________________
રિજેન્સબર્ગમાં રાતવાસો
કલાક પહેલાં તો અમને ખબર પણ નહોતી કે અમારે રાતવાસો રિજેન્સબર્ગ(Regensberg)માં કરવાનો છે. રિજેન્સબર્ગનું નામ પણ સાંભળ્યું નહોતું. અમે જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરથી ઑસ્ટ્રિયાના પાટનગર વિયેના જવા નીકળ્યાં હતાં. અમારી ગાડીના ચાલક હતા યુરોપના પ્રવાસના પ્રખર અનુભવી શ્રી કિશોરભાઈ. ઇંગ્લેન્ડથી મિત્રો-સંબંધીઓને પોતાની મોટરકારમાં લઈ જઈ યુરોપનો પ્રવાસ કરાવવો એ એમનો શોખ પણ હતો અને વ્યવસાય પણ હતો.
ફેન્કફર્ટથી સવારના નીકળી જુદે જુદે સ્થળે ફરતાં ફરતાં અમે વિયેના તરફ આગળ વધતાં જતાં હતાં. કિશોરભાઈએ ઘડિયાળમાં જોઈ કહ્યું, “રમણભાઈ, સાંજના છે વાગવા આવ્યા છે. ઉનાળાના દિવસો છે એટલે ત્રણ-ચાર વાગ્યા હશે એવું લાગે. હજુ અડધો રસ્તો પણ કપાયો નથી. તમે કહો તો વિયેના પહોંચી જઈએ અને કહો તો ક્યાંક રાત્રિમુકામ કરી લઈએ.'
'શું કરીશું ?' મેં મારાં પત્ની તારાબહેનને પૂછયું.
“આપણે ક્યાંક રાત રોકાઈ જઈએ. આપણી પાસે ફરવાના દિવસો તો છે, પછી શા માટે થાકીને પ્રવાસ કરવો ?'
'પપ્પા, એ જ બરાબર છે. રાતના સરખી ઊંઘ મળી જાય એટલે સવારના આરામથી નીકળી શકીએ.' મારી પુત્રી શૈલજાએ કહ્યું.
કિશોરભાઈએ કહ્યું, “મને ગાડી ચલાવવાનો વાંધો નથી, પણ હું ચલાવતો રહું અને તમે ત્રણે જણ ઝોકાં ખાતાં રહો તો એની મજા નહિ આવે. હું તો આખી રાત ગાડી ચલાવવાને ટેવાયેલો છું. વિયેના પહોંચતાં રાતના મોડું થઈ જાય. એટલે આપણે હવે નિર્ણય લઈ લેવો જોઈએ કે સીધા વિના પહોચવું છે કે કયાંક રાત્રિરોકાણ કરી લેવું છે.'
ઠેઠ વિયેના સુધી ન પહોંચતાં રસ્તામાં જ કોઈ શહેરમાં રાત રોકાઈ જવાનો અને નિર્ણય કર્યો. કિશોરભાઈએ મારા હાથમાં નકશો આપ્યો. રસ્તામાં આવતાં નાનાં-મોટાં નગરોનાં નામ હું બોલતો ગયા. કિશોરભાઈએ કહ્યું, “આ બધાં નગરોમાં રિજેન્સબર્ગ ઠીક રહેશે. સહેજ મોટું શહેર છે એટલે હોટેલો પણ સારી હશે.'
યુરોપ, અમેરિકા વગેરેમાં પોતાની મોટરકારમાં પ્રવાસ કરીએ તો યથેચ્છ ફરી શકીએ અને મરજી મુજબ રાત્રિરોકાણ કરી શકીએ. અગાઉથી હોટેલનું રિઝર્વેશન કરાવવાની
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org