SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ - પાસપૉર્ટની પાંખે – ઉત્તરાલેખન ઓટલા પર બેસીએ. કોઈ વખત કોઈ જતુંઆવતું હોય તો જરૂર સસ્મિત હાથ ઊંચો કરે, પરંતુ ન અમને એ કોઈનાં નામની ખબર કે ન અમારાં નામ જાણવાની એ કોઈને ઉત્સુકતા. અમે ઓળખીએ, માત્ર ઔપચારિક રીતે જ, અમારી ડાબી બાજુના । એપાર્ટમેન્ટમાં બે નાનાં સંતાનો સાથે નવી રહેવા આવેલી લેટિન અમેરિકન મહિલા સુઝાનાને. તેની માતૃભાષા સ્પેનિશ, પણ થોડું ઇંગ્લિશ બોલે. તે વિભક્તા (છૂટાછેડા લીધેલી) પણ દ્વિતીય લગ્નોત્સુકા હતી એ એની ગાડી પાછળ લગાડેલા પોસ્ટર ‘If you are rich, I am Single' પરથી જણાયું હતું. અમારે થોડો પરિચય થયો હતો કૉમ્પ્લેક્સના મૅનેજર મિ. કર્ટ(Kurt)નો. આખા દિવસમાં તે એકાદ રાઉન્ડ મારે તો મારે, ઘણુંખરું ટપાલીની ટ્રક કે કચરો લઈ જવાની ટ્રક આવે ત્યારે. સંકુલમાં વીજળી, ગૅસ, પાણી, વૉશિંગ મશીન વગેરે બરાબર ચાલે છે કે કેમ તે જોવાનું એમનું કામ. લૉનમાં ઘાસ વધી ગયું હોય તો તે કપાવવા કે શિયાળામાં સ્નો પડ્યો હોય તો તે સાફ કરાવવા કામદારોને તે બોલાવે. કૉમ્પ્લેક્સમાં બધાંને ઓળખે એવી એક જ વ્યક્તિ તે કર્ટ. અમને મળે ત્યારે બે મિનિટ વાત કરવા ઊભા રહે. ચોવીસ કલાક સંકુલમાં રહેવાની નોકરી અને શારીરિક શ્રમવાળું કોઈ કામ નહિ એટલે કર્ટ અને એમનાં પત્નીની મુખ્ય પ્રવૃત્તિ તે આખો દિવસ ઘરમાં બેસીને ટી.વી. જોયા કરવાની હતી. બંનેને સિગરેટ પીવાની પણ એવી જ ફુટેવ અને ખાવાના તો તેઓ વ્યસની થઈ ગયાં હતાં. એટલે પાંત્રીસ-ચાલીસ ઉમરનાં હતાં છતાં ખાસ્સાં જાડાં અને બહુ ભારે વજનવાળાં હતાં. કર્ટ જ્યારે મળે ત્યારે કંઇક ચાવતા કે ચગળતા હોય અથવા સિગરેટ ફૂંકતા હોય. કર્ટ પહેલાં મોટરકાર ચલાવતા, પણ એકાદ વર્ષથી પતિપત્ની બેય એટલાં બધાં જાડાં થઈ ગયાં કે પોતાની મોટરકારમાં પોતે સમાય નહિ. પરિણામે મોટરકાર ચલાવવાનું છોડી દેવું પડ્યું. શનિવારે ખરીદી કરવા કે બીજા કોઈ કામે બહાર જવાનું હોય ત્યારે મોટી સાઇઝની ટૅક્સી બોલાવે. રોજ બપોરે એક વાગે ટપાલીની ટ્રક આવે. સંકુલના દરવાજા પાસે રાખવામાં આવેલાં ખાનાઓમાં તે ટપાલ નાખી જાય. મોટા ભાગના સભ્યો સાંજે પાછા ફરતી વખતે ગાડીમાં બેઠાં બેઠાં જ પોતાનું ખાનું ઉઘાડી ટપાલ લઈ લે. હું ઘરમાં રહેતો એટલે ટપાલીની ટ્રક આવે તે પછી ત્યાં જઈ ટપાલ લઈ આવતો. અમારા ઘરથી એક ઘર છોડીને પછીના ઘરમાં રહેતાં એક માજી લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતાં ચાલતાં ટપાલ લેવા આવે. તેમને ચાલવાની તકલીફ હતી, ગાડી ચલાવવાની નહિ. બ્યાસી વર્ષની ઉંમરે પણ તેઓ ગાડી ચલાવતાં બધે જાય. એમની સાથે એમનો વિધુર દીકરો રહે અને નોકરી કરે. ઘરમાં બે જણ. તેઓ પોતાનું શાંત જીવન જીવ્યે જાય. એક શનિવારે સવારે હું પાસે આવેલા 'ટ્રિપલ એ' નામના સ્ટોરમાં અમિતાભ સાથે ખરીદી માટે જતો હતો. અમારી ગાડી ચાલી ત્યાં સામેથી એક એમ્બ્યુલન્સ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy