SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઇજિમના વિસા ૧૭૧ દરમિયાન એજન્ટે અમારા પાસપોર્ટ અને ટિકિટ મંગાવી લીધાં કે જેથી ઈજિત ઍરલાઈન્સની સ્થાનિક ઓફિસમાં જઈ તેઓ જે ફ્લાઈટમાં અમારું રિઝર્વેશન છે તે પાકું કરાવી લે. નાસ્તો કરી નગરદર્શન માટેની બસની રાહ જોતાં અમે લોન્જમાં બેઠાં હતાં. એટલામાં એજન્ટનો ગોન્સાલવિસ પર ફોન આવ્યો. અમારી ટિકિટ કન્ફર્મ થઈ શકે એમ નથી માટે એમણે તરત ઍરલાઈન્સની ઑફિસે પહોંચવું પડે એમ હતું. તેઓ ઊપડ્યા. અમે નગરદર્શનના કાર્યક્રમ માટે નીકળ્યા. એક્રોપોલિસ, ડાયોનિસસનું થિયેટર, ઓલિમ્પિયા, ફિલોપેપસની ટેકરી, સૉક્રેટિસનું સ્થળ વગેરેની મુલાકાત લઈ અમે સાંજે હોટેલ પર પહોંચ્યા ત્યારે ગોન્સાલવિસ નિરાશ વદને લોન્જમાં બેઠા હતા. એમણે કહ્યું, “ઈજિપ્તના આપણા વિસા વપરાઈ ગયા છે, માટે હવે આપણે ઈજિત જઈ શકીએ એમ નથી. સીધા મુંબઈ જ જવું પડશે એમ ઍરલાઈન્સે કહ્યું છે. આખો દિવસ ઘણી માથાકૂટ કરી પણ પત્યું નથી. આવતી કાલે સવારે ફરીથી જવું પડશે.' અમારા માટે ચિંતાનો વિષય થયો. ગોન્સાલવિસને પોતાની ભૂલ સમજાઈ. બધાની જવાબદારી એમને માથે આવી. બીજે દિવસે સવારે અમે કોરિન્થના અવશેષો જોવા જવાના હતા. અમે નાસ્તો લેતા હતા ત્યારે ગોન્સાલવિસે આવીને કહ્યું કે પોતાને આખી રાત ચિંતામાં ઊંઘ આવી નથી. અમે કોરિન્થ જવા ઊપડ્યા અને ગોન્સાલવિસ ઈજિસની સ્થાનિક કૉમ્યુલેટની ઑફિસે જવા ઊપડ્યા. સાંજે અમે પાછા ફર્યા ત્યારે ગોન્સાલવિસે નિરાશાજનક સમાચાર આપ્યા કે ઈજિસ કૉમ્યુલેટ ફરીથી વિસા આપી શકે તેમ નથી. ભારતીય નાગરિકોએ ભારતમાંથી વિસા લેવા જોઈએ. ગોન્સાલવિસની છાતી ધડક ધડક થતી હતી. એમના ચહેરા પર ગભરામણ દેખાતી હતી. અમે એમને આશ્વાસન આપ્યું કે ‘ઇજિસ ભલે ફરીથી ન જવાય તો કંઈ નહિ, આપણે સીધા મુંબઈ જઈશું.' પણ વધારામાં એમણે કહ્યું કે વિમાનમાં આટલા બધાનું મુંબઈનું રિઝર્વેશન પણ દસ દિવસ સુધી મળી શકે એમ નથી.' ગોન્સાલવિસને આખી રાત ઊંઘ ન આવી. ઊંઘવાની ટીકડી લેવી પડી. સવારે મોડા ઊડ્યા. અમે નાસ્તો લેતા હતા ત્યારે આંખો ચોળતાં ચોળતાં તેઓ રેસ્ટોરાંમાં આવ્યા. એમનો ચહેરો સૂજી ગયો હતો. અમારામાનાં એક ડૉકટરે એમને તપાસ્યા, તો જણાયું કે એમનું બ્લડપ્રેશર વધી ગયું હતું. એમને આખો દિવસ હોટેલમાં આરામ કરવાની સલાહ આપવામાં આવી. સ્થાનિક એજન્ટે આવી અમારી પાસે ઈજિસના વિસાનાં ફોર્મ ભરાવ્યાં. અમે અમારા ફોટા આપ્યા. વિસા માટે ફરીથી ફી આપવાની હતી તેના ડૉલર આપ્યા. અમારામાંના એક પ્રવાસી, એજન્ટને મદદ કરવા રોકાયા. તેઓ ઈજિસ ઍરલાઈન્સની ઑફિસે જઈ ત્યાંથી મુંબઈની ઍક્સેિ સંદેશો મોકલાવશે. મુંબઈની એરલાઈન્સની ઑફિક્સ ઈજિસ Jain Education International For Private & Personal Use Only, www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy