SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ નાઈલમાં નૌકાવિહાર ૨૧૫ કેરો ટાવરના મકાનની ઉતૂગતા નજરને ભરી દેતી હતી. નદીના નીરમાં તેનું પ્રતિબિંબ તે જાણે કે ડોકિયું કરવા ટાવર નીચે પાણીમાં ઊતયો હોય એવું લાગતું હતું. - વિરામ પૂરો થયો. સંગીતનૃત્યની મહેફિલ ફરી ચાલુ થઈ. કેટલીય બેઠકો હવે ખાલી હતી. આગળવાળા કેટલાક ડેક પર ગયા અને પાછળવાળા કેટલાક આગળ આવ્યા. અમને બેત્રણ મિત્રોને થયું કે અહીં ગીતો તો એક પછી એક આવ્યાં કરશે. હવે એમાં નવીનતા નથી. એના કરતાં ઉપર વધુ આનંદ માણી શકાશે. અમે ઉપર ગયા. નીચે યંત્રોત્પાદિત શીતલ હવા હતી. ઉપર તાજગીસભર મલયાનિલ વહેતો હતો. નીચે માનવસર્જિત કલાત્મક વાતાવરણ હતું. ઉપર નિસર્ગની વ્યાપક લીલા હતી. નીચે માનવીય સંગીત હતું. ઉપર વૈશ્વિક શાન્ત કોલાહલ હતો. પણ આ બધું તો જે અનુભવી શકે તે જ અનુભવે. નીચે બેસનારા પણ પોતાની રીતે સાચા જ હતા. સમય થતાં નૌકાએ પાછા ફરવા માટે ધીમે ધીમે મોટો વળાંક લીધો. ઉપરથી એ દશ્ય રમ્ય લાગતું હતું. કિનારા પરનાં સ્થળોનાં પરિમાણ બદલાતાં જતાં હતાં. નીચે હોત તો કદાચ આ દશ્ય આટલી સારી રીતે જોવા ન મળ્યું હોત. સ્ટીમર પાછી ફરી રહી છે એવો ખ્યાલ, સંગીતના તાનમાં કદાચ ન પણ આવત. સ્ટીમર ચલાવનાર કપ્તાને રોજના મહાવરાથી ગતિમાં વધઘટ કરતા રહીને ઘડિયાળને ટકોરે સ્ટીમરને પોતાની જગ્યાએ લાવીને ઊભી રાખી. - સંગીતનો જલસો પૂરો થઈ ગયો હતો. સ્ટાફના સભ્યો મહેમાનોને વિદાય આપવા દરવાજાની બંને બાજુ હારબંધ ઊભા રહી ગયા હતા. એક યાદગાર અનુભવ લઈને અમે પાછા ફરતા હતા. અમે ઉપર હતા એટલે નીકળવામાં અમારો નંબર છેલ્લો હતો. સ્ટીમરની બહાર નીકળતા હતા ત્યાં અંદર થોડે દૂર ઊભેલાં યુવક-યુવતી પર અમારી નજર પડી. જાણે કે બધાની નીકળવાની રાહ જોઈને ન ઊભાં હોય ! તેમનો ચહેરો પરિચિત લાગ્યો. મેં મિત્રને કહ્યું, ‘પલાં ગાનાર યુવષુવતી તો નહિ હોય ?' “ના. ચહેરા મળતા આવે છે, પણ આ લોકો તો સાદા વેશમાં છે. વળી પેલા બંનેના તો વાળ પણ કેટલા સરસ છે! ‘પણ એ વિગ નહિ હોય ? કહો ન કહો, પણ મને તો એ જ લાગે છે. એમ કરીએ... તેઓ બહાર નીકળી તો સરસ ગાવા માટે ધન્યવાદ આપીએ, તેઓ આભાર માને તો સાચું અને ખોટું હોય તો આપણે ક્ષમા માગવી.' અમે બહાર નીકળી રસ્તાને છેડે ફૂટપાથ પાસે ઊભા રહ્યા. તેઓ આવ્યાં. અમે તેમના સંગીત માટે ખુશાલી વ્યકત કરી ધન્યવાદ આપ્યા. તેઓ બોલ્યાં, “ઓહ! તમને અમારો કાર્યક્રમ ગમ્યો ! આભાર તમારો.' વાત લંબાવવાનો તેમનો ઈરાદો નહોતો. એટલું જ બોલ્યા, “માફ કરજે, અમે ઉતાવળમાં છીએ. બીજા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy