી રહે. કૂતરાની ધ્રાણેન્દ્રિય અત્યંત તીવ્ર અને નિદ્રા ઘણી ઓછી. માલિકની માગણીઓને પણ એ બરાબર સમજે. રામુએ કલાકમાં અમારા સૌનાં દિલ જીતી લીધાં. મોડું થતું હતું એટલે અમે ઊઠ્યા. મેવાસિંગ અને યમુનાબહેન રામુ સાથે અમને હોટેલ પર મૂકવા આવ્યાં. આખે રસ્તે રામની જ વાત ચાલ્યા કરી. હોટેલ પર પહોંચી અમે એમની વિદાય લીધી. મેવસિંગ કરતાં પણ રામુની આંખમાં અમને વિશેષ ભાવ જણાયો. રૂમમાં સૂતાં સૂતાં પણ અમે રામનો જ વિચાર કરતા હતા. એમ લાગ્યું કે સારું થયું કે મેલાસિંગનો પત્ર ટપાલમાં ન નાખ્યો, નહિ તો એક સરસ અવસર ગુમાવત. મોરિશિયસમાં અમે પાટનગર પોર્ટ લુઈસનું બંદર જોયું, તડકો ખાવા આવેલા ગોરા સહેલાણીઓથી ઊભરાતી દરિયાકિનારાની એકથી એક ચડિયાતી બીચ' હોટેલો જોઈ, સૂર્યપ્રકાશમાં રંગ બદલતી ચેમરેલની ધરતી જોઈ, ઠરી ગયેલા જ્વાળામુખીનું મુખ (Crater) જોયું, એક મોટા શ્રીમંત શ્રીરામફલનનું એક હજાર એકર કરતાં વધુ મોટું શેરડીનું ખેતર જોયું, વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર એન્યુરિયમ (Anthurium) પુષ્પ જ્યાં હજારોની સંખ્યામાં ઉગાડવામાં આવે છે, એવા બગીચા જોયા, બારેમાસ અને ચોવીસે કલાક જોરજોરથી સતત ઘૂઘવતો ગિગરીનો તોફાની દરિયો જોયો અને બીજું ઘણું બધું જોયું, પણ મેવાસિંગના બેટાનો પ્રસંગ એ બધાંને ભુલાવે એવો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy