SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન સંગીતના કાર્યક્રમમાં અમારે તરત પહોંચવાનું છે.” એમ બોલી ત્યાં ઊભેલી મોટરકારમાં બેસી તેઓ વિદાય થયાં. સંગીતના જલસામાં રંગબેરંગી પોશાકમાં તેઓ કેવાં સરસ લાગતાં હતાં. ફરી પાછાં બીજા કાર્યક્રમમાં પહોંચી તેઓ વેશ બદલશે. બે મોંઘા, મોહક ભાડૂતી પોશાકની વચ્ચે પોતાના સ્વાભાવિક ઘરના પોશાકમાં તેઓ ક્ષોભ અનુભવતાં હતાં તે સ્પષ્ટ જોઈ શકાતું હતું. કલાકારોને જે દેશમાં ડબલ પાળી કરવી પડતી હોય એ દેશની અર્થવ્યવસ્થા નબળી ન કહેવાય ? – એવો વિચાર મનમાં આવી ગયો. ગાઈડની દોરવણી પ્રમાણે અમે બધાં અમારી બસમાં જઈને બેઠા અને હોટેલ પર આવ્યા. થોડા કલાકમાં નાઈલ નદીમાં ભાવ, વિચાર, પરિસ્થિતિ ઈત્યાદિના સામ્યવૈષમ્યના કેવા કેવા ભાતીગળ અનુભવો અમને થયા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy