SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન પંદરેક મિનિટમાં તો અમે પણ બસમાં બેસી ગયા. કેટલાક પ્રવાસીઓ તો થાકીને ઊંઘી ગયા હતા. વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ હતી એટલે ઘણાએ ગરમ કપડાં પહેરી લીધાં હતાં. નિયત સમયે અમારી બસ ઊપડી, એ જ મંદ ગતિએ તે ચાલવા લાગી. ડ્રાઇવર વર્ણન કરતો રહ્યો. એ તો એની ફરજ હતી. પણ પ્રવાસીઓમાંથી ત્રણચાર જણ સિવાય બીજા કોઈને રસ નહોતો. ઘણાખરા તો ઝોકાં ખાતા હતા. અડધે રસ્તે આવ્યા હોઈશું ત્યાં ડ્રાઇવરે કહ્યું, ‘ત્રણ વાગ્યે જુઓ ! કેરિબુનું મોટું ટોળું પસાર થઈ રહ્યું છે.’ પણ હવે ત્રણ વાગ્યે કે તેર વાગ્યે, આંખ ઊંચી કરવાની શક્તિ કેટલામાં રહી હતી ? ८० અધવચ્ચે પાછું વિરામસ્થાન આવ્યું. પણ કોઈ ઊતર્યું નહિ. ડ્રાઇવર એકલો લટાર મારીને પાછો આવ્યો. બસ નીચાણમાં આવી એટલે વાતાવરણમાં થોડી ઉષ્મા આવી. ગરમ કપડાં ઊતરવા લાગ્યાં. જાગૃતિ આવવા લાગી. માંહોમાંહે વાતો થવા લાગી. પ્રવાસ સારો રહ્યો પણ મૂઝ જોવા મળ્યાં નહિ. મૂઝ જોવા ત્રીજી વાર દેનાલી આવનારી પેલી બે પ્રૌઢ અમેરિકન મહિલાઓને તો પ્રવાસ વ્યર્થ ગયા જેવો લાગ્યો. - દેનાલી પાર્કનો અમારો પ્રવાસ પૂરો થયો. પાર્કનો દરવાજો વટાવી અમારી બસ પાકા વિશાળ રસ્તા પર આવી ગઈ. હવે એ સડસડાટ ચાલવા લાગી. ડ્રાઇવરે જાહેરાત કરી કે ‘હવે થોડી વારમાં આપણી બસ સેંટર પાસે પહોંચશે, માટે સૌએ પોતપોતાની ચીજવસ્તુઓ યાદ કરીને લઈ લેવી.’ બધા પ્રવાસીઓ સ્વસ્થ થઈ ગયા હતા. વાતો કરતા હતા કે ‘આપણે ભૂખરાં અને કાળાં રીંછ જોયાં; કેરિબુ જોયાં; ઘેટાં જોયાં; સસલાં જોયાં. આપણે કમનસીબ કે એક જોવા ન મળ્યું મૂઝ. દેનાલીમાં બે હજાર જેટલાં મૂઝ છે, પણ આપણે માટે એક મૂઝ પણ નવરું નહોતું.’ અમારી વાતો ચાલતી હતી ત્યાં ડ્રાઇવરે અચાનક બ્રેક મારી. કેટલાકને આંચકો લાગ્યો. કેટ્લાક ડ્રાઇવર પર ચિડાયા. ‘આ તે કંઈ બસ ચલાવવાની રીત છે ?' – મારાં પત્નીએ પણ તરત ફરિયાદ કરી, ‘ટ્રાફિક વગરના રસ્તા પર બ્રેક મારવાની શી જરૂર ?' પણ ડ્રાઇવરે પોતે જ હર્ષની કિકિયારી કરી કહ્યું, 'જુઓ, જુઓ ! મૂઝ રસ્તો ઓળંગી રહ્યાં છે.' બધા ઊભા થઈ ગયા. ત્રણ મૂઝ અચાનક રસ્તા પર આવી ચડ્યાં હતાં. મોટાં કદાવર હતાં. શિંગડાં પણ એવાં જ. મૂઝ જોતાં તાળીઓના ગડગડાટ થયા. કૅમેરા અને વિડિયો કામે લાગી ગયા. નીચાણમાંથી દોડતાં દોડતાં મૂઝ રસ્તા પર આવ્યાં અને બીજી બાજુ નીચાણમાં ઊતરી ગયાં. કોઈકે પ્રશ્ન કર્યો, ‘પણ મૂઝ અહીં કેવી રીતે આવી શકે ? એ તો પાર્કમાં હોવાં જોઈએ ને ?’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy