SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન આ ઉત્તર ધ્રુવ સમુદ્રનું તાજું પીગળેલું જળ હાથ બોળીએ તો થીજી જાય એટલું બધું ઠંડું હતું, પણ અહીં આવીને એનો સ્પર્શ કર્યા વગર જઈએ તે કેમ ચાલે? અમે હાથનાં મોજાં ઉતારી, અંજલિમાં જલ લઈ મસ્તકે ચડાવ્યું ! આચમન કર્યું ! પોઈન્ટ જોઈને અમે પાછાં ફર્યા. અમને હવે એસ્કિમોનો મનોરંજન કાર્યક્રમ જોવા લઈ ગયા. એક વિશાળ હોલમાં ઘણાં બધાં એસ્કિમો સ્ત્રીપુરુષો પોતાનો ખાસ પહેરવેશ પહેરીને આવ્યાં હતાં. પોતાનાં ઢોલનગારાં અને પિપૂડી જેવાં વાજિંત્રોથી એમણે વાતાવરણને ગજવી મૂક્યું. જાતજાતનાં નૃત્ય કર્યા. છોકરાઓની રમતો થઈ. એસ્કિમોની એક ખાસ પ્રિય રમત તે બાળકને હિંચોળવાની છે. ચામડામાંથી ગૂંથેલું, એક મોટી ચાદર જેવું વસ્ત્ર ચાર જણ ચાર ખૂણેથી પકડીને ઊભા રહે. પછી એમાં આઠદસ વર્ષના એક બાળકને બેસાડવામાં આવે. તેઓ ગાતા જાય અને બાળકને હીંચોળતા જાય. એમ કરતાં કરતાં બધા સાથે મળીને ચાદરને જોરથી આંચકો આપીને બાળકને પાંચસાત ફૂટ ઊંચે અધ્ધર ઉછાળે અને પાછું ઝીલી લે. એસ્કિમોની આનંદકિલ્લોલની વિવિધ રમતો અમે જોઈ. કેટલીકમાં અમે પ્રવાસીઓ પણ જોડાયા. શિકાર માટે તેઓ કેવાં કેવાં સાધનો વાપરે છે, ચામડાને કેવી રીતે સાફ કરી સૂકવે છે, તેમાંથી કેવી ચીજવસ્તુઓ બનાવે છે, વૉલરસના દાંતમાંથી કેવાં ઘરેણાં બનાવે છે એ બધું અમને સમજાવવામાં આવ્યું. મનોરંજન કાર્યક્રમ પછી તેઓ અમને પોતાના વેચાણ વિભાગમાં લઈ ગયા. ઓછી સાધનસામગ્રી અને પુષ્કળ ફાજલ સમય - એવી જીવનશૈલીના પરિણામરૂપે કેટલી બધી જાતની ચીજવસ્તુઓ તેઓએ બનાવી હતી ! ધ્રુવપ્રદેશમાં ન કોઈ વૃક્ષ ઊગે. માત્ર પ્રાણીઓ જ. એટલે ઘણીખરી વસ્તુઓ ચામડામાંથી જ બનાવેલી હતી, પણ એમાં એમની કલારસિકતા દેખાતી હતી. પૉઈન્ટ બેરોની મુલાકાતનો ગોઠવાયેલો અમારો કાર્યક્રમ પૂરો થયો. હોટેલ પર આવીને અમે બધાંએ કૉફી પીધી. હવે આકાશમાં હવામાન વિમાન ઊપડી શકે તેવું સાનુકૂળ છે કે કેમ તેનો ફેરબેન્કસથી સંદેશો આવે એની અમારે રાહ જોવાની હતી. અમારી ભાવના તો સામાયિક કરવાની હતી, પરંતુ એટલો સમય નહોતો એટલે મળેલા સમયમાં અમે નવકારમંત્ર, ભક્તામર આદિ સ્તુતિ કરી લીધી. સંદેશો આવતાં અમે બસમાં બેઠાં. ઘડિયાળના કાંટા પ્રમાણે રાત થઈ ગઈ હતી, પરંતુ સૂર્ય તો આકાશમાં એના એ જ સ્થળે હતો. પૉઈન્ટ બેરોની અમારી મુલાકાતની યાદગીરી રૂપે અમને બધાને અમારા દરેકના નામ લખીને, બરફમાં ચાલતી કૂતરાગાડીનાં ચિત્રવાળાં પ્રમાણપત્ર આપવામાં આવ્યાં. હૃષ્ટપુષ્ટ શારીરવાળા, ગોળમટોળ ભરાવદાર ચહેરાવાળા, હસમુખા, નિજાનંદે મસ્ત, મળતાવડા સ્વભાવવાળા, શાન્તિચાહક અને સહકારની ભાવનાવાળા એસ્કિમો લોકોની અમે વિદાય લીધી. પાંચ મિનિટમાં તો ઍરપોર્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy