SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન કૉન્સ્યુલેટ આગળ રજૂઆત કરશે. એ કૉન્સ્યુલેટ ગ્રીસની ઇજિમ કોન્સ્યુલેટને સૂચના આપશે તો તે વિસા આપશે. આમ માથાકૂટ ઘણી હતી. હવે અમારો કાર્યક્રમ એન્જિયન સમુદ્રના ટાપુઓની સહેલગાહ કરવાનો હતો. સ્ટીમરમાં બેસી, સહેલગાહ કરી સાંજે અમે પાછા ફર્યા ત્યારે એજન્ટે અમને ખુશખબર આપ્યા કે આખું ચક્ર બરાબર ફેરવાઈ ગયું છે એટલે સદ્ભાગ્યે ઇજિમના બીજા વિસા સમયસર મળી ગયા છે. એક મોટી ચિંતાનો વિષય ટળી ગયો. વિદેશમાં આવી સમસ્યાનો તરત ઉકેલ ન આવે તો ખર્ચના મોટા ખાડામાં ઊતરવાનું થાય. કયારેક તો એટલું વિદેશી ચલણ પણ પાસે ન હોય. - ગોન્સાલવિસ દવાઓ લઈ પોતાની રૂમમાં હજુ ઊંઘતા જ હતા. તેઓ ભોજન માટે ઊઠ્યા ત્યારે આ સારા સમાચાર સાંભળી રાહત અનુભવવા લાગ્યા. બીજે દિવસે સવારે અમે એથેન્સના ઍરપૉર્ટ પર પહોંચી ગયા. ગોન્સાલવિસને હવે થોડી સ્વસ્થતા જણાતી હતી. વિમાનમાં બેસી અમે કેરો પહોંચ્યા. ગોન્સાલવિસે કશું ખાધુંપીધું નહિ. વિમાનમાં આખે રસ્તે એમણે ઊંઘ્યા જ કર્યું. કેરો આવતાં તેઓ થોડા વધુ સ્વસ્થ જણાયા. ગ્રીસના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાનું એમનું સ્વપ્ન ઊંઘમાં, સ્વપ્નાવસ્થામાં જ વિલીન થઈ ગયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy