SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન જવાય છે, બસમાં ફેરવાય છે, હોટેલમાં ઉતારાય છે, પરંતુ તેઓ સત્તાવાળાના કબજામાં હોય છે. અહીં એ પ્રમાણે નથી. એટલે પૂરતી તપાસ કર્યા પછી આગળ વધવું જોઈએ.' પેલાં યુવાન દંપતીઓએ રૂઆબથી કહ્યું, “અમે બધી તપાસ કરી લીધી છે. ઈજિમ ઍરલાઈન્સના અને ઍરપૉર્ટના કસ્ટમ્સના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે આપણે કાયદેસર બહાર હોટેલમાં જઈ આરામ કરી શકીએ છીએ.' ઍરલાઈન્સના અને કસ્ટમ્સના અધિકારીઓની વાત એમની દષ્ટિએ સાચી હતી, પરંતુ તેમને કોઈએ એવો પ્રશ્ન કર્યો ન હતો કે બહાર જવાથી અમારા વિસા વપરાઈ જશે કે કેમ ? મેં ગોન્સાલવિસને કહ્યું, ‘તમે ફરીથી જઈને પૂછો તો ખરા કે તેઓ આપણને ટ્રાન્ઝિટ પેસેન્જરને જુદો પાસ આપશે કે પાસપોર્ટમાં વિસા ઉપર સિક્કો મારશે ?' ગોન્સાલવિસે ચિડાઈને કહ્યું, 'ડૉ. શાહ, તમે બહુ ચીકાશ કરો છો. ઍરપોર્ટના અધિકારીઓ આપણને આટલો સરસ સહકાર આપે છે, એમાં આવી નાની નાની વાતની ક્યાં કચકચ કરવી ? અમે બધી ખાતરી કરી લીધી છે અને બધી જવાબદારી મારી છે.” દરમિયાન અમારામાંના કેટલાક ઉતાવળિયા તો ફોર્મ ભરી, પાસપોર્ટમાં સિક્કો મરાવી બહાર પણ નીકળી ગયા. મને થયું કે એક જ મોટા ગ્રુપમાં સાથે પ્રવાસ કરતા હોઈએ ત્યાં આપણી વાતનો પછીથી બહુ આગ્રહ રાખવાનો અર્થ નથી. સૌનું થશે તે આપણું થશે એમ માનીને અમે પણ લાઈનમાં જોડાયા અને પાસપોર્ટમાં વિસા ઉપર સિક્કો મરાવી બહાર નીકળ્યા. ઍરપૉર્ટથી થોડા અંતરે જ નવી બંધાયેલી પંચતારક હોટેલ દેખાતી હતી. બસમાં બેસી અમે ત્યાં પહોંચ્યા. હોટેલમાં દાખલ થતાં જ બધાનાં મન પ્રફુલ્લિત થઈ ગયાં. આસપાસનું પ્રાકૃતિક મનોહર દશ્ય, હોટેલનું ખુશનુમા શાન્ત વાતાવરણ, વિશાળ તરણહોજ, ખાવાની વિવિધ વાનગીઓ, રૂમમાં આરામદાયક સગવડો ઈત્યાદિએ રાતના ઉજાગરાના થાકને હરી લીધો. ઘણાખરાએ હોટેલમાં આરામ કર્યો. કેટલાક ટેક્સી કરી થોડે દૂર આવેલા પિરામિડોને ચક્કર લગાવી આવ્યા. નિશ્ચિત સમયે અમે હોટેલ છોડી ઍરપોર્ટમાં પહોંચી ગયાં. અમે એમ્બાર્કેશન કાર્ડ ભર્યા અને પાસપોર્ટમાં ફરીથી સિક્કો પડ્યો. એથી મને તો મનમાં ખાતરી થઈ ગઈ કે વિસા વપરાઈ ગયા છે, પણ બોલવાથી કંઈ ફાયદો નથી એમ લાગ્યું. તુર્કસ્તાનના ઈસ્તંબુલ શહેરમાં અમે નિર્ધારિત સમયે પહોંચી ગયા. ચારેક દિવસ તુર્કસ્તાનમાં હરીફરી અમે ત્યાંથી ગ્રીસના પાટનગર એથેન્સ પહોંચ્યા. ઍરપોર્ટ પર સ્થાનિક એજન્ટે અમારું સ્વાગત કર્યું અને હોટેલ પર અમને મૂકવા આવ્યો. રૂમોની વહેંચણી થઈ ગઈ, સામાન મુકાઈ ગયો અને ચા-નાસ્તો લેવા અને રેસ્ટોરાંમાં ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy